ફણગાવેલા કઠોળ ના ફાયદા: આપણા ખોરાકમાં અનાજ, કઠોળ અને શાકભાજી વગેરેનો સમાવેશ કરવો આપણા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. એમાં પણ જો કઠોળની વાત કરીએ તો બધા જાણો લોકો જાણો જ છો કે ફણગાવેલા કઠોળ ખાવા શરીર માટે ખુબજ વધારે ફાયદાકારક છે પરંતુ અહીંયા તમણે તેના વિશેષ ફાયદાઓ વિશે જણાવીશું.
ફાયદાઓ જાણી જે લોકો ફણગાવેલા કઠોળ નહીં ખાતા હોય તે લોકો પણ ફણગાવેલા કઠોળ ચોક્કસથી ખાતા થઈ જશે. આપણા શરીરને દરેક પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. જો એક પણ પોષક તત્વોની ઉણપ આવે તો આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થવા માંડે છે.
તો ફણગાવેલા કઠોળ માંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામિન જેવા પોષક તત્વો પણ મળે છે. જે વ્યક્તિનું શરીર નબળું હોય તેને ફણગાવેલા કઠોળ ખાવા જ જોઈએ.
ફણગાવેલા કઠોળને અમૃત આહાર કહેવામાં આવે છે. શરીરને નિરોગી બનાવે છે અને બીમારી સામે રક્ષણ પ્રદાન કરે છે. ફણગાવેલું અનાજ પચવામાં હલકું હોય છે. અનાજ જ્યારે સૂકું હોય છે ત્યારે તેમાં વિટામિન ની હાજરી હોતી નથી હોતી, પરંતુ જ્યારે તે અંકુરિત થઈને ફણગા ફોડે છે ત્યારે તેમાં વિટામિન નું પ્રમાણ વધારે હોય છે.
ફણગાવેલા અનાજ માં પોષક તત્વોમાં ચાર ગણો વધારો થાય છે. આ ઉપરાંત વિટામિન કે નો પણ વધારો થાય છે જે આપણા રક્ત અને લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ફણગાવેલા કઠોળ શરીરમાંથી થાક અને બહારનું ખાવાથી થયેલા એસિડને દૂર કરે છે. સાથે સાથે આપણા શરીરમાં એક નવી જ ઉર્જા આપે છે.
ફણગાવેલા કઠોળમાં સેલ્યુલોઝ અને રેસાયુક્ત હોવાને કારણે કબજિયાત અને હરસ ની તકલીફ ક્યારેય થતી નથી. હવે આપણે જોઈએ ફણગાવેલા કઠોળ ખાવાથી થતા ફાયદા વિશે.
1) લોહીની અશુદ્ધિ દૂર કરે છે: ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહી સાફ કરે છે. લોહી સાફ થઈ જાય તો લોહીના કારણે જે બીમારીઓ થાય છે તે દૂર થાય અને લોહી સાફ કરવાથી ત્વચા સંબંધી બીમારીમાં પણ રાહત મળે છે.
2) પાચનને સારું રાખે: પાચન માટે ફણગાવેલા કઠોળ ને ખુબજ સારો ખોરાક ગણવામાં આવે છે. ફણગાવેલા કઠોળમાં વિટામીન એ, બી, સી અને આયર્ન, મેગ્નેશિયમ જેવા બધા જ પોષક તત્વો હોય છે. તેમજ તેમાં ફાઇબર ની પણ ખૂબ જ માત્રા હોય છે. તમારી હેલ્થ માટે ખૂબ જ સારું છે.
3) હાડકા મજબુત કરે: ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમ સૌથી વધુ આવેલું હોય છે. માટે જો દરરોજ એક વાટકી ફણગાવેલા કઠોળ બાળકો અને વૃદ્ધોને આપવામાં આવે તો તેમના હાડકા મજબુત રહે છે અને શરીરમાં કેલ્શિયમની ઊણપ ક્યારેય સર્જાતી નથી.
4) મેદસ્વીતા દૂર કરે છે: જેમનું વજન વધારે હોય, જે લોકોને થાક વધારે લાગતો હોય, જે લોકોને આળસ વધારે આવતી હોય તે લોકોએ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. ફણગાવેલ અનાજ શરીરમાંથી એસિડને દૂર કરે છે અને શરીરમાં ઉર્જા વધારે છે. તેમજ વધારાની કેલેરી ઘટાડે છે .
5) હૃદય માટે ફાયદાકારક: કઠોળને હૃદય માટે ખુબજ સારું માનવામાં આવે છે. ફણગાવેલા કઠોળમાં પોટેશિયમ તેમ જ ફેટી એસિડ આવેલા હોય છે જે હૃદયના રોગો માટે ખૂબ જ મહત્વના છે. ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હાર્ટ એટેકનો આવવાનો ખતરો ઓછો જોવા મળે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.