આજે મહિલાઓ સૌથી વધુ વ્યસ્ત હોય છે કારણ કે તેમની પાસે ઘર અને બહાર બંને જવાબદારીઓ નિભાવવાને કારણે મહિલાઓને જીમ જવાનો સમય નથી મળતો. કસરતના અભાવને કારણે વજન અને શરીરની ચરબી વધવા લાગે છે અને વધતું વજન બીજી પણ ઘણી બીમારીઓ લાવે છે.
આ કારણોસર મહિલાઓ ઘરે જ રહીને કસરત કરવાનો રસ્તો શોધે છે. જો તમે પણ એવી મહિલાઓમાંથી એક છો જે વધતા વજનથી પરેશાન છે અને વજન ઘટાડવાની એવી રીત શોધી રહી છે જે ઘરના કામકાજ કરતી વખતે કસરત કરી શકાય તો આ લેખમાં તમારા માટે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ઘરે બેસીને વજન ઘટાડવાનો સૌથી સારો ઉપાય છે પોતું કરવું. આ ઘરની સફાઈ કરવાની સાથે સારી રીતે વર્કઆઉટ કરવામાં પણ મદદ કરે છે. ફિટ રહેવા માટે પોતું કરવું સૌથી સરળ કસરત છે.
તે શરીરમાંથી જમા થયેલી વધારાની કેલરી ઝડપથી બર્ન કરે છે. આ સાથે વજન પણ ઝડપથી ઘટે છે. આ ઉપરાંત, પોતું કરતી વખતે કસરત કરવી એ પેટની ચરબી અથવા કમરની આસપાસની ચરબી ઘટાડવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે.
અમને ફિટનેસ અને યોગ નિષ્ણાત રીટા કાનાબાર જીના ઇન્સ્ટા પરથી આ વિશે માહિતી મળી છે. સમય સમય પર તે તેના ચાહકો સાથે ફિટનેસના વીડિયો શેર કરતી રહે છે. તેઓ જણાવે છે કે કસરત કરવા માટે ભારે/મોંઘા જિમના સાધનો ખરીદવાની જરૂર નથી.
તમારા ઘરની વસ્તુઓનો ઉપયોગ કસરત કરવાના સાધનો તરીકે કરી શકો છો. આ લેખમાં અમે તમને 3 કસરતો જણાવીશું જે તમને પોતું કરતી વખતે ઘરે સરળતાથી કરી શકો છો. તો આવો જાણીએ કે તમે દરરોજ પોતું કરતી વખતે કઈ 3 કસરતો કરી શકો છો.
View this post on Instagram
તમે પણ આ રીતે ઘરના કામ કરતી વખતે આ કસરતો કરીને પણ ઝડપથી વજન ઘટાડી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો બીજાને પણ આ માહિતી જણાવો, તેમજ આવા જ વજન ઓછું કરવાની ટિપ્સ અને કસરત વિશે માહિતીયુ મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.