aloo paratha banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આલુ પરાઠા કોને નહિ પસંદ હોય. બાળકો હોય કે વડીલો જયારે આલુ પરાઠાનું નામ પડે એટલે તરત જ મોમાં પાણી આવી જાય છે, આવે પણ કેમ નહિ, આ પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જરા કલ્પના કરો કે જો તમને ગરમ ક્રિસ્પી આલુ પરાઠા પર માખણ લગાવી આપવામાં આવે અને તમારી મનપસંદ મસાલા ચા મળી જાય તો જલશો પડી જાય ને.

સાચે જ આલુ પરાઠા એ એક એવી વાનગી છે જે ફક્ત કોઈપણ સમયે અને કોઈપણ પ્રસંગે સરળતાથી બનાવી શકાય છે અને તેનો સ્વાદ પણ પૂરેપૂરો માણી શકાય છે. પરંતુ કેટલીકવાર તમે આ આલુ પરોઠાનો ફક્ત એટલા માટે ભરપૂર માજા માણી નથી શકતા કારણ કે તેને બનાવવું તેમને મુશ્કેલ કામ લાગે છે, તો અમે તમને રસોઈનીદુનિયાની રસોઈ સ્કૂલમાં આવી કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

જેની મદદથી તમે માત્ર થોડી જ મિનિટોમાં સ્વાદિષ્ટ આલુ પરાઠા બનાવી શકો છો, સાથે તમે દાદીના કેટલાક સરળ નુસ્ખા થી તમારા આલુ પરાઠાનો સ્વાદ અનેકગણો વધારી શકશો. તો રાહ શેની જુઓ છો, તૈયાર થઇ જાઓ, પરફેક્ટ આલુ પરાઠા બનાવવા માટે. જાણો આલુ પરાઠા બનાવવાની સરળ ટિપ્સ

આલુ કેવી રીતે મસાલાનું સ્ટફિંગ ભરવું અને કેવી રીતે કણક બાંધવી : જ્યારે પણ તમે આલૂ પરાઠા બનાવવા જાઓ છો, તો તેના સ્વાદ માટે સૌથી જવાબદાર હોય છે, તેનું મસાલા સ્ટફિંગ, પણ જો ફિલિંગ જ સ્વાદિષ્ટ નહિ હોય તો પછી પરોઠાનો સ્વાદ સારો ના હોઈ શકે. તેની સ્ટફિંગ તૈયાર કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તમારે બટાકાને બાફ્યા પછી સારી રીતે મેશ કરવા જોઈએ.

જો તમે ઈચ્છો તો બાફેલા બટાકાને છાલ નીકાળી છીણી શકો છો જેથી તેને બારીક પેસ્ટ બની શકે. ક્યારેય બટાકાની પેસ્ટની વચ્ચે જાડો ટુકડો ના આવવો જોઈએ, નહીં તો જ્યારે તમે તેને કણકની અંદર ભરો છો, ત્યારે પરાઠા રોલ કરતી વખતે તૂટવા લાગશે.

જ્યારે તમે આલુ પરોઠા માટે કણક ગૂંથી રહ્યા હોય ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખો કે કણક બાંધતી વખતે, જરૂર મુજબ મીઠું ઉમેરો જેથી બટાકાની સ્ટફિંગ અને મીઠું કણકમાં સારી મિશ્રણ મેળવી શકે.

આલુ પરાઠા માટે લોટ બાંધ્યા પછી તેને ઓછામાં ઓછી 10 મિનિટ માટે ઢાંકીને રાખો. પરાઠામાં ભરણ ઉમેરી લીધા પછી જ્યારે તમે પરાઠા બનાવો છો, ત્યારે તેને હળવા હાથે વણો. જેથી ભરણ બહાર ના આવી જાય.

ટિપ્સ 1 : આજકાલ મહિલાઓને સમય ના હોવાના કારણે આલુ પરાઠા બનાવવાનું મુશ્કેલ લાગે છે. એટલા માટે હું તમને દાદીની એક સરળ ટિપ્સ જણાવીશ. જો તમે ફટાફટ આલુ પરાઠા બનાવી રહ્યા છો, તો બટાકાનું સ્ટફિંગ (ભરણ) અને બાંધેલો લોટ અલગથી તૈયાર કરવાને બદલે, બાફેલા બટાકાને સારી રીતે મેશ કરીને તેને લોટની સાથે જ ભેળવો અને આ બંને સામગ્રીઓ સાથે બધા મસાલા મિક્સ કરો અને કણક બનાવેલી લો. આ કણકમાંથી પરાઠા માટે ગુલ્લાં અલગ કરો અને પરાઠાને હળવા હાથે વણીને પરાઠા બનાવો. ચોક્કસ આ ટિપ્સથી તમે ખૂબ ઓછા સમયમાં ક્રિસ્પી આલુ પરાઠા તૈયાર બનાવી શકો છો અને તેનો સ્વાદ પણ લાજવાબ હશે.

