અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે. ચોમાસુ આવે એટલે નવી નવી વાનગી ખાવાનું મન થતું હોય છે. ચોમાસામાં લોકોને ગરમીથી રાહત મળે છે, ત્યાં બીજી બાજુ ચારેય બાજુ હરિયાળી ફેલાયેલી હોય છે જે મનને પ્રસન્ન કરે છે. ચોમાસા દરમિયાન, વરસાદ વરસતો જોઈને આપણને ગરમ આદુની ચા અને પકોડા ખાવાનું મન થાય છે.
પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે વરસાદને માણવા માટે કરવામાં આવેલા સ્વાદમાં ફેરફાર પાચનક્રિયાને બગાડે છે. પછી ખાવાની ચિંતા ઓછી અને શરીર ની ચીંતા વધુ થવા લાગે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે ચોમાસા દરમિયાન કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ, કે જેથી સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક તમારા પાચનને બરાબર રાખી શકે છે.
અમે તમને કેટલાક તેલ વિષે જણાવીશું જે તેલમાં રાંધવામાં આવતો ખોરાક તમને ચોમાસામાં ફિટ રાખશે અને તમારી પાચનક્રિયાને નુકશાન પહોંચાડશે પણ નહિ.
1. સરસવનું તેલ: આ તેલનો ઉપયોગ આપણા દેશના મોટાભાગના ઘરોમાં રસોઈમાં થાય છે. આ તેલમાં ઘણા એવા તત્વો છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સરસવ તેલની તાસીર ગરમ હોય છે. કારણ કે ઉનાળાના વરસાદ પછી તાપમાન થોડું ