ભગવાને આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે.
તો અહીંયા તમને એવી પાંચ વસ્તુઓ (બ્લેક ફૂડ) વિષે જણાવીશું જેનો તમારા આહારમાં સમાવેશ કરીને, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા વાયરલ ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.
બધા લોકો જાણે છે કે કોરોના સમયે દરેક વ્યક્તિએ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્વસ્થ આહાર પર ખાસ ભાર મૂક્યો હતો. જો આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તો આપણને ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ.
તેથી, તમારા આહારમાં વધુને વધુ આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરો. તો અહીંયા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે કેટલી વસ્તુઓ જણાવીશું જે માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ શરીરને અન્ય ફાયદાઓ પણ પ્રદાન કરી શકે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.
1. કાળી દ્રાક્ષ: કાળી દ્રાક્ષ સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર માનવામાં આવે છે. કાળી દ્રાક્ષમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા બાળકોમાં સામાન્ય રીતે કેલ્શિયમની ઉણપ જોવા મળે છે પરંતુ જો બાળકોને દરરોજ દસ થી પંદર સુકી કાળી દ્રાક્ષ આપવામાં આવે તો કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે.
2. કાળા તલ : શિયાળાની ઋતુમાં આપણને તલના લાડુ અને તલની કી ચિક્કી ખાવાનું ગમે છે. પરંતુ ઘણા લોકો કાળા તલના ફાયદા વિષે જાણતા નથી. કાળા તલ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. દરરોજ એક ચમચી જેટલા કાળા તલ ખાવાથી વાળ ખરતાં અટકે છે. વાળ વધુ મજબૂત અને કાળા બને છે.
3. કાળા મરી: કાળા મરીમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શિયાળાની ઋતુમાં શરદી-ખાંસીથી લઈને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરીની ચા પીવાથી વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે. કાળા મરી ના ભુક્કા ને ઘી સાથે મિક્ષ કરી ને ચાટવાથી આંખ ની બીમારી માં ફાયદો થાય છે.
4. કાળા ચોખા: દરેક ભારતીય ઘરમાં લંચ અને ડિનર માટે ચોખા ખાસ તૈયાર કરવામાં આવે છે અને ખાવામાં આવે છે. પરંતુ શરીરને વધુ લાભ આપવા માટે તમે કાળા ચોખાનું સેવન કરી શકો છો. કાળા ચોખામાં જોવા મળતા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
5. બ્લેક બેરી: બ્લેક બેરી અથવા બ્લેક જામુન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આહારમાં બ્લેક બેરીનો સમાવેશ કરીને, તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો, હૃદયને સ્વસ્થ બનાવી શકો છો અને ત્વચાને પણ પહેલા કરતા ચમકદાર બનાવી શકો છો.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.