પરિવારનો પાયો ગણાતી મહિલાઓ શું તેમની પોતાની સંભાળ રાખી શકે છે? જવાબ હશે કદાચ નહિ. પરિવારના દરેક સભ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એટલે કે જે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય, આહાર અને બાળકોના શિક્ષણની તમામ જવાબદારી સંભાળવાની પોતાની ફરજ માનવાવાળી મહિલાઓ તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે એટલી કાળજી નથી લેતી.
કદાચ સ્ત્રીઓ તેમના ઘર, પતિ અને બાળકોની સંભાળમાં એટલી ખોવાઈ જાય કે તેમને તેમના જ સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. પણ ઘણીવાર આંગળીઓ માં દુખાવો ચાલુ થઇ જાય છે અને તે શરૂઆતમાં તેના પર ધ્યાન નથી આપતા. પછી જયારે આ દુખાવો વધારે થઇ ગયા પછી તે ડોક્ટરને બતાવ્યા ગયા પછી ખબર પડી કે આ દુખાવો વિટામિન ડીની ઉણપને કારણે થાય છે.
ઘણી વાર એવું પણ લાગે કે જો મેં પહેલા જ મારી તબિયત પર ધ્યાન આપ્યું હોત તો મારી આ હાલત ના હોત. તમે પણ આમાંથી બોધપાઠ લઈને ડોક્ટર જોડે તમામ જરૂરી પરીક્ષણો કરવો. જો તમે પણ તમારા સ્વાસ્થ્યની અવગણના કરો છો તો તે કરવાનું બંધ કરો.
કારણ કે પરિવારને ખુશ જોવાની પહેલી શરત જ છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. અને આ માટે 30 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ આ જરૂરી ટેસ્ટ જરૂરથી કરાવવા જ જોઈએ. તો ચાલો જાણીયે કે 30 વર્ષની ઉંમર પછી મહિલાઓએ કયા મહત્વના ટેસ્ટ કરાવવા જોઈએ.
વિટામિન ડી : આજના યુગમાં આપણે લોકો પ્રકૃતિમાં ઓછો અને ACમાં વધારે સમય વિતાવીએ છીએ. એવામાં જ આપણા શરીરમાં વિટામિન-ડીની ઉણપ થઇ જાય છે. તેથી જ 30 વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે વિટામિન-ડીનો ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે.
વિટામિન-ડી એ ફૈટમાં મળતા પ્રો-હોર્મોન્સનું એક ગ્રુપ છે, જે આંતરડામાંથી કેલ્શિયમ શોષીને તેને હાડકાં સુધી પહોંચાડે છે. આ સિવાય શરીરમાં વિટામિન ડી-3 ની ઉણપ પણ કમજોર હાડકાં માટે જવાબદાર હોઈ શકે છે.
થાઇરોઇડ : અત્યારની જીવનશૈલી પ્રમાણે 30 વર્ષ પછી સ્ત્રીઓએ થાઇરોઇડનો ટેસ્ટ જરૂર કરાવવો જ જોઇએ. કારણ કે થાઈરોઈડ સ્ત્રીઓમાં થનારી એક સામાન્ય સમસ્યા છે. જો તમને પણ થાક, માંસપેશીઓમાં દુખાવો, ભૂખ વધારે લાગવી કે ઓછી લાગવાની સમસ્યા હોય તો તમારે થાઈરોઈડ ટેસ્ટ માટે T3, T4 અને TSH બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. આ રિપોર્ટ દ્વારા થાઇરોઇડની અધિકતા અને ઉણપની ખબર પડે છે.
