garano dukhavo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ લેખમાં આપણે જોઈશું ગળા ની તકલીફો જેમ કે ગળામાં કફ જામી જવો, ગળાનો દુખાવો, સોજો તેમજ કાકડા નો દુખાવો વગેરે ને સરળ ઘરગથ્થુ ઉપચારો વડે કેવી રીતે મટાડી શકાય તેની વિષે જોઈશું.

આપણે રસોડામાં જ મળી રહેતા મસાલા અને ઔષધો વાપરીશું જેથી તે આસાનીથી મળી રહે, વાપરવામાં સરળતા રહે અને કોઈપણ જાતની આડઅસર વગર ઝડપથી રાહત મળે. આમ તો ગળા નો દુખાવો એ શરીરના સામાન્ય ગણવામાં આવે છે પણ તે કેટલો અસહ્ય હોય છે તે વિષે જેણે અનુભવ્યું હોય તે જણાવી શકે.

ગળાનો દુખાવો સામાન્ય રીતે બે પ્રકારે થાય છે. એક કફને કારણે અને બીજો પિત્તને કારણે. માટે પહેલા તકલીફ થવા નું કારણ કફ છે કે પિત્ત તે જાણવું ખુબજ જરૂરી છે અને જો તેના પ્રમાણે ઉપચાર કરીએ તો ઝડપથી રાહત મળે છે. કફને કારણે થતી ગળાની તકલીફ જ્યારે વાયરસ નાક કે મોં દ્વારા ગળામાં પ્રવેશી ગળામાં ઇન્ફેક્શન ફેલાવે ત્યારે થાય છે.

ગળામાં કફ જામી જવાથી પાણી કે ખોરાક ગળે ઉતારતી વખતે દુખાવો થાય છે. ઠંડી વસ્તુઓ ખાવાથી કે ઠંડુ પીવા થી તકલીફ પડે છે. કફને કારણે થતી ગળાની તકલીફોમાં ગરમ ઔષધો જેવી કે આદુ, તુલસી, મરી, લવિંગ વગેરે થી ફાયદો થાય છે. શરદીમાં શરૂઆતના લક્ષણ તરીકે થતો ગળાનો દુખાવો જો સમયસર સારવાર કરીને મટાડવામાં ન આવે તો ઇન્ફેક્શન ફેફસા સુધી ફેલાય છે.

કફ કારણે થતા ગળા ના દુખાવા માં રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ફટકડીનો ટુકડો પાંચથી છ વખત ફેરવી ને તે પાણી વડે દિવસમાં ત્રણ વખત કોગળા કરવા. ફટકડી જંતુનાશક છે. તે ગળામાં રહેલ આ વાયરસનો નાશ કરી કફને દૂર કરે છે.

જો ફટકડી ના હોય તો તેના બદલે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાંખીને કોગળા કરવા. આ ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી ગળાનો સોજો તેમ જ દુખાવામાં પણ રાહત મળે છે. લીંબુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

બીજા ઔષધ તરીકે એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ત્રણેયને મિક્સ કરીને પીવાથી ગાળાના દુખાવામાં ઝડપથી ફાયદો થાય છે. જો સવારે ગળાનો દુખાવો વધી જતો હોય તો રાત્રે સૂતી વખતે અડધી ચમચી હળદર અને એક ચપટી મીઠું, તેમજ ઘટ્ટ પેસ્ટ થાય તેટલું પાણી ઉમેરી આ પેસ્ટ ચાટી જવી અને તેના પર પાણી ન પીવું.

આખી રાત ગળામાં આ હળદર અને મીઠાંની પેસ્ટ રહેવાથી ઇન્ફેક્શન અટકી જાય છે અને કફ દૂર થઈ ગળાનો દુખાવો તેમજ કાંકડાની તકલીફમાં રાહત મળે છે. આ સિવાય રાત્રે સૂતી વખતે મીઠામાં બોરેલો આદુનો નાનો ટુકડો મોઢામાં રાખીને સૂવાથી રાત્રી દરમિયાન આદુનો રસ ધીમે ધીમે ગાળામાં જાય છે અને તેનાથી કફ થવાની સાથે ગળાનો દુખાવો મટે છે.

અડધી ચમચી હળદર, એક ચમચી મધ અને ચપટી મરીનો પાઉડર આ ત્રણેયને મિક્સ કરીને સવાર-સાંજ ચાટવાથી ગળામાં થયેલા કફ દૂર થાય છે.

જો લસણ અને ડુંગળી ખાતા હોય તો બપોરે જમવામાં કાચી ડુંગળી ખાવાથી, તેમ જ જમ્યા બાદ એક કળી લસણને ખાંડીને અડધી ચમચી મધ ઉમેરીને લેવાથી ગળામાં જમા થયેલા કફ અને કાકડા ના દુખાવામાં રાહત મળે છે. ઘણી વખત રાત્રે સૂતી વખતે હોજરીમાં રહેલું એસિડ ગળા સુધી ઉપર ચડે છે.

આ એસિડને કારણે ગળાની અંદર ની નાજુક ત્વચાને નુકસાન થાય છે અને ગળામાં સોજો આવે છે. જેને કારણે ગળામાં ખરાશ અને ગળામાં કંઈક ચોટ્યું હોય તેવું લાગે છે. વારંવાર ગળું ખંખેરવાની પડે છે, જે કફને કારણે નહીં પણ પિત્તને કારણે અન્નનળીમાં સોજો આવવાથી થાય છે.

આમાં જો ગરમ ઔષધિય લઈએ તો તકલીફ ઘટવાને બદલે વધે છે. આ માટે પહેલાં તો એસિડિટી વધે તેવા ખોરાક જેમ કે વધુ પડતાં મરીમસાલાનો અને તળેલો ખોરાક રાત્રે ન લેવો, રાત્રે સૂતી વખતે અડધી નાની ચમચી જેઠીમધના ચૂર્ણમાં અડધી ચમચી મધ મિક્સ કરીને ચાટવાથી એસિડિટીમાં રાહત મળે છે. જેથી સવારે ગળામાં સોજો દૂર થઈ આરામ મળે છે.

આ સિવાય રાત્રે મોઢામાં જેઠીમધનો ટુકડો રાખીને સૂવાથી પિત્તને કારણે થતો ગળાનો સોજો અને દુખાવામાં રાહત મળે છે. વરિયાળી અને સાકરને સરખા ભાગે મિક્સ કરીને પાવડર બનાવી લેવો. રાત્રે સૂવાના 1 કલાક પહેલા અડધા કપ દૂધમાં એક ચમચી આ પાવડર મિક્સ કરીને પીવાથી રાત્રે એસિડિટીની તકલીફ થતી નથી અને તેના કારણે થતી ગળાની ખરાશમાં રાહત મળે છે.

કફ અને પિત્ત બંનેને કારણે થતા ગળા ના દુખાવા થી બચવા માટે ક્યારેય રાત્રે દહીં ન ખાવું. કફથી થતાં ગળા ના દુખાવા થી બચવા માટે રાત્રે ઠંડી હવા, કાન અને ગળા માં ન જાય તેનું ધ્યાન રાખવું. તેમજ સવારે ઊઠીને નરણા કોઠે ગરમ પાણી પીવાથી ક્યારેય ગળાની તકલીફ થતી નથી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા