દહીં વડા આલૂ દમ બનાવવાની રીત | Dahi Vada Aloo Dum Recipe in Gujarati

આ બે નહીં પરંતુ એક વાનગી છે, જે ઓરિસ્સામાં ખૂબ પ્રખ્યાત છે. આવનારા વીકએન્ડમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર આ મસાલેદાર અને ટેસ્ટી વાનગી બનાવો અને તેનો અનોખો સ્વાદ માણો. તમે બધાએ દહીં વડા કે દમ આલૂ કરી ખૂબ ખાધી હશે. દહીં વડા આલૂ દમ એ એક વાનગી છે જે ઓરિસ્સાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. લોકો ઉડિયા ફૂડ વિશે વધારે જાણતા નથી, પરંતુ તમને જણાવી દઈએ કે ઓરિસ્સા તેના ફૂડ અને અનોખા અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. ફ્રેશ સી-ફૂડ હોય કે સ્ટ્રીટ ફૂડ, ઓરિસ્સાના અનોખા સ્વાદનો કોઈ જવાબ નથી, તો ચાલો જાણીએ દહીં વડા બનાવવાની રીત અને કેટલીક સરળ ટિપ્સ જેથી તમે પણ તેને ઘરે બનાવી શકો.

દહીં વડા આલૂ દમ બનાવવા માટેની સામગ્રી

દહીં વડા માટે

  • 1 કપ અડદની દાળ
  • 1/4 કપ મગની દાળ
  • સ્વાદ માટે મીઠું
  • 2 ચમચી જીરું
  • 1 ચમચી આદુ
  • 6 લીલા મરચા
  • તેલ

આલૂ દમ માટે સામગ્રી

  • 4-5 મધ્યમ કદના બટાકા, બાફેલા અને છૂંદેલા
  • 1 ડુંગળી
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી તેલ
  • કોથમીરના પાન

ગાર્નિશ માટે સામગ્રી

  • 1 કપ જાડું દહીં
  • 1/2 કપ આમલીની ચટણી
  • 1/4 કપ ફુદીનાની ચટણી
  • જીરું પાવડર
  • મરચું પાવડર
  • લીલા ધાણા

દહીં વડા આલૂ દમ બનાવવાની રીત

  • અડદની દાળ અને મગની દાળને પહેલા પલાળીને બરછટ પીસી લો.
  • બેટરમાં મીઠું, જીરું, આદુ, લીલા મરચાં નાખી બધું મિક્સ કરો.
  • એક કડાઈમાં તેલ ગરમ કરો, મિક્સ કરેલા બેટરમાંથી વડા બનાવો, તેને તેલમાં મૂકો અને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો અને બહાર કાઢો.

આ પણ વાંચો: બ્રેડ અને બટાકાનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો, બધા લોકો પૂછશે કે તે કેવી રીતે બન્યો

આલુ દમ કેવી રીતે બનાવશો

  • એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખીને તતડવા દો.
  • તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચાને ઉમેરીને સાંતળો.
  • હળદર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • ડુંગળી સાથે છૂંદેલા બટાકા ઉમેરો અને મિક્સ કરો.
  • પાણી ઉમેરો અને ઢાંકીને 5-7 મિનિટ પકાવો.
  • તેમાં કોથમીર નાખીને બરાબર મિક્ષ કરો.
  • વડા અને આલૂ દમ બંને તૈયાર છે, હવે પીરસતા પહેલા વડાને 10-15 મિનિટ પાણીમાં પલાળી રાખો.
  • વડાને પાણીમાંથી કાઢી, નીચોવીને પ્લેટમાં રાખો.
  • વડા પર જાડું દહીં, આમલી અને ફુદીનાની ચટણી રેડો.
  • હવે આલુ દમ ઉમેરો અને શેકેલા જીરા પાવડર,લાલ મરચા પાવડરઅને ધાણાજીરું સાથે સર્વ કરો.

દહીં વડા આલૂ દમ બનાવવાની ટિપ્સ

  • તમે માત્ર અડદની દાળથી પણ પ્લેન વડા બનાવી શકો છો.
  • જો તમે તેને બનાવ્યા પછી તરત જ પાણીમાં નાખી દો, તો દમ આલુ રાંધવામાં આવે ત્યાં સુધીમાં તે કદમાં મોટા અને સોફ્ટ થઈ જશે.
  • વડાને સોફ્ટ બનાવવા માટે અડદની દાળને સારી રીતે ફેટી લો.

આ પણ વાંચો: ચણાની દાળના મસાલા વડા બનાવવાની રીત

જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તેને ફેસબુક પર શેર કરો અને લાઈક કરો. આવી વધુ રેસિપી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.