cockroach ne rokvana upay gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે તમારા ઘરમાં એક કોકરોચને જીવતો કે મૃત જોતા હોવ તો તે તમને કોઈપણ પ્રકારના ચેપનો શિકાર બનાવી શકે છે. તેના કારણે તમારા હાથ પર સંક્રમણ થઇ શકે છે, ખાવાની વસ્તુઓને નુકસાન પહોંચાડીને ફૂડ પોઇઝનિંગનું કરી શકે છે અને ગંદકીનું મુખ્ય કારણ બની શકે છે.

ઘરમાં કોકરોચનો પ્રવેશ મુખ્યત્વે ગટરના કોઈપણ ભાગ અથવા ડ્રેનેજ પાઇપમાંથી થાય છે. તે બાથરૂમના ડ્રેઇનમાંથી બહાર નીકળીને તમારા રસોડામાં રહેલી સામગ્રીને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં કોકરોચથી છુટકારો મેળવવો થોડો મુશ્કેલ છે પણ તેને ઘરથી દૂર રાખવું પણ ખૂબ જ જરૂરી છે.

કોકરોચ બાથરૂમ ડ્રેઇનમાં પોતાનું ઘર બનાવી લે છે અને ઝડપથી તેમની સંખ્યા વધારે છે અને આખા ઘરમાં ફરે છે. જો તમે ઘરના બાથરૂમ ડ્રેઇનમાંથી આવતા કોકરોચની સમસ્યાથી પરેશાન હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અહીં જણાવેલી સરળ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

કોકરોચ ડ્રેઇનમાંથી કેમ બહાર નીકળે છે?

વંદાઓ સામાન્ય રીતે ગરમ, ભેજવાળું અને અંધારું વાતાવરણ પસંદ કરે છે અને તે નાનામાં નાની તિરાડો દ્વારા પણ ઘરોમાં પ્રવેશ કરવામાં માહિર હોય છે. મુખ્યત્વે ડ્રેઇનમાંથી જંતુઓ અને કીડાઓ ઘરોમાં પ્રવેશ કરે છે.

બાથરૂમ અથવા રસોડાના ડ્રેઇનમાંથી આવતા કોકરોચ અમેરિકન કોકરોચ હોય છે. જો કે આ કોકરોચ ગટરમાં રહી શકે છે, પણ ક્યારેક તે ભારે વરસાદના પાણીથી પૂરથી બચવા માટે ઘરની પાઇપમાં ક્રોલ કરીને બાથરૂમ સુધી આવી જાય છે. જેના કારણે ઘરમાં તેમની સમસ્યા વધી શકે છે.

તમારા પાઈપોમાં નાની તિરાડો અથવા છિદ્રો વંદાઓ માટે અંદર આવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે અને બાથરૂમની પાઈપ સારું વાતાવરણ બનાવે છે જ્યાં કોકરોચનો ઉપદ્રવ વધે છે. કોકરોચની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો

બેકિંગ સોડા

બેકિંગ સોડા કોકરોચથી છુટકારો મેળવવાનો સૌથી ઝડપી અને સરળ ઉપાય છે. આ માટે તમે બાથરૂમ ડ્રેઇનની આસપાસ, જ્યાં કોકરોચ વધારે આવતા હોય છે ત્યાં બેકિંગ સોડા છાંટી શકો છો. સૌથી પહેલા બાથરૂમના ભેજને સારી રીતે સૂકવવાનો પ્રયત્ન કરો.

એક ચમચી બેકિંગ સોડા ડ્રેઇનની આસપાસ છાંટો અને તેને કહી રાત માટે આમ જ છોડી દો. આમ કરવાથી કોકરોચ બેકિંગ સોડાની દુર્ગંધથી દૂર ભાગે છે અને ડ્રેઇનમાંથી બહાર આવતા નથી.

ડ્રેઇનમાં રહેલા કોકરોચથી છુટકારો મેળવવા માટે તમે લગભગ એક કપ નવશેકું પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા ઉમેરીને, આ સોલ્યુશનને ડ્રેઇનમાં રેડો. આનાથી ડ્રેઇનની અંદર રહેલા કોકરોચને મારી નાખે છે અને તેમની વધતી સંખ્યાને અટકાવે છે.

