ઉંમર વધવાની સાથે ત્વચા ઢીલી પડી જાય છે અને વાળ સફેદ થવા લાગે છે. પરંતુ આજની ખરાબ જીવનશૈલીના કારણે ઉંમર પહેલા જ વાળ સફેદ થવા લાગે છે. આવું એટલા માટે પણ થાય છે કારણ કે જ્યારે વાળને યોગ્ય પોષણ મળતું નથી અને માથાની ચામડીમાં મેલાનિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે.
વાળનું સફેદ થવું આપણે સ્ત્રીઓ માટે ખૂબ જ ચિંતાજનક હોય છે કારણ કે તેની સીધી અસર આપણી સુંદરતા પર પડે છે. આવી સ્થિતિમાં વાળને ફરી કાળા કરવાના ઘણા ઉપાયો છે, પરંતુ સફેદ વાળને થતા રોકવાના ઘણા ઓછા ઉપાય છે.
આવી સ્થિતિમાં વાળને સફેદ થતા અટકાવવા માટે આમળા એક એવો કુદરતી ઉપાય છે, જે તમને શિયાળામાં બજારમાં સરળતાથી મળી જશે અને તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકશો.
આમળામાં રહેલા પોષક તત્વો : આમળામાં વિટામિન-ઈ મળી આવે છે અને તેમાં વિટામિન-સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં ટૈનીન નામનું તત્વ હોય છે. આમળાનું પાણી વાળમાં લગાવવાથી ફાયદો થાય છે, જો તમારા વાળ ખરાબ થઈ ગયા હોય તો આમળાનું પાણી તેને રિપેર કરે છે.
વિટામીન-સીની હાજરીને કારણે આમળાનું પાણી વાળમાં ચમક લાવે છે. આમળા ખોપરી ઉપરની ચામડીમાં મેલાનિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે , જે વાળને સફેદ થતા અટકાવે છે. આમળાના પાણીમાં વાળને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવવાના ગુણ પણ છે. આમળા વાળમાં ડેન્ડ્રફ પણ ઓછા કરે છે.
આમળાનું પાણી કેવી રીતે બનાવશો?
- 1 ચમચી આમળા પાવડર
- 3 મોટા કપ પાણી
વિધિ : પાણીમાં આમળાના પાઉડરને મિક્સ કરીને લોખંડના વાસણમાં આખી રાત ઢાંકીને રાખો. આ પછી, આ પાણીને ગાળી લો અને પછી વાળમાં તેનો ઉપયોગ કરો. આ પાણીને વાળમાં લગભગ 1 કલાક રહેવા દો અને પછી વાળ ધોઈ લો.
જો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ ઘરેલું ઉપાય અપનાવશો તો તમને બહુ જલ્દી સારા પરિણામ જોવા મળશે. અમે એવો દાવો નથી કરી રહ્યા કે આમળાના પાણીનો ઉપયોગ કરવાથી તમારા સફેદ વાળ કાળા થઈ જશે. આ ઉપાય ફક્ત તમારા સફેદ વાળની સમસ્યાને ઘટાડે છે. જો તમારા વાળ સફેદ થવાનું બંધ ન કરતા હોય તો તમારે હેર એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ.
સાવચેતીનાં પગલાં
આમળાનું પાણી તમારી આંખોમાં ન આવવા દો, તેનાથી બળતરા થઈ શકે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમારા ચહેરા પર આમળાનું પાણી ન લગાવવા દો. પહેલા વાળ સાફ કરો અને પછી આમળાના પાણીનો ઉપયોગ કરો.
જો તમારા વાળ પણ સફેદ થઈ રહ્યા છે અને તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ લેખમાં જણાવેલો ઉપાય વાળમાં કરી શકો છો. આશા છે કે તમને આ લેખમાં આપેલી આ માહિતી પસંદ આવી હશે.