ટિપ્સ 2 : જો તમે કણકની અંદર ભરીને પરાઠા નથી બનાવી શકતા, તો તમે બીજી સરળ ટિપ્સથી પરાઠા બનાવી શકો છો. આ માટે બે સરખા આકારની રોટલી બનાવો અને આ બંને રોટલીની વચ્ચે સ્ટફિંગ એટલે ભરણ પાતળું પડ ફેલાવો. બંને રોટલીઓને એક સાથે ચોંટાડો જેથી બટાકાનું પડ બહાર ના આવે અને તેને પરાઠાના આકારમાં તેને બધી બાજુથી સારી રીતે બંધ કરતા વણી લો. આમ કરવાથી સ્ટફિંગ બહાર પણ આવશે નહિ અને આલુ પરાઠા સરળતાથી તૈયાર થશે.

આ ભૂલો ના કરવી : ક્યારેય આલુ પરાઠા બનાવતી વખતે તમારે ગરમ બટાકા ભરણનો ઉપયોગ નાકરવો જોઈએ. પરાઠામાં ભરતા પહેલા બટાકાના સ્ટફિંગને સંપૂર્ણપણે ઠંડુ કરવું જરૂરી છે. જો તમે ઉતાવળમાં પરાઠા બનાવી રહ્યા હોય અને સ્ટફિંગ ગરમ છે, તો તેને 5 મિનિટ માટે ફ્રીઝરમાં રાખો અને ઠંડુ થયા પછી જ પરાઠામાં ભરો.

લોટ ગૂંથતી વખતે વધારે પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે તતમે લોટમાં મીઠું મિક્સ કરો છો એટલે થોડા સમય પછી લોટ થોડો ભીનો (ઢીલો) થઇ જાય છે. એટલે તેનો સામાન્ય કણક તૈયાર કરો. જ્યારે પણ તમે આલુ પરાઠાને તવા પર શેકો છો ત્યારે ધ્યાન રાખો કે પહેલા તેને થોડી વાર માટે ફૂલ ગેસ પર શેક્યા પછી તેમાં તેલ અથવા ઘી લગાવો અને ગેસ ધીમો કરો.

બંને બાજુએ એક જ ટિપ્સ અપનાવો અને પરાઠાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. આલુ પરાઠા બનાવવા માટે હંમેશા તાજા બાફેલા બટાકાનો જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે એક દિવસ પહેલા બટાકાનો ઉપયોગ કરો છો તો તેનાથી પાણી અલગ થવાનું શરૂ કરે છે અને ભરણ ખૂબ ભીનું થઈ જાય છે અને પરાઠામાંથી બહાર આવી જાય છે.

જો તમે પરાઠાને શેકવા માટે માખણનો ઉપયોગ કરી રહ્યા છો તો પરાઠા સારી રીતે શેકાઈ ગયા પછી જ ઉપરથી માખણ લગાવો. હંમેશા ધીમા તાપ પર જ માખણને રાંધો જેથી તે બળી પણ નહિ જાય અને પરાઠા પણ ક્રિસ્પી બનશે.

ક્યારેય બટાકાની જરૂરિયાત કરતા વધારે સ્ટફિંગ ભરવું નહિ, નહીં તો પરાઠા વણતી વખતે ફાટી જાય છે. બટાકા ભરવા અંતે માટે પાતળા પડનો જ ઉપયોગ કરો જેથી તે પરાઠાની અંદર સારી રીતે ફેલાય જાય.

આ ખાસ સામગ્રી ઉમેરીને પરાઠાનો સ્વાદ વધારો : જો તમે દાદીની ખાસ ટિપ્સ અનુસાર આલુ પરોઠા બનાવો છો, તો તમારે બટાકાની ભરણમાં કસૂરી મેથી અને લોટના કણકમાં જીરું અને થોડું લાલ મરચું પાવડર ઉમેરવું જોઈએ, આ સામગ્રીઓ પરાઠાનો સ્વાદ અનેકગણો વધારે છે. આ સિવાય જો તમે બટાકાની ભરણ સાથે થોડું જીણું સમારેલું શિમલા મરચું ઉમેરો તો તે પરાઠાનો સ્વાદ વધારવામાં મદદ કરશે.

જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ – 2 કપ
  • બાફેલા બટાકા – 4 થી 5
  • જીરું – 1/4 ચમચી
  • કોથમીર – 1/4 વાટકી
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ અથવા ઘી – જરૂર મુજબ
  • પાણી – જરૂર મુજબ
  • કસુરી મેથી – 1/2 ચમચી

આલુ પરાઠા બનાવવાની રીત 

બટાકાને બાફીને તેને છીણી લો અને તેમાં બધા મસાલા, કોથમીર, કસૂરી મેથી અને મીઠું ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો. પરાઠા માટે કણક બાંધતી વખતે તેમાં લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો. પછી એક બોલ (પરાઠા માટે ગુલ્લાં) બનાવો અને તેમાં સ્ટફિંગ ભરીને પરાઠાને હળવા હાથે વણી લો.

ગેસ પર તવો મૂકીને ગરમ કરો. તેમાં પરાઠાને ઉમેરો અને તે સોનેરી થાય ત્યાં સુધી શેકો. જ્યારે બંને બાજુ સારી રીતે શેકાઈ જાય અને ગરમા ગરમ સર્વ કરો અને તેનો સ્વાદ માણો. અહીંયા બતાવવામાં આવેલી ટિપ્સને અનુસરીને, તમે તમારા આલુ પરાઠાને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બનાવી શકો છો અને તેને મિનિટોમાં તૈયાર કરી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા