શાકનો મસાલો ઘરે તૈયાર કરવાની રીત

Garam Masala – શાક તો બધા લોકો બનાવેે જ છે પણ શું તમારું શાક ટેસ્ટી બને છે ક્યારે?  મોટા ભાગના લોકો નો જવાબ હશે ના. પણ આજે અમેં તમણે બતાવીશુ કે કેવી રીતે ઘરે શાક મસાલો બનાવી શકો છો.

સામગ્રી

  • 250 ગ્રામ સૂકું કોપરું લેવું
  •  100 ગ્રામ સિંગદાણા લેવા
  • 100 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ
  • 10 ગ્રામ તજ, 10 ગ્રામ લવિંગ  લેવા
  • 10 ગ્રામ મરી લેવા
  • 10 ગ્રામ વરિયાળી
  • 5 ગ્રામ વરિયાળી
  • 10 ગ્રામ સૂકાં આખાં મરચાં લેવા
  • 5 ગ્રામ અનારદાણા

 Garam Masala

બનાવવાની રીત

કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. સિંગદાણાને શેકી, થોડાં કાઢી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકવાં, તજ, લવિંગ, મરી, ધાણા, જીરું, વરિયાળી, મસાલાની એલચી અને સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં જુદાં જુદાં શેકવાં.હવે બધું ભેગું કરી, ખાંડી, ચાળી, તેમાં કોપરાનું ખમણ ખાંડીને નાંખવું. તલ, ખસખસ, સિંગદાણાનો ભૂકો અને ખાંડેલા અનારદાણા નાખી, હલાવી મસાલો તૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો.હવે કોઈપણ કોરા શાક અથવા રવૈયાના લોટમાં આ મસાલો નાંખવાથી સ્વાદિષ્ટ બને છે.