ફક્ત 10 મિનિટ માં ચોખા માંથી બનતો નવો નાસ્તો જે કદાચ તમે જાણતા પણ નહિ હોય | Chokha na lot ni vangi

0
476
Chokha na lot ni vangi

મોટા ભાગના લોકો ચોખા નો ઉપયોગ બપોરે લંચમાં અથવા સાંજે ડિનરમાં જ કરે છે. પરંતુ આજે તમારી સાથે શેર કરવાના છીએ ચોખા ની એક એવી એક રેસીપી જે તમે જેમ બનાવતા જશો તેમ તમે એક્સપર્ટ થતા જશો.

  • બેટર બનાવવા માટે સામગ્રી : 1 કપ ચોખા ( રેસિપી બનાવતા પેહલા 3 કલાક પાણીમાં પલાળીને રાખવા ),
  • 1/2 કપ દહીં,
  • 1/4 જેટલું પાણી
  • વગાર માટે સામગ્રી: 4 ચમચી તેલ,
  • 1 ચમચી હિંગ,
  • અડધી ચમચી રાઈ,
  • અડધી ચમચી જીરું,
  • 1 લીલું મરચું ઝીણું સમારેલું,
  • 1 ઝીણી સમારેલી ડુંગળી,
  • 13 થી 15 મીઠા લીંબડાના ના પાન

બેટર બનાવવાની રીત:

સૌથી પેહલા એક મિક્સર જારમાં પલાળેલા ચોખાને ઉમેરો અને તેમાં 1/2 કપ દહીં અને 1/4 જેટલું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ બેટર ને એક બાઉલ માં કાઢી લો.

વગાર માટે : ગેસ પાર એક મુકો. 4 ચમચી તેલ એડ કરો. ગેસ ને મીડીયમ તાપ પાર જ રાખવાનો છે. હવે તેલ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ, અડધી ચમચી રાઈ (રાય ને થોડી ચટાકવા દેવાની છે ), હવે અડધી ચમચી જીરું ઉમેરીને 15 સેકન્ડ કૂક કરો.હવે 1 ચમચી સમારેલું એક લીલું મરચું, 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને થોવાર કુક કરી લો.

હવે સ્વાદ ને વધારવા માટે 13 થી 15 મીઠા લીંબડાના ના પાન એડ કરો. 2 મિનિટ સુધી મીડીયમ તાપ પર સાંતળી લો. હવે આ વગાર ને ગ્રાઈન્ડ કરેલા ચોખા ની પેસ્ટ માં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટ માં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કિચન કિંગ મસાલા અને 1/4 બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ચોખા ના નાસ્તા માટેનું બેટર.

નાસ્તો બનાવવાની રીત: હવે નાસ્તો બનાવવા માટે એક કડાઈ માં થોડું તેલ ઉમેરીને બરાબર કડાઈ માં ફેલાઈ જાય તે રીતે બ્રશ કરી લો. તેલ ગરમ થાય એટલે 2 મોટી ચમચી બેટર એડ કરી લો. ઉપર થી અડધી ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી લો.

Chokha na lot ni vangi

હવે દોઢ થી બે મિનિટ પછી બીજી બાજુ ફેરવી ને કુક કરી લો આ રીતે 2 મિનિટ પછી ફરીથી ફેરવી લો અને આમ 4 મિનિટ બંને બાજુ કુક કરીને કાઢી લો. તો તૈયાર છે ચોખાનો એકદમ નવો નાસ્તો. તમે આને કોઈ પણ કેચ અપ અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.