ઉનાળાની સંજીવની બુટ્ટી “ફુદીના” નુ સેવન કરો અને મેળવો ચમત્કારીક ફાયદા – Fudino khavana fayda in gujarati

Fudino khavana fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને જણાવીશું ઉનાળાની સંજીવની બુટ્ટી એટલે ફુદીના વિશે જાણીશું. ફુદીના રસોડા નું એક સરળ વ્યંજન છે. ફુદીનો સ્વાદ અને સુગંધ નો અનેરો સંગમ ધરાવે છે. ફુદીનો બારમાસી ખુશ્બુદાર વ્યંજન છે. આયુર્વેદમાં પણ અનેક ગુણોથી ફુુદીના ના વખાણ કરવામાં આવ્યા છે, અને એના અનેક ગુણો દર્શાવવામાં આવ્યા છે.

ખાસ કરીને ગરમીમાં લૂથી બચવા માટે ફુદીના પાન અને જીરૂ ને થોડીવાર પલાળો પછી તેને પીસી નાખો અને ત્યારબાદ તેમાં મીઠું, થોડી સાકર નાખીને પીવાથી લુ લાગશે નહીં.ઉનાળામાં દહીં, છાશ, રાયડામાં ફુદીનાના પાન પીસીને પીવાથી પણ લૂ લાગતી નથી. ફુદીનાનું સેવન કરવાથી તાવ, ઝાડા, કબજિયાત જેવી પેટની બીમારીઓથી પણ બચી શકાય છે.

હેડકી આવતી હોય તો ફુદીનાના રસમાં મધ મિશ્ર કરી અને પીવાથી ખૂબ લાભ થાય છે. ફુદીના મા એવા એન્જાઈમ છે કે જે કેન્સરથી પણ આપણને દૂર રાખેે છે. પેટના દર્દો, માથાનું દર્દ, વિવિધ ગાંઠ, ઉધરસ વગેરે ની દવાઓ બનાવવામાં પણ ફાર્મસીઓ અને દેશી વૈદક બનાવનારાઓ ફુદીનાનો ઉપયોગ કરે છે.

ફુદીનાના પાન માં વિટામિન એ, બી, સી, ડી, ઈ આયન, કેલ્શિયમ આ બધું જ ભરપૂર માત્રામાં મળી રહે છે. મિત્રો ફુદીનો મોની દુર્ગંધનો નાશ કરનાર છે. આ ગુણને કારણે ફુદીનાનો ઉપયોગ ચીઘમ, સાબુ, ટૂથપેસ્ટ વગેરેમાં વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. ફુદીનો સુગંધ માટે સંસારમાં સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.

ફુદીનાના પાન સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ શીતળ અને સ્ફુર્તિદાયક માનવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર ફુદીનો બીપી ને પણ કાબૂમાં રાખી શકે છે. તે સોજાને પણ ઉતારનાર છે. ફુદીનો હોજરીને પણ મજબૂત કરે છે અને પાચનશક્તિ સુધારે છે. કોઈ જીવડું કરડી ગયું હોય તો તેના ડંખ પર ફુદીનાનો રસ ચોપડવાથી તેનુ વિષ તરત જ ઊતરી જાય છે.

મધમાખી ના ડંખ માં આનો પ્રયોગ કરવામાં આવે છે. ફુદીનાની સુગંધી કોઈ વ્યક્તિ બેહોશ થઈ ગયો હોય તો એની તત્કાલ કારણથી પણ બેહોશી દૂર થવામાં સહાયતા મળે છે. ફેફસામાં વર્ષો જૂનો જામેલો કફ પણ નિરંતર ફુદીનાનો રસ સેવન કરવાથી દૂર થાય છે અને આજકાલ એ આપણે કફ આપણા શરીરમાં કે આપરા ફેફસામાં ન વધે તેની ખાસ કાળજી લેવી જોઈએ.

ફુદીનાનો રસ પીવાથી મિત્રો અરુચિ અને એના સ્વરૂપમાં જ બેચેની આવે છે. એ પણ આયુર્વેદ ના મત અનુસાર ફુદીનો સ્વાદિષ્ટ, રુચી આપનાર, મળ મૂત્ર અને નિયંત્રિત કરનાર એટલે કે તેને યથાવત રાખનારુ, કફ, ખાંસી, મંદાગ્નિ અને કૃમિ રોગને મટાડનાર છે. ઘરમાં ચારેબાજુ ફુદીનાના તેલનો છંટકાવ થાય તો માખી મચ્છર અને વંદા એ આ કુદરતી અને નૈસર્ગિક ક્રિયા થી દુર જતા રહે છે એ ભાગી જાય છે.

ફૂદીનાના પાન ચાવવાથી દાંત તથા પેઢાના રોગોથી બચી શકાય છે કારણ કે ફુદીનો એન્ટિસેપ્ટિક તરીકે કામ કરનારો છે.  જે વ્યક્તિને વધારે બોલવાનું રહેતું હોય છે, ગીતો ગાવાના હોય છે એવા લોકોએ ફૂદીના નો રસ, થોડું સિંધવ નમક નાખી મિક્સ કરી અને પીવાથી એનું ગળું સ્વચ્છ કરે છે. એનો રાગ પણ સારો રહે છે.

ઉધરસમાં ફુદીનાનો રસ, આદુનો રસ અને મધ મેળવીને પીવાથી ઉધરસ મટી શકે છે. એમાં તુલસીનો રસ પણ નાખી શકાય. એમાં અરડૂસીનો પણ સ્વરસ પણ નાખી શકાય. ફુદીનાના રસ, થોડું ગુલાબ જળ અને લીંબુ મિક્ષ કરી અને મો ધોવાથી સૂર્યપ્રકાશની ગરમી લાગતી નથી અને ત્વચા પર સારી રહે છે.

મોમાં ચાંદા પડ્યા હોય તો ફૂદીનાના પાન ચાવવાથી અથવા તો ફુદીનાનો રસ અને મધ એ બંને લગાડવાથી અથવા તેના કોગળા કરવાથી પણ ચાંદામામા ઝદપથી રુજ આવે છે . આથી છાતી તથા ફેફસાંમાં જામેલો કપ ફુદીનો મટાડી શકે છેઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.