ભાગદોડવાળી જિનદગીમાં આપણે કામમાં એટલા વ્યસ્ત થઇ ગયા છીએ કે આપણને ખાવા પીવાનો પણ સમય નથી. કામને વધુ પ્રાધાન્ય આપવાને કારણે થાકીને લોથપોથ થઇ જઈ જવાથી રાત્રે સારી રીતે સુઈ પણ નથી શકતા. આખા દિવસનો થાક દૂર કરવા માટે સૌથી ફાયદાકારક તેલ માનવામાં આવે છે.
જેમ કે માથામાં માલિશ કરવામાં આવે તો માથાના દુખાવામાં રાહત મળે છે. એ જ રીતે જો શરીરના અન્ય ભાગોમાં માલિશ કરવામાં આવે તો રક્ત પરિભ્રમણ સુધારે છે અને ઘણા ફાયદા પણ થાય છે.
તો આજના આ લેખમાં પગના તળિયા પર તેલની માલિશ કરવાથી કયા ફાયદા થાય છે તે વિશે જણાવીશું. તેનાથી તમને ગાઢ ઊંઘ પણ સારી આવશે અને બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થશે. તો ચાલો જાણીએ કે પગમાં તેલની માલિશ કરવાથી શું ફાયદા થાય છે.
સાંધાનો દુખાવો દૂર થાય છે : પગમાં તેલ લગાવવાથી પગના હાડકા મજબૂત બનાવી શકાય છે. આ સિવાય તે સાંધાના દુખાવા અને જકડાઈ ગયા હોય તો પણ તેમાંથી રાહત આપે છે. પગના તળિયા પણ મજબૂત થાય છે.
તિરાડ પડેલી એડી સારી રહેશે : જો તમે નિયમિતપણે પગમાં તેલની માલિશ કરો છો તો એડીઓની તિરાડો પણ મટે છે. તે તમારા પગને પણ સોફ્ટ બનાવે છે. પગના દુખાવા અને સોજા જેવી સમસ્યાને પણ દૂર કરે છે.
ગાઢ ઊંઘ આવશે : જો તમને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય અથવા અડધી રાત્રે તમારી આંખો ખુલી જાય છે તો તમે તમારા પગના તળિયામાં માલિશ કરીને સૂઈ શકો છો. તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે અને બેચેની પણ દૂર થશે.
દબાયેલી નસો ખુલશે : પગના તળિયા પર તેલની માલિશ કરવાથી તમારું રક્ત પરિભ્રમણ સુધરે છે. આ તમારા પગની દબાયેલી નસોને ખોલે છે. જો તમારી નસોમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થઇ જાય છે.
તણાવ અને ચિંતા દૂર થશે : તમે ચિંતા અને તણાવ દૂર કરવા માટે પગના તળિયા પર તેલ લગાવી શકો છો. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તેલ ખૂબ જ અસરકારક ઉપાય છે. તમારા પગમાં તેલ લગાવીને હળવા હાથથી મસાજ કરો. તમે ખૂબ જ આરામદાયક અનુભવ કરશો.
સરસો અથવા નારિયેળના તેલથી માલિશ કરો : તમે પગના તળિયાની માલિશ કરવા માટે તમે સરસોનું અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો પગના તળિયા પર દેશી ઘી પણ લગાવી શકો છો. કોઈપણ તેલ અથવા ઘીનો ઉપયોગ કરતા પહેલા તેને સહેજ ગરમ જરૂર કરવું જોઈએ.



