ડુંગળી ખાવાના અનેક ફાયદાઓ – Dungri Khavana Fayda

Dungri Khavana Fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ડુંગળી દરેક ના ઘરે ખવાતી હોય છે. ડુંગળી એક એવી વસ્તુ છે જેને તમે બારેેેેેમાસ ઉપયોગ મા લઇ શકો છો. તો આ ડુંગળી ખાવાથી આપણા શરીર ને ફાયદા થાય છે તે પણ જાણવુ જરુરી છેેે. ડુંગળી સ્વાસ્થ્ય અને સુંદરતાનો ખજાનો છે. ડુંગળીમાં એન્ટી ઇન્ફલેમેટરી  ગુણો મળી આવે છે.

આ સિવાય ડુંગળી માં એન્ટી એલર્જીક, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક ગુણ પણ હોય છે. આ સાથે ડુંગળીમાં ભરપૂર માત્રામાં વિટામીન એ બી૬ અને સી પણ મળી આવે છે. ઉનાળામા  ડુંગળી ખાવાથી લૂ  નથી લાગતી.  ડુંગળીનો રસ લગાડવાથી ખરતા વાળ બંધ થઈ જાય છે અને વાળને વધવામાં પણ અને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. 

ડુંગળી બ્લડશુગરને નિયંત્રિત કરે છે. અસ્થમા ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ડુંગળી ત્વચા ને પણ હેલ્ધી બનાવે છે.  ડુંગળી એનીમીયા સામે પણ લડે છે અને કેન્સરથી પણ રક્ષણ આપે છે.  ડુંગળી માં એમિનો એસિડ અને મિથેલ મળી આવે છે.  જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે  ડુંગળી કાપવાથી આંખોમાં આંસુ આવે છે અને આ સલ્ફર દ્વારા શરીરમાં પ્રવેશે છે ત્યારે આ સલ્ફર માં રહેલું એક તેલ એનીમીયાની બીમારી ને દૂર કરે છે. કાચી ડુંગળી બ્લડપ્રેશરને નોર્મલ રાખવામાં વધારે મદદ કરે છે.  ડુંગળી બંધ થઈ ગયેલી  ધમનીઓને ખોલવામાં મદદ કરે છે.

જેના કારણે હૃદયની બીમારીઓ ની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. શરદી ખાંસી અને તાવમાં કાચી ડુંગળી ખૂબ જ લાભકારક હોય છે. તમારે ફક્ત કાચી ડુંગળી નો રસ કાઢીને તેનું સેવન કરવાનું છે. ડુંગળીના રસમાં તમે ગોળ કે મધ પણ મેળવી શકો છો. તેને લીધે ગળામાં ખારાશ હોય તો તે પણ દુુુર થઈ જાય છે. ડુંગળીમાં સલ્ફર ની માત્રા ખૂબ વધારે હોય છે તેથી કેટલાય પ્રકારના કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

કાચી ડુંગળી ખાવાથી પેટ નું કેન્સર, ફેફસાનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. એમાં રહેલું વિટામિન સી અને કેલ્સિયમ ઓરલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. આ કારણથી પણ કાચી ડુંગળીનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે થાય છે.

યુરીન ને લગતી બીમારીઓ પણ કાચી ડુંગળી ખાવાથી થીક થાય છે. કાચી ડુંગળી મા વધુ માત્રામા ફાઇબર હોય છે, જે પેટ સાફ કરવામા મદદ કરે છે.  તેથી કબજીયાતના દર્દીઓ એ ડુંગળી ખાવી જોઈએ. પરંતુ જે લોકોને લીવરની સમસ્યા હોય તે લોકોએ કાચી ડુંગળી ન ખાવી જોઈએ.

ડુંગળીના કેટલાક ઘરગથ્થુ ઉપાયો:  શરીર નો કોઈ ભાગ બારુદ થી બળી ગયો હોય તો તે સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી રાહત થાય છે. એવી વ્યક્તિ જેને તમાકુ ખાવાની આદત ન હોય અને જો તે ભૂલથી તમાકુ ખાય એ તો તેને ગભરામણ થવા લાગે છે. આવા દર્દીઓને બે ચમચી ડુંગળીનો રસ પીવાથી તરત જ લાભ થાય છે. 

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.