dal banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દાળનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે અને ભારતમાં તેને અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારની દાળ રાંધવામાં આવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દાળનો ઉપયોગ થાય છે. જો જોવામાં આવે તો દાળ એક એવી વાનગી છે જેને તમે નાની-નાની ટ્રિક્સનો ઉપયોગ કરીને દાળને એકદમ સ્વાદિષ્ટ બનાવી શકો છો.

દાળમાં જો વધુ પડતો મસાલો પડી જાય તો તેનો સ્વાદ સારો આવતો નથી, તો તેના બદલે મસાલાની જગ્યાએ ફલેવર હોવું જોઈએ જેમ કે દક્ષિણ ભારત અને શ્રીલંકામાં નારિયેળનો સ્વાદ આપવામાં આવે છે અને ગુજરાતમાં ગોળ નાખીને દાળમાં મીઠાશ લાવવામાં આવે છે.

આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેને આપણે દાળમાં ઉમેરીને દાળનો એક અલગ જ સ્વાદ આપી શકીએ છીએ.

1. નાળિયેર : તમને કદાચ સાંભળવામાં વિચિત્ર લાગશે પણ દાળમાં નારિયેળ તેલ અને છીણેલું નારિયેળ બંને ઉમેરવામાં આવે છે. શ્રીલંકા અને તમિલનાડુમાં આ પ્રકારની દાળ ખૂબ જ લોકપ્રિય છે. આમાં જીરાને બદલે, સરસોના દાણાને તડકા માટે ઉમેરવામાં આવે છે.

નાળિયેરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો, વગાર કરતી વખતે નારિયેળ તેલનો ઉપયોગ કરો. દાળ બનાવ્યા પછી ઉપરથી થોડું છીણેલું નારિયેળ નાખી શકાય. દાળને ઉકાળતી વખતે થોડું છીણેલું નારિયેળ ઉમેરી શકાય. તમે છીણેલા નારિયેળની જગ્યાએ નારિયેળના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો જે દાળમાં અલગ સ્વાદ ઉમેરશે.

2. લસણ : હવે તમે કહેશો કે દાળમાં લસણનો ઉપયોગ તો આમ પણ થાય છે, તો એમાં નવું શું છે. તેનો ઉપયોગ કરવાની રીત જ લસણ સ્વાદ બદલી નાખે છે. તેને વગાર માં તેનો ઉપયોગ કરવાથી તેટલો સ્વાદ નહીં આવે જેટલો તે બીજી રીતે ઉમેરીને આવી શકે છે.

લસણનો ઉપયોગ આ રીતે કરો : જો તમારે લસણનો ઉપયોગ કરવો જ હોય ​​તો દાળને ઉકાળતી વખતે કાચા લસણની થોડી કળીઓ હળદર અને મીઠું સાથે કુકરમાં નાખો. જો તમે વગારમાં  લસણનો ઉપયોગ કરો છો તો તેમાં થોડું છીણેલું કાચું લસણ પણ ઉમેરો. સમારેલા લસણ કરતાં છીણેલું લસણ વધારે સ્વાદ આપે છે.

3. સરસોનું તેલ અને ઘી : દાળનો ફ્લેવર ઘણા બધા સ્વાદનું મિશ્રણ છે અને આવી સ્થિતિમાં તમે તમારી દાળમાં થોડું સરસોનું તેલ અને ઘીનો ઉપયોગ કરી શકો છો. આ દાળ શિયાળાની ઋતુમાં ખૂબ જ સારી લાગશે અને જ્યારે તેના સ્વાદની વાત કરીએ તો તેમાં ઘણો સ્વાદ હશે.

બંનેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય : દાળને ઉકાળતી વખતે ઘી મિક્સ કરો અથવા દાળ બની ગયા પછી તેને ઉપરથી રેડો. સરસોનું તેલને સારી રીતે પકાવો અને તેમાં વગાર કરીને અને પછી ઉપર ઘી નાખો. આ બંનેનો એકસાથે ઉપયોગ કરવાથી દાળનું ટેક્સચર પણ અલગ દેખાય છે.

4. કાચી કેરી : કાચી કેરી દાળ બનાવતી વખતે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. દાળને ખાટો સ્વાદ આપવા માટે, ઉત્તર ભારતમાં કાચી કેરી અને દક્ષિણ ભારતમાં આમલીનો ઉપયોગ થાય છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો તમારે ફક્ત દાળને ઉકાળતી વખતે કાચી કેરી અથવા આમલીના કેટલાક ટુકડા ઉમેરવાના છે. બસ તમારું કામ થઈ જશે. આ પ્રકારની દાળ બનાવતી વખતે તેમાં વધારે મરચું ના નાખો, નહીંતર ખાટો સ્વાદ બગાડી શકે છે.

આ બધી ટિપ્સ તમને દાળ બનાવતી વખતે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અને દાળમાં આ વસ્તુઓ ઉપરાંત પણ તમે સૂકા લાલ મરચાં, લીલા મરચાં, લીંબુ, જીરું અને હળદર જેવી સામગ્રીને આપણે પહેલેથી જ ઉમેરતા આવ્યા છીએ. જો તમને આ ટિપ્સ ગમી હોય તો આવી જ વધારે ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા