dal bhat recipe gujarati style
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને પૂછવામાં આવે કે ભારતમાં સૌથી પ્રખ્યાત ખાવાનું શું છે? કદાચ, દાળભાત, જે લગભગ દરેક ઘરમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. ઘણા લોકોને દાળભાત વગર તો ખાવાનું જ અધૂરું લાગે છે, પરંતુ થોડા સમય પછી એક જ જેવા દાળભાત ખાઈને તમે પણ કંટાળી ગયા હશો.

દાળભાટને અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે, પરંતુ થોડો સમય વધુ લાગે છે. પરંતુ જો દરરોજના દાળભાતને માત્ર 5 મિનિટની આ ટિપ્સથી અલગ ફ્લેવર આપવામાં આવે તો તમને કેવું લાગે ?

જો તમારા ઘરમાં દરરોજ દાળભાત બને છે તો તેને બનાવવામાં થોડો ફેરફાર કરીને તમે એક નવો સ્વાદ ઉમેરી શકો છો. આજે અમે તમને દાળભાતને બનાવવા માટે 5 અલગ અલગ ટિપ્સ જણાવીશું, જે દાળભાતના સ્વાદને બમણો કરી નાખશે.

ટિપ્સ 1 – દાળમાં ઉમેરો લસણની ફ્લેવર : ઘણા લોકો દાળ બનાવતી વખતે લસણનો ઉપયોગ વઘારમાં કરે છે. આપણને લાગે છે કે આ સૌથી સરળ રીત છે, પરંતુ એક એવી રીતે છે જે આના કરતા પણ સરળ છે અને જો તમે વજન વધવા બાબતે ચિંતિત છો તો આ રીત તમને મદદ કરી શકે છે.

આ માટે, દાળ ઉકળતી હોય તે સમયે, તેમાં લસણની 2 કળી, 1 સમારેલુ લીલું મરચું, થોડી હિંગ ઉમેરો. આ સાથે જેટલી માત્રામાં મીઠું અને હળદળ નાખતા હોય તેટલી માત્રામાં તે ઉમેરો. આમ કરવાથી દાળમાં લસણ અને હિંગનું ફ્લેવર પણ આવી હશે અને વઘાર માટે એક્સ્ટ્રા તેલની પણ જરૂર નહીં પડે. આ દાળ બની ગયા પછી તેમાં છેલ્લે 1 ચમચી ઘી ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.

ટિપ્સ 2 – વઘારમાં કરો ફેરફાર : દાળનો સ્વાદ જેટલો હોય છે તેટલો જ સ્વાદ વઘારનો પણ હોય છે. જો તમે દરરોજ એક રીતે તડકો કરતા હોય તો આ વખતે નવું ટ્રાય કરો. જેમ કે એક દિવસ જીરું, બીજા દિવસે રાઈ, ત્રીજા દિવસે મીઠો લીમડો,ચોથા દિવસે લાલ સૂકું મરચું, એ રીતે અલગ અલગ ટ્રાય કરો. આ બધી વસ્તુને ઘીમાં ફ્રાય કરો, સ્વાદ અનેક ઘણો વધી જશે.

ટિપ્સ 3 – ભાત બનશે ખીલા – ખીલા : ભાતને બનાવતી વખતે તેને ચમચાથી હલાવશો નહીં. બચોખા સાથે અડધી ચમચી તેલ ઉમેરો. અડધી ચમચી તેલથી વધુ તેલ ન ઉમેરો. આનાથી મોટા મોટા ચોખા પણ ભાત બન્યા પછી ચોંટશે નહીં અને ખિલખિલા બનશે.

ટિપ્સ 4 – જો ભાતમાં વધારે પાણી હોય તો : જો ભાતમાં વધારે પાણી હોય અને તમને લાગે છે કે તે હવે ભાત ખાવા માટે યોગ્ય નથી, તો તેને વધારે રાંધવાને બદલે તેમાં બ્રેડની સ્લાઈસ ઉમેરી દો. આ ભાતમાંથી વધારાનું પાણી શોષી લેશે અને તમારે તેને લાંબા સમય સુધી રાંધવું પણ નહિ પડે.

ટિપ્સ 5 – ભાતમાં આવશે અલગ ફ્લેવર : જો તમે ઈચ્છો છો કે દરોજ એક જ પ્રકારના ભાટ ખાઈને કંટાળી ગયા છીએ તો, તમે ભાતને ફ્લેવર આપવા માટે, ચોખાને ધોઈને, 1 ચમચી ઘી અને 2 લવિંગ સાથે થોડી વાર શેકી લો. ધ્યાન રાખો કે વારંવાર તેને હલાવશો નહીં, નહીંતર ચોખા તૂટી જશે.

બસ માત્ર 1 મિનિટ શેકી લો. આ પછી તમે જે રીતે દરરોજ ભાત બનાવો છો તે રીતે બનાવી લો. ભાત વહેલા ચડી જશે અને તેનો સ્વાદ પણ દરરોજ કરતા થોડો અલગ આવશે. તો આ હતી ચાર ટિપ્સ જે તમારા દાળભાતને એક અલગ જ સ્વાદ આપશે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો આવી જ અવનવી ટિપ્સ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા