control diabetes in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં દેશમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ બીમારીને કંટ્રોલ કરવા માંગતા હોય તો દરરોજ ઓછામાં ઓછા 1 કલાક ચાલવાનું શરુ કરો. જો તમે દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક ચાલતા હશો તો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભોથી તમે સારી રીતે જાણતા હશો.

ખાસ કરીને રાત્રે જમ્યા પછી સૂવા કરતાં 10-15 મિનિટ થોડું ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. તેનાથી તમે થોડું હળવું અનુભવશો. તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. તમને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું કે લાંબો સમય બેસી રહેવાને બદલે જો તમે થોડીવારમાં એકવાર બ્રેક લઈને તમે થોડું ચાલો છો તો તેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થશે.

જો તમે ઓછામાં ઓછું અડધો કલાક પણ ચાલો છો તો પણ તે તમારા શરીરને એક્ટિવ રાખે છે અને તમે કોલેસ્ટ્રોલ કે બ્લડ સુગરના હાઈ લેવલ જેવી સમસ્યાઓથી ઓછી પીડાય છે.

સર્વે શું કહે છે? લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે થોડા સમય માટે ઊભા રહેવાથી પોસ્ટપ્રાન્ડિયલ ગ્લુકોઝ પર નકારાત્મક અસર પડે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે થોડુંક ચાલવાથી પણ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનની અસર ઓછી થાય છે.

આ નવી હેલ્થ રિપોર્ટ અનુસાર જો તમે દિવસમાં 10 બ્રેક પણ લો છો તો પણ તે તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ઇન્સ્યુલિન, ગ્લુકોઝ પર પોઝિટિવ અસર પડે છે.

દિવસમાં થોડી વાર ચાલો : જો તમે જિમ કે યોગા કરવા માટે પૂરતો સમય નથી તો તમારી દિનચર્યામાં વૉકિંગને ચોક્કસપણે સામેલ કરો. ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઘણા લોકો જીમ કે વર્કઆઉટને બદલે વોકને વધારે મહત્વ આપે છે. જો તમે તેમને તેના વિશે પ્રશ્ન કરશો તો તેઓ કહેશે કે ચાલવુ જીમ જવા કરતા વધુ સરળ છે.

આવી સ્થિતિમાં આ સ્ટડી એવા લોકો માટે સારા સમાચાર લઈને આવી છે જેઓ ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહયા છે. તમારી માટે ઓફિસમાં કામ કરતી વખતે દોડવું કે ચાલવું શક્ય નથી, પરંતુ કોફી પીવા અથવા કર્મચારી સાથે વાત કરી લો અથવા ઓફિસનું એક ચક્કર મારી લો. આનાથી વોક પણ થઇ જશે અને મન પણ હળવું થઇ જશે.

જીવનશૈલીમાં ફેરફાર કરો : તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો. સૌથી પહેલા ખાવા, સૂવાનો અને ઉઠવાનો સમય નક્કી કરો. તમારી ડાઇટનું ચુસ્તપણે પાલન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર ઘણી અસર પડશે. જો તમે દિવસના મોટા ભાગના સમયમાં લાંબા સમય સુધી બેસો છો અથવા સૂઈ રહો છો તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

જો તમે ઓફિસમાં લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરો છો તો તમારે સતત બેસવાનું ટાળવું જોઈએ. સમયાંતરે એકવાર બ્રેક લો. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે. તમે તમારામાં પણ બદલાવ અનુભવશો.

જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમે પણ દિવસમાં થોડી વાર ચાલવાનો પ્રયાસ કરો. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા