Dizziness can be a sign of these 5 diseases
image credit - freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે ક્યારેય તમારી આંખો સામે અચાનક અંધારું થઇ ગયું હોય એવું અનુભવ્યું છે? અથવા શું તમને ક્યારેય અચાનક ચક્કર આવ્યા છે? જો હા તો તે ચક્કર આવવાનું લક્ષણ છે. જો તમને વારંવાર ચક્કર આવે અથવા માથું ફરતું હોય એવું લાગે તો તેને હળવાશથી ન લો કારણ કે તે અન્ય રોગોની નિશાની હોઈ શકે છે.

આજે અમે તમને તે રોગો વિશે જણાવીશું, જેના કારણે તમને અચાનક ચક્કર આવવા લાગે છે. તેથી, જો તમારું શરીર આવા કોઈ સંકેત આપે છે, તો તેને અવગણશો નહીં. ચાલો જાણીએ આવી 5 બીમારીઓ વિશે, જેના કારણે તમને ચક્કર આવી શકે છે.

આધાશીશી (માઈગ્રેન) : માઈગ્રેન એ આજની ​​સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો તેનાથી પરેશાન છે અને તેનું સૌથી મોટું કારણ છે ભાગદોડ ભરેલી આપણી જિંદગી. આ એક એવી સમસ્યા છે, જેમાં માથામાં સખત દુખાવો થાય છે અને આ દુખાવો 2 થી 3 દિવસ સુધી રહે છે. આધાશીશીના કિસ્સામાં માથાનો દુખાવો પહેલા અથવા પછી ચક્કર આવે છે.

એનિમિયા : આમ, તો ભારતીય મહિલાઓમાં એનિમિયાની સમસ્યા ખૂબ જ વધુ જોવા મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવવા લાગે તો તે એનિમિયાની નિશાની હોઈ શકે છે. આ સમસ્યામાં શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી.

જેના કારણે તમને અચાનક ચક્કર આવવા લાગે છે. જો તમને આ સમસ્યા છે તો ભૂલથી પણ આ સમસ્યાને અવગણશો નહીં. જો તમારું શરીર આવા સંકેતો આપે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

લો બ્લડ સુગર : બ્લડ સુગર ઓછું થવાને કારણે પણ ચક્કર આવે છે. હા, લો બ્લડ પ્રેશર પણ ચક્કરનું કારણ બની શકે છે. આ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં વધુ જોવા મળે છે .

લો બ્લડ પ્રેશર : લો શુગરની જેમ લો બ્લડપ્રેશરની સમસ્યામાં પણ અચાનક ચક્કર આવતા હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે લો બ્લડ પ્રેશરમાં શરીરનું રક્ત પરિભ્રમણ પણ અનિયંત્રિત રહે છે. જેના કારણે લોકોને અચાનક ચક્કર આવવા લાગે છે. જો તમને પણ કંઈક આવું જ લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

મગજની સમસ્યા : અચાનક ચક્કર આવવા પણ મગજની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. કારણ કે જ્યારે કોઈના મગજમાં કઈ સમસ્યા થાય છે ત્યારે તેની ન્યુરો સિસ્ટમ નબળી પડી જાય છે. જેના કારણે અચાનક ચક્કર આવવા લાગે છે.

જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવવાની સમસ્યા થાય તો તેને બિલકુલ અવગણશો નહીં અને તરત જ કોઈ સારા ડૉક્ટરની સલાહ જરૂર લો. જો તમને જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.