પેપ સ્મીયર ટેસ્ટ : આજકાલ ગર્ભાશયના કેન્સરનું જોખમ ઘણું વધારે વધી ગયું છે. આ કારણોસર વધતી ઉંમરની દરેક સ્ત્રીએ ગર્ભાશય સંબંધિત પરીક્ષણ જરૂરથી કરાવવું જોઈએ. ગર્ભાશયના કેન્સરને ઓળખવા માટે એક ખાસ ટેસ્ટ કરવામાં આવે છે જેને પેપ સ્મીયર ટેસ્ટ કહે છે. જો આ રોગની સમયસર ખબર પડી જાય તો તેની સારવાર પણ શક્ય છે.
બીએમઆઈ ટેસ્ટ : 30 વર્ષની ઉંમર પછી નિયમિતપણે BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ તપાસવું ખૂબ જ જરૂરી છે, તેથી વર્ષમાં એકવાર બીએમઆઈ જરૂરથી કરાવો. બીએમઆઈ જણાવે છે કે શું શરીરનું વજન ઊંચાઈના પ્રમાણમાં ઠીક છે કે નથી. સ્ત્રીઓ માટે આદર્શ BMI 22 સુધી હોય છે. તેનાથી વધારે બીએમઆઈ મોટાપા અને નબળા સ્નાયુઓનું કારણ બની શકે છે.
ડિપ્રેશન ટેસ્ટ : તમે જાણો છો કે આજની સ્ત્રીઓ પોતાના પરિવાર અને ઓફિસના કામમાં એટલી ફસાઈ ગઈ છે કે તેઓ પોતાના ખાવા-પીવાની અને યોગ્ય આરામની સારી રીતે કાળજી રાખી શકતી નથી. જેના કારણે તેમને ડિપ્રેશન આવવા લાગે છે.
ત્યાં સુધી કે ગર્ભાવસ્થા દરમિયાન પણ ડિપ્રેશન થવાનું શરૂ થાય છે. તેથી ડિપ્રેશન ઘટાડવા માટે સ્ત્રીઓએ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. સ્ક્રિનિંગ ટેસ્ટમાં ડૉક્ટર ઊંઘની આદતો, સમસ્યાઓ, મનમાં દબાયેલી ઈચ્છાઓ અને મનપસંદ પ્રવૃત્તિઓ વગેરે વિશે પ્રશ્નો પૂછે છે જેનાથી સ્ત્રીઓમાં ડિપ્રેશન ઘટી શકે છે.
બ્લડ પ્રેશર ટેસ્ટ : 30 વર્ષની ઉંમર પછી બીપીની સમસ્યા થઇ જાય છે તેથી મહિનામાં એકવાર બીપીની તપાસ જરૂર કરાવો. હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડની, હાર્ટ અને બ્રેન સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.
હિમોગ્લોબિન : આ વાત્ત તો આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળતી હોય છે. તેથી જ મહિલાઓએ વર્ષમાં એકવાર હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે.
ડાયાબિટીસ : જો તમે 30 વર્ષની ઉમર વટાવી ગયા છો અને તમારું વજન વધારે છે, ડાયાબિટીસનો પારિવારિક ઇતિહાસ છે અને ગર્ભાવસ્થા દરમિયાન તમને ડાયાબિટીસ હોવાનું જાણવા મળ્યું હોય, તો વર્ષમાં એકવાર બ્લડ સુગર લેવલની તપાસ જરૂરથી કરાવવી. વધી ગયેલી સુગર ડાયાબિટીસનું કારણ બની શકે છે .
જીન ચેકઅપ : આ ચેકઅપ દરમિયાન તમારા બ્રેસ્ટનું ઈન્ટરનલ ચેકઅપ કરે છે જેથી બ્રેસ્ટમાં કોઈ ગઠ્ઠો (લમ્પ) હોય તો સમયસર જાણી શકાય અને સમયસર તે સમસ્યાનો ઉકેલ આવી જાય. તો રાહ શેની જુઓ છો જો તમારી ઉંમર પણ 30 વર્ષથી વધારે થઇ ગઈ છે તો આજે જ તમારા ડોક્ટરને મળો અને આ ટેસ્ટ કરાવો.