dry fruits laddu recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલો મિત્રો, આજે તમારી સાથે શેર કરીશું સુગર ફ્રી ડ્રાયફ્રુટ લાડવા, આ રેસિપિ એ લોકો માટે છે જેમને સ્વીટ ખાવાનું પસંદ છે પણ ડાઈટ ના લીધે ખાઈ શકતા નથી. તમે કોઈ પણ પ્રકારની ખાંડ નો ઉપયોગ કર્યા વગર બનાવી શકો છો અને તેને ફ્રિજ માં કે એરટાઈટ કન્ટેનરમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો જોઈએ રેસિપી.

  • સામગ્રી:
  • 50 ગ્રામ બદામ
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ પિસ્તા
  • 50 ગ્રામ અખરોટ
  • 50 ગ્રામ ખજૂર (ઠરીયા કાઢી લેવા)
  • 50 ગ્રામ અંજીર (ટુકડા કરી લેવા)
  • 50 ગ્રામ સૂકી દ્રાક્ષ (કિસમિસ)
  • 1 ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  • 5 મોટી ચમચી ઘી

બનાવવાની રીત:

સૌ પ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી લો. હવે તેમાં 50 ગ્રામ કાજુ એડ કરીને 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો. થોડો કલર બદલાઈ જાય ત્યાં સુધી કરો. રોસ્ટ થઇ ગયા પછી તેને પેનમાંથી કાઢીને એક વાસણમાં કાઢી લો અને કાજુને ઠંડા થવા દો.

હવે તેજ રીતે બદામ ને પણ ડ્રાય રોસ્ટ કરી લેવાની છે તો પેનમાં 1/2 ચમચી ઘી એડ કરીને બદામ ને ઉમેરીને 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો. થોડો કલર બદલાઈ જાય ત્યાં સુધી કરો. રોસ્ટ થઇ ગયા પછી તેને પેનમાંથી કાઢીને એક વાસણમાં કાઢી લો અને બદામને ઠંડી થવા દો.

હવે તેજ રીતે પિસ્તાનેને પણ ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે, તો પેનમાં 1/2 ચમચી ઘી એડ કરીને પિસ્તાને ઉમેરીને 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો. વધારે રોસ્ટ કરવાથી બળી શકે છે અને સ્વાદ પણ બગાડી શકે છે તો ધ્યાન રાખવું. રોસ્ટ થઇ ગયા પછી તેને પેનમાંથી કાઢીને એક વાસણમાં કાઢી લો અને પિસ્તાને ઠંડા થવા દો

અખરોટને પણ તેજ રીતે 1 મિનિટ માટે રોસ્ટ કરી લો. પણ ધ્યાન રાખો કે સૂકી દ્રાક્ષને ડ્રાય રોસ્ટ કરતી વખતે 30 સેકન્ડ સુધી જ રોસ્ટ કરવાની છે. હવે છેલ્લે પેનમાં 1 ચમચી ઘી નાખીને અંજીર અને ખજૂર ને એડ કરી 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો કારણકે આ બંને કુદરતી રીતે સ્વીટનર હોય છે.

હવે આ બધા ડ્રાયફ્રૂટને ઠંડા થઇ ગયા પછી અલગ અલગ મિક્સર જારમાં ગ્રાઈન્ડ કરી લો અને બધા મિશ્રણ ને એક બાઉલમાં કાઢી લો.
હવે મિશ્રણ ઉપર એક ચમચી ઈલાયચી પાઉડરને એડ કરી સારી રીતે મિક્સ કરી છેલ્લે 4 ચમચી ઘી એડ કરી સારી રીતે હાથની મદદ થી મિક્સ કરી લો.

હવે તમે તમારી રીતે નાના મોટા લાડવા બનાવી લો. નાના લાડવા બનાવશો તો 20 થી 22 જેવા લાડવા આરામથી બની જશે. તમે દરરોજ એક લડવાનું સેવન કરી શકો છો. હવે એરટાઈટ કન્ટેનરમાં ભરીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

અહીંયા આ મિશ્રણના લાડવા બનાવવા માટે કોઈ પણ પ્રકરની બીજી વસ્તુ એડ કરવાની નથી, કારણ કે દ્રાક્ષ, અંજીર અને ખજૂર હોવાથી ગળપણ આવી જશે અને જે લાડવા બને તે માટે ચિકાસ (સ્ટિકિનેસ) પણ આવી જશે.

ફાયદા: આપણે જાણીયે છીએ કે ડ્રાય ફ્રૂટ ખાવાના ઘણા બધા ફાયદા હોય છે જેમ કે બદામએ વાળ માટે, સ્કિન અને યાદશક્તિ વધારવા માટે ફાયદાકારક છે. પિસ્તા એક એવું ડ્રાયફ્રુટ છે જેમાં સૌથી ઓછી કેલરી હોય છે અને પ્રોટીન વધુ હોય છે.

અખરોટ પણ મગજ માટે સારું ગણવામાં આવે છે અને એમ ઓમેગા 3 પણ હોય છે. કિસમિસ વધુ પ્રમાણમાં આયર્ન હોય છે, જેમને લોહીની ઉણપ હોય છે તે લોકો માટે કિસમિસ ફાયદાકારક માનવામાં આવે છે.

ખજૂર વજન વધારવામાં અને હાઈ પ્રોટીન માટે ખાવામાં આવે છે અને સાથે સાથે પાચનશક્તિ મજબૂત બનાવવા પણ ઉપયોગી છે. આવી જ રીતે અલગ અલગ ડ્રાયફ્રુટમાં જુદા જુદા સ્વાસ્થ્યને લગતા ફાયદા છે .

ઘી નો ઉપયોગ તો દરરોજ કરતા હોઈએ છીએ, આપણે જાણીયે છીએ કે તે હાડકાને મજબૂત કરે છે અને વજન ઘટાડવા અને સ્કિન માટે પણ ઉપયોગી છે. જેમને વજન ઓછું કરવું છે તેમને દરરોજ 2 ચમચી ઘી ખાવું જોઈએ.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “સુગર ફ્રી ડ્રાયફ્રુટ લાડવા, લોહીની ઉણપ, યાદશક્તિ, થાક, નબળાઇ, કમરનો દુખાવો, માથાનો દુખાવો દૂર કરે છે આ લાડવા”

Comments are closed.