બોરિક એસિડ

બોરિક એસિડ જીવાતો માટે હાનિકારક છે અને બાથરૂમ ડ્રેઇનમાંથી કોકરોચ દૂર કરવાનો સારો એવો ઉપાય છે. જ્યારે વંદો બોરિક એસિડના સંપર્કમાં આવે, ત્યારે તેમના પગ અને પાંખોને ચોંટી જાય છે. જ્યારે તે આ પાવડરને ગળી જાય છે, ત્યારે તે તેમની તંત્રિકા અને પાચન તંત્ર પર કામ કરે છે અને તેમને મારવાનું કામ કરે છે.

બાથરૂમ ડ્રેઇનની આસપાસ અને તેની અંદર બોરિક પાવડરનો છંટકાવ કરો અને તેને આખી રાત માટે છોડી દો. આ ડ્રેઇનની અંદર રહેલા કોકરોચ મરી જશે અને ગંદકી પણ ઘરમાં ફેલાશે નહીં.

બોરેક્સ પાવડર 

બોરેક્સ એ સરળતાથી ઉપલબ્ધ અને કપડાં ધોવાની પ્રોડક્ટ છે જે વંદાઓને મારવા માટે ઉત્તમ ઉપાય છે. સારા પરિણામ માટે, બોરેક્સ અને ખાંડને એક સરખા ભાગમાં મિક્સ કરો. આ મિશ્રણને કોકરોચવળી જગ્યા પર રેડો, જ્યારે કોકરોચ બોરેક્સના સંપર્કમાં આવે છે તે તેના સેવનથી તે ઝડપથી મરી જશે.

ગરમ પાણી 

ડ્રેઇનના વચ્ચેના ભાગમાં ગરમ ​​પાણી રેડવું. આ ડ્રેઇનની અંદર કોઈપણ ગંદકીને ભેગી થતા રોકે છે. ગંદકી જ મુખ્ય કારણ છે કોકરોચ થવાનું.એટલા માટે જ્યારે કોઈ ગંદકી ના હોય તો ત્યાં વંદાઓ આવતા નથી અને ડ્રેઇનની અંદર ગરમ પાણી રેડવાથી વંદાઓ મારી જાય છે.

સફેદ વિનેગર

કોકરોચથી બચવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ અસરકારક છે. આ માટે વિનેગર અને પાણી બંને સરખા ભાગમાં લઈને મિક્સ કરીને એક સોલ્યુશન તૈયાર કરો. તૈયાર કરેલું આ સોલ્યુશનને ડ્રેઇનમાં રેડીને કોકરોચથી છુટકારો મેળવી શકો છો. આના ઉપયોગથી કોકરોચ ભાગી જાય છે અને વિનેગારની સુગંધથી બીજા વંદાઓ આવતા નથી.

વંદાઓને આવતા કેવી રીતે રોકી શકાય

બાથરૂમમાં કોઈપણ જગ્યાએ રહેલી તિરાડો અથવા છિદ્રોને બેન્ડ કરવાથી કોકરોચને આવતા અટકાવી શકાય છે. આ માટે તમે કોઈ પ્રોફેશનલની મદદ લઈને આ કામ કરી શકો છો.

ટપકતા નળ, ચકલી અથવા પાણી ટપકતું હોય તેને શોધો અને તેને ટપકતા અને વહેતા પાણીને બંદ કરો, કારણ કે કોકરોચ ભેજવાળી જગ્યાએ વધારે પ્રમાણમાં આવે છે. બાથરૂમ ડ્રેઇન પાઈપોની આસપાસ કોઈપણ તિરાડો અને છિદ્રો હોય તો તેને સીલ કરો કારણ કે આ વિસ્તારો કોકરોચ માટે પ્રવેશ માટેનો પોઇન્ટ બની શકે છે.

બાથરૂમમાં વોશ બેસિનની નીચે પાઇપની આજુબાજુ કોઇ છિદ્રો અથવા તિરાડો પડી હોય તો તેને તપાસીને બંધ કરવાનો પ્રયત્ન કરો.
બાથરૂમનું આઉટલેટ તપાસીને ચેક કરો કે ક્યાંક જાળી તૂટેલી તો નથી અથવ કાટ લાગેલો નથી ને, આ પણ એક કારણથી વંદાઓ અંદર આવી શકે છે.

ઉપર જણાવવામાં આવેલા તમામ ઉપાયો તમારા બાથરૂમ ડ્રેઇનમાંથી આવતા કોકરોચને કાયમી માટે દૂર કરી શકે છે અને આ સમસ્યાને કારણે તમને કોઈપણ પ્રકારના નુકસાન થવાથી બચાવી શકે છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. ખુબ ખુબ આભાર.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા