Dahi Bhalla
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે તરત જ મનમા આવે દહીં વડા….સાચું ને?? દહિભલ્લા તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. દહીં ભલ્લા, અથવા તો તેને દહીં વાડા કહિ શકો છો જ ભારતની શેરીઓમાં ખુબ લોકપ્રિય બનાવવામાં આવે છે. આ શેરીનો ખોરાક દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ નામોથી ઓળખાય છે.

સામગ્રી

  • અડધો કપ મગ અને અડદની દાળ લેવી
  • મીઠું સ્વાદ અનુસાર લેવું
  • ૨ ચમચી મગ બાફેલા
  • અડધો કિલો દહીં
  • ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ લેવી
  • ૧ ચમચી જીરા પાવડર
  • તળવા માટે તેલ લેવું

Dahi Bhalla

બનાવાની રીત

સૌથી પહેલા મગ અને અડદની દાળને અલગ-અલગ પાંચ – છ કલાક સુધી પાણીમાં પલાળીને રાખો અને મિક્સરમાં ક્રશ કરી લો. હવે તેમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ અને મીઠું નાખો.એક પેનમાં તેલ ગરમ કરી દાળનું થોડું મિશ્રણ લો અને હથેળી પર રાખી ચપટો આકાર આપો. હવે જ્યા સુધિ આ ગરમ તેલમાં તે બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. એક વાસણમાં પાણી લો. તેમાં તળેલા વડા નાખો. થોડા સમય પછી જ્યારે તે ફૂલી જાય ત્યારે હળવા હાથે દબાવીને તેમાંથી પાણી નીચોવી દો અને તેને બહાર નીકાળી દો. હવે એક સર્વિંગ પ્લેટમાં વડા મૂકો અને તેના પર ગળી ચટણી, જીરું પાવડર અને ચાટ મસાલો નાખી મગ અને કેળાની વેફર્સથી ડેકોરેટ કરી તેને સર્વ કરી લો .

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે Facebook Page ને LIKE કરો 👉👉 રસોઇ ની દુનિયા

rasoi ni duniya

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા