Farali Sukibhaji Recipe
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં છે. નાના મોટા સૌ કોઈને પણ બટેટા તો ભાવતા જ હોય છે. બટેટા વગર ફરાળ અધુરું છે.સાછુ ને?…. દરેક ફરાળી ડિશમાં બટેટાનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. બટાટાની રોઝડ એવી એક શાક છે જે ઉપવાસ દરમિયાન ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે.

સામગ્રી

  • ૫૦ ગ્રામ સમારેલા બટેટા લેવ
  • ૧ કપ શીંગદાણાનો ભૂકો લેવો
  • ૧ ચમચી આખુ જીરુ લેવુ
  • ૧ ચમચી તલ લેવા
  • મીઠું સ્વાદાનુસાર લેવું
  • સજાવટ માટે કોથમીર
  • ૨ ચમચાં વાટેલાં લીલા મરચાં લેવા
  • ૨ ચમચા તેલ લેવુ
  • ૧ ચમચી ખાંડ લેવિ
  • ૧ ચમચી લીંબુનો રસ લેવો
  • ૪-૫ પાન મીઠો લીમડો લેવો
  • જરૂર મુજબનું પાણી લેવુ.

Farali Sukibhaji Recipe

બનાવવાની રીત

ઍક બાઉલમાં સમારેલા બટેટા અને યોગ્ય પ્રમાણમાં પાણી લઇ તેણે ૧૦ મિનિટ માઇક્રો કરો. બીજા બાઉલમાં તેલ મૂકી તેમાં શીંગદાણાનો ભૂકો, આખુ જીરુ, તલ, મીઠું અને વાટેલાં લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ અને મીઠો લીમડો ઉમેરી પાંચ મિનિટ માઇક્રો કરો. હવે વઘાર થઇ ગયા પછી તેમાં બાફેલાં બટેટા ઉમેરી બરાબર હલાવી ફરી ૩ મિનિટ માટે માઇક્રો કરો. સૂકીભાજીને બીજા બાઉલમાં કાઢી ઉપર સમારેલી કોથમીરથી સુશોભન કરી પીરસો જે જમવામા  એક્દમ સરસ તૈયાર થઇ ગઇ હસે . આ સૂકીભાજી રાજગરાની પૂરી સાથે વધારે સારી લાગશે.