હેલ્લો દોસ્તો! આજે આપણે બનાવીશું કોલેજીયન ભેળ જે સુરત માં ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે જે બનાવમાં સરળ અને ખાવામાં ખુબ જ સ્પાઇસી છે અને જે લોકો સુરત ના છે એ લોકો તો જાણતા જ હસે. અને જો તમને અમારી રસોઈ નિ દુનીયા ની રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનુ ભુલતા નહી.
જરૂરી સામગ્રી:
- 500 ગ્રામ મમરા કોરા
- 250 ગ્રામ ખારી સિંગ
- 250 ગ્રામ નાયલોન સેવ
- ૧ બાઉલ લીલી ચટણી
- ૧ બાઉલ ગળી ચટણી
લીલી ચટણી ની સામગ્રી :-
- 100 ગ્રામ કોથમીર
- 50 ગ્રામ લીલા મરચાં
- ચાર-પાંચ મીઠા લીમડાના પાન
- સૂકા લસણની કળી – 4 (ઓપ્શનલ)
- લીંબુનો રસ -૨ નંગ
- મીઠું સ્વાદાનુસાર
ગળી ચટણી ની સામગ્રી :-
- 100 ગ્રામ ગોળ
- જરૂર પ્રમાણે પાણી (ગરમ)
- લીંબુનો રસ -1/2 નંગ
બનાવાની રીત :
લીલી ચટણી:-
- સૌ પ્રથમ કોથમીર, લીલા મરચાને કાપીને, ચાર-પાંચ મીઠા લીમડાના પાન, લીંબુનો રસ , સૂકા લસણની કળી અને મીઠું સ્વાદાનુસાર આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. જરૂર પડ્યે થોડુ પાણી પણ ઉમેરી. ચટણી તૈયાર કરો,ચટણી એક રસ થવી જોઈએ. પાતળી રસાદાર ચટણી બનાવવી.એક બાઉલ માં તેને કાઢી લો
ગળી ચટણી:-
- સૌ પ્રથમ જરૂર પ્રમાણે પાણી ગરમ કરી તેમાં ગોળ નાંખી બરાબર મિક્સ કરી ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી દો.
રીત :-
- ત્યારબાદ એક બાઉલમાં કોરા મમરા,ખારી સિંગ,નાયલોન સેવ, નાંખી બરાબર મિક્સ કરી, પછી તેમાં તૈયાર લીલી ચટણી,ગળી ચટણી ઉમેરી હલાવો,તમારી મજેદાર કોલેજીયન ભેળ તૈયાર છે.