daily night routine for health
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નાની હોય કે મોટી, તંદુરસ્ત હોય કે બિનઆરોગ્યપ્રદ, આપણી આદતો મળીને જ આપણું રૂટિન બને છે. લાંબા સમય સુધી ફિટ અને સુંદર દેખાવા માટે સારી દિનચર્યા અપનાવવી ખૂબ જરૂરી છે. પરંતુ, આપણે ઘણીવાર આ તરફ ધ્યાન આપતા નથી.

કેટલાક લોકો એવું પણ માને છે કે દિનચર્યા બનાવવી અને તેનું નિયમિતપણે પાલન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. જ્યારે, નાના ફેરફારો કરવાથી મોટો ફર્ક જોવા મળે છે. આ ચોક્કસ દિનચર્યાની સાચી હકીકત છે.

હકીકતમાં, તમારી આદતોની અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. હેલ્દી ટેવો, જે નિયમિત અને સતત અપનાવવામાં આવે છે, તે તમને સ્વસ્થ બનાવવાની સાથે સુંદરતામાં પણ વધારો કરે છે. જો કે દરેક વ્યક્તિની જીવનશૈલી અલગ હોય છે, પરંતુ કેટલીક સારી આદતો છે જેને દરેક વ્યક્તિ સારા સ્વાસ્થ્ય માટે અપનાવી શકે છે

એટલા માટે આજે અમે તમને આવી જ 3 ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા અપનાવીને તમારામાં ઘણો બદલાવ જોઈ શકો છો. આ માહિતી મૈંટરનલ અને ચાઇલ્સ ન્યૂટ્રિશિયન ડો. રમિતા કૌરે શેર કરી છે.

(1) પહેલું કામ

તમારી સવારની સારી શરૂઆત કરવા માટે 5 બદામ, 2 અખરોટ અને 1 ચમચી કોળા અને સૂર્યમુખીના બીજને પલાળી રાખો. સાથે જ તાંબાના વાસણમાં 1 ગ્લાસમાં પાણી નાખીને રાખો.

બદામ ના ફાયદા : બદામ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીનની સાથે-સાથે ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામીન-ઈ હોય છે. બદામમાં રહેલા વિટામિન-એ અને ઇ તમારી ત્વચા માટે ફાયદાકારક છે. ઉપરાંત, બદામ એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે અને જ્યારે આપણે તેને પલાળીએ છીએ, ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે.

અખરોટના ફાયદા : અખરોટમાં કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. આ તમામ પોષક તત્વો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે .

કોળુ અને સૂર્યમુખીના બીજના ફાયદા : સૂર્યમુખીના બીજમાં મિનરલ્સ, વિટામીન-ઈ, મેગ્નેશિયમ, મેંગેનીઝ વગેરે જેવા પોષક તત્વો હાજર હોય છે, જયારે કોળાના બીજમાં સૂર્યમુખીના બીજ કરતાં થોડી ઓછી કેલરી હોય છે. જો કે, કોળાના બીજમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ થોડી વધુ માત્રામાં જોવા મળે છે.

(2) બીજું કામ 

સારી ઊંઘ માટે, સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા બધા જ ગેજેટ્સને સ્વિચ ઓફ કરી દો. ગેજેટ્સમાંથી નીકળતી બ્લુ લાઇટ ઊંઘ પર ખરાબ અસર કરે છે. સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ જેવા ગેજેટ્સની સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ સ્લીપ હોર્મોન મેલાટોનિનને દબાવી દે છે. જેના કારણે ઉંઘ મોડી આવે છે અને બીજા દિવસે સવારે પણ થાક લાગે છે.

માત્ર સ્ક્રીનમાંથી નીકળતો પ્રકાશ જ નહીં, ફોનમાંથી સતત આવતી બીપનો અવાજ પણ ઊંઘ બગાડી શકે છે. દર વખતે જ્યારે કોઈ નવી નોટિફિકેશન આવે છે, ત્યારે આપણે ગભરાવા માંડીએ છીએ.

(3) ત્રીજું કામ

તમારા મગજને શાંત કરવા માટે ઓછી લાઈટમાં 10 મિનિટ ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ ઓક્સિજન લોહીની સાથે આખા શરીરમાં વહે છે. આના કારણે શરીરના તમામ અંગો પોતાનું કામ સારી રીતે કરી શકે છે, કારણ કે તેમને લોહી, ઓક્સિજન અને આયર્ન મળે છે.

ઊંડા શ્વાસ લેવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. તે ગુસ્સો ઘટાડે છે, તણાવ ઘટાડે છે, ધ્યાન વધારે છે, ઊંઘ સુધારે છે અને પાચનને પણ સુધારે છે. આ સિવાય તે ત્વચા પર ચમક લાવે છે અને વાળ ખરતા અટકાવે છે.

તમે પણ રાત્રે આ સરળ 3 કામ કરીને પોતાને ફિટ અને યુવાન રાખી શકો છો. જો તમને આજનો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા