દહીં તીખારી: આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. જેને તમે વગારેલું દહીં પણ કહી શકો છો. આ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને ફક્ત ૫ જ મિનિટ માં તૈયાર થઇ જાયછે . આ દહીં તીખારી જેવી ઢાબા પર હોય એવી જ બનશે. જે ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા પડી જાય છે.
સામગ્રી:
- ૮-૧૦ કરી લસણ
- ૨ ચમચી લાલ કાશ્મીરી મરચું.
- ૨૦૦ ગ્રામ પાની વગરનું ખાટું દહીં.
- ૨ મોટાં ચમચા તેલ
- અડધી ચમચી હીંગ
- ૧ ચામચી ધાણાજીરૂ પાઉડર
- હરદળ
- મીઠું
- કોથમીર
દહીં તીખારી બનાવાની રીત:-
સૌ પ્રથમ એક ખાડણી માં લસણ ની કરી સાથે મરચું એડ કરી તેની અધકચરી ચટણી બનાવી લો. હવે એક પેન માં તેલ એડ કરી. તેલ ને ધીમા ગેસ પર ગર થવાં દો. તેલ ગરમ થાય પછી તેમાં હીંગ અને લસણ ની ચટણી એડ કરો. તેલ સાથે ચટણીને હલાવતા જાઓ.
લસણ ની ચટણી ને મીડિયમ ગરમ તેલ માં એડ કરવી, જો વધુ ગરમ તેલ હસે તો લસણ બળી જસે અને એનો પ્રોપર સ્વાદ નહિ આવે. તો તમારે સ્લો ગેસ પર ચટણી ને તેલ સાથે મિક્સ કરી લેવાની. જ્યારે ચટણી પર બબલ્સ આવે ત્યારે હરદળ, મીઠું અને ધાણાજીરું એડ કરો. બધું સારી રીતે મિક્ષ કરી ને ગેસ બંધ કરો.
બંધ ગેસ કરીને દહીં એડ કરો. અહી દહીં બંધ ગેસ કરીને જ એડ કરવું. હવે હળવા હાથે દહીંને ગ્રેવી સાથે મિક્ષ કરી હલાવો. ધીમી ધીએ હલાવતા જાઓ. તેલ સાથે જે ગ્રેવી હતી એ હવે દહીં જોડે બરાબર મિક્ષ થઇ હસે. હવે કોથમીર એડ કરી દો. તો તૈયાર છે તમારી ઢાબા પર હોય એવી દહીં તીખારી.
તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.