diet plan for weight loss fast in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

વજન ઓછું કરવું છે પણ સમય નથી મળતો કસરત કરવાનો, તો જાવે તમે તમારી દિનચર્યામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમારું વજન ઓછું કરી શકો છો. જેમ કે, નોકરી કરતી મહિલાઓ ઓફિસેથી આવ્યા પછી એટલી થાકી જાય છે કે તેઓ ઘણી વખત વધારે મહેનત કરવી પડે તેવી જ રસોઈ બનાવે છે.

આવી સ્થિતિમાં ઘર અને ઓફિસની જવાદારીના લીધે લીલા શાકભાજી ભાગ્યે જ ઘરમાં બનાવે છે. તમે પણ એક ઓફિસ વર્કિંગ મહિલા છો તો તમે રજાના દિવસે હેલ્ધી ફળો અને શાકભાજીને કાપીને ફ્રીજમાં રાખો.

ઘરમાં હંમેશા શેકેલા ચણા, પોપકોર્ન, બ્રાઉન બ્રેડ વગેરે પહેલાથી મૂકીને રાખો, જેથી તમે જયારે પણ ભૂખ્યા થાઓ ત્યારે હેલ્દી વસ્તુઓ ખાઈ શકો. ઓફિસ પર જતા ટિફિનમાં મૌસમી તાજા ફળો, દહીં, ડ્રાયફ્રુટ, વગેરે લઇ જાઓ, જેથી કરીને ભૂખ લાગે ત્યારે વહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી બચી શકો.

સૂપ, સલાડ, સ્પ્રાઉટ્સ, ફ્રૂટ્સ વગેરે વસ્તુઓને ખાવામાં ધીમી ગણવામાં આવે છે એટલે કે આપણે બધા આ વસ્તુઓને ધીમે-ધીમે ખાઈએ છીએ, તેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે આ વસ્તુઓને ખાવાથી સંતોષ મળે છે અને આપણે વધારે પડતું ખાવાથી બચી શકીએ છીએ.

મગની દાળના ચીલા, બેસનના ચીલા, આમલેટ વગેરે ઘરે બનાવો ત્યારે હંમેશા નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો, કારણ કે તેમાં તેલ ઓછું વપરાય છે અને તમે હેલ્દી ખોરાક લઈ શકો છો. દાળ, બ્રાઉન રાઈસ વગેરે બનાવતી વખતે તેમાં શાકભાજીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરો.

જો તમે ક્યાંક પાર્ટી કે બહાર પિકનિકમાં જાઓ છો તો ઘરની બહાર નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરી લો. આ તમને પાર્ટીમાં વધારે ખાવાથી બચાવશે. લગ્નમાં દરેક વાનગી ખાવી જરૂરી નથી, ફક્ત તમારી પસંદની વસ્તુઓને ઓછી માત્રામાં ખાઓ.

હોટેલ જાઓ છો તો બધું જ ખાઈ જવું જોઈએ કારણ કે પૈસા ખર્ચવામાં આવેલા છે તેવું ના વિચારશો. પરંતુ જો ખોરાક બચી ગયો હોય તો તેને પેક કરીને ઘરે લઈ જાઓ સારું રહેશે. તમારા લંચ અને ડિનરમાં સલગમનાં પાન, મૂળાના પાન, કોબીજ, પાલક વગેરે જેવા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. કારણ કે તેમાં ઘણા પ્રકારના વિટામીન હોય છે અને ફેટ ફ્રી હોય છે.

ઘાટા રંગના ફળો અને શાકભાજીમાં વૃદ્ધત્વ વિરોધી તત્વો હોય છે એટલે તેનું સેવન કરવાથી તમે વૃદ્ધત્વના સંકેતોને રોકી શકો છો, તેથી દાડમ, ગાજર, કેપ્સિકમ, ટામેટા, પપૈયું, તરબૂચ વગેરેને તમારા દરરોજના આહારમાં સામેલ કરો.

ડાયેટિંગ કરતા હોય ત્યારે તૃષ્ણાને રોકવા માટે કંઈપણ ખાતા પહેલા સૂપ, નારિયેળ પાણી, હર્બલ ટી વગેરે પીવો. આ બધી વસ્તુ હેલ્દી છે અને તૃષ્ણાઓથી પણ રાહત આપે છે. તૃષ્ણાને રોકવા માટે બીજી રીત છે બ્રશ કરી લો. જ્યારે પણ તૃષ્ણા વધે ત્યારે ટૂથબ્રશથી દાંત સાફ કરવાથી ભૂખ મટી જશે.

દિવસમાં એક જ સમયે વધારે ના ખાઓ, પરંતુ 4-5 વખત થોડું થોડું ખાઓ. આનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે અને તમે તમારી ભૂખ પણ નિયંત્રિતમાં રહેશે.

ડાયેટિંગ કરતી વખતે આ ભૂલો ક્યારેય ના કરો

ઓછા સમયમાં વધારે વજન ઘટાડવાની કોશિશ ક્યારેય ના કરો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. સંશોધન મુજબ, કંઈક ખાવાની તીવ્ર ઈચ્છા માત્ર પાંચ મિનિટ સુધી જ રહે છે, તેથી જો તે 5 મિનિટમાં તમે તમારી જાત પર નિયંત્રણ રાખશો તો તમે બિનજરૂરી વસ્તુઓ ખાવાથી બચી શકો છો.

ખરાબ કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે મૈંદા, રિડાઇન્ડ ખાંડ, સફેદ ચોખાને ખાવાથી બચો. કારણ કે તેમાં પોષક તત્ત્વો અને ફાઈબર ના બરાબર હોય છે અને સુગર લેવલ વધારવાની શક્યતા પણ વધારે હોય છે. રાત્રિભોજનમાં શરીરમાં કફ બનાવે તેવા ખોરાક ખાઓ.

આ સિવાય, સફેદ ચોખા, મૈંદા વગેરે જેવી સફેદ વસ્તુઓ સિવાય રાજમા, ચણા જેવા કઠોળને પચવામાં વધારે મુશ્કેલ પડે છે તેવા ખોરાક ખાવાનું ટાળો. સવારનો નાસ્તો કરવાનું ક્યારેય ભૂલશો નહીં. જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમને ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા સામાન્ય લોકો કરતા વધી જાય છે.

લીલા શાકભાજીને એટલું વધારે ના રાંધો કે તેના પોષક તત્વો નાશ પામે. તળેલી, મસાલેદાર વસ્તુઓ ના ખાઓ, ખાંડ, મૈંદા અને બિસ્કીટથી પણ દૂર રહો.

મોટાપા વધવાના સામાન્ય કારણો

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, જલ્દી જલ્દી ખાવું, સવારનો નાસ્તો ન કરવો, રાત્રે સારી ઊંઘ ના લેવી, ફાસ્ટ ફૂડ વધારે ખાવા, ખાધા પછી તરત જ સૂઈ જવું, તણાવમાં વધારે ખાવું, આખો દિવસ બેસીને કામ કરવું, ટીવી જોતા ખાવું.

હેલ્દી ટિપ્સ : રાત્રે 7.30 વાગ્યા પછી મીઠુંનું સેવન બિલકુલ ના કરો. કૃત્રિમ પીણાં બિલકુલ ના પીશો. ચોખા અને બટાકાથી દૂર રહો. દરરોજ અડધો કલાક વ્યાયામ કરો અથવા 45 મિનિટ ઝડપથી ચાલો. આ માટે સમય ના હોય તો ઘરે દોરડા કુદો.

એક જ વારમાં 100 વખત દોરડા કુદો અને આ રીતે પાંચ વખત કરો એટલે કે દરરોજ 500 દોરડા કુદો, પછી ધીમે ધીમે એક જ વારમાં 100 થી વધારે દોરડા કુદવાનો પ્રયાસ કરો. પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવી 20 મિનિટ સુધી શ્વાસ લેવાની કસરત પણ ફાયદાકારક છે. જો તમે ખૂબ જ તણાવમાં હોય તો અત્યારે ડાયેટિંગ કરવાનું ટાળો. આ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર છોડી શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા