dosa chutney recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઢોસા એક એવો સાઉથ ઇન્ડિયન ડીશ છે, જે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પણ દેશના બીજા દરેક ભાગોમાં પણ ખૂબ જ ઉત્સાહથી ખવાય છે. પેપર ઢોસાથી લઈને મસાલા ઢોસા સુધી ઢોસાની ઘણી બધી વેરાઈટી છે. ઢોસાનો સ્વાદ ત્યારે વધે જ્યારે તેની સાથે સંભાર અને ચટણી ખાવામાં આવે.

સામાન્ય રીતે દર વખતે ઢોસાની સાથે નારિયેળની ચટણી પીરસવામાં આવે છે. પરંતુ એ જરૂરી નથી કે દર વખતે માત્ર નાળિયેરની ચટણી જ બનાવીને જ ખાવી જોઈએ. બીજી ઘણી પ્રકારની ચટણીઓ છે જે ઢોસા સાથે પીરસી શકાય છે અને તેથી હવે જો તમે ઢોસાને અલગ રીતે ચાખવા માંગતા હોય તો તમે ચટણીની સાથે થોડો પ્રયોગ કરી શકો છો.

આ વાત સાચી છે કે કેરીની લીલી ચટણી ઢોસાની સાથે બનાવી શકાતી નથી. પણ હજી પણ તમારી પાસે ચટણીની વાનગીઓમાં કોઈ અછત નથી. તો આજે આ લેખમાં અમે તમને ઢોસા સાથે વિવિધ પ્રકારની ચટણી બનાવવાના કેટલાક આઈડિયા શેર કરી રહ્યા છીએ, જે તમને ચોક્કસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

તુલસીની ચટણી : જો તમે ઢોસા જોડે અલગ પ્રકારની ચટણી પીરસવા માંગતા હોય તો તુલસીની મદદથી ચટણી બનાવી શકાય છે. આમાં તમે બીજી ઘણી સામગ્રીઓને મિક્સ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવી શકો છો.

તુલસીની ચટણીની માટે સામગ્રી : 150 ગ્રામ તુલસીના પાન, 100 ગ્રામ કોથમીર, 200 ગ્રામ ડુંગળી સમારેલી, 250 ગ્રામ સફરજન (છાલ કાઢીને કાપેલા), 1 લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 50 ગ્રામ આદુ, બે ચમચી આમલીની પેસ્ટ

તુલસી ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા બ્લેન્ડર લઈને તેમાં તુલસી, કોથમીર, ડુંગળી, સફરજન, લીલા મરચાં, મીઠું, આદુ અને આમલીની પેસ્ટ ઉમેરો. પછી તમે તેને બ્લેન્ડ કરો. તમારી તુલસીની ચટણી બાઈ ગઈ છે. હવે તમે તેને ફ્રિજમાં રાખો અને ઠંડી પીરસી શકો પીરસી શકો.

લસણની ચટણી : જો તમને લસણ ખાવાનું પસંદ હોય તો તમે તેને ઢોસા જોડે લસણની ચટણી બનાવીને સર્વ કરી શકો છો અને તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે.

લસણની ચટણી માટે સામગ્રી :100 ગ્રામ લસણ છીણેલું, 25 ગ્રામ સૂકા લાલ મરચાં સમારેલા અને વિનેગરમાં પલાળેલા, સ્વાદ પ્રમાણે મીઠું

લસણની ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા બ્લેન્ડરની બરણીમાં લસણ, મીઠું અને લાલ મરચું નાખીને તેને બ્લેન્ડ કરો. તેની સાથે પાણી નાખવાનો પ્રયત્ન ના કરો.

કેરી અને નાળિયેરની ચટણી : જો તમને કેરી ખાવી ગમે છે તો તમે તેને નારિયેળની ચટણીમાં કેરીનો ઉપયોગ કરીને નવો ટેસ્ટ આપી શકો છો અને તેને ઢોસા સાથે પીરસી શકો છો.

કેરી અને નાળિયેરની ચટણી બનાવવા માટે સામગ્રી : 1/2 કપ કાચી કેરી નાના ટુકડા કરેલી, 1 કપ છીણેલું નાળિયેર, 4 સ્મોક્ડ લાલ મરચા, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, નાળિયેર તેલ

કેરી અને નાળિયેરની ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા બ્લેન્ડરમાં છીણેલું નાળિયેર, લાલ મરચું, જીરું અને મીઠું ઉમેરો, હવે તેને પીસી લો. પછી, છેલ્લે કેરી ઉમેરો અને તેને પણ ગ્રાઇન્ડ કરીને છેલ્લે, તમે તેમાં નાળિયેર તેલ ઉમેરો. તમારી કેરી અને નાળિયેરની ચટણી બનીને તૈયાર છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા