chaat masala
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચાટ મસાલા (Chaat Masala recipe):  ચાટ ખાવાનું બધાને  ગમે છે. ઘણી વાર આપણે ઘરે ચાટ પણ બનાવીએ છીએ, આ માટે આપણને ચાટ મસાલાની જરૂર હોય છે અને  આપણે બજારમાંથી લાવિયે પન છિયે. તો આવો, આજે આપણે ઘરે ચાટ મસાલા બનાવીએ.

સામગ્રી

  • 50 ગ્રામ ધાણા લેવા
  • 25 ગ્રામ જીરું લેવુ
  • 10 ગ્રામ તજ લેવા
  • 10 ગ્રામ કાશ્મીરી મરચાં લેવા
  • 5 ગ્રામ લવિંગ લેવુ
  • 1 ટેબલસ્પૂન સંચળનો પાઉડર લેવો
  • 1 ટેબલસ્પૂન મરીનો પાઉડર લેવો
  • 2 ટેબલસ્પૂન અનારદાણા લેવા
  • 1/2 ટીસ્પૂન હિંગ લેવી

chaat masala

ચાટ મસાલા બનાવવાની રીત

ચાત મસાલો બનાવવો એક્દમ સરળ છે. સૌથી પહેલા ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. હવે તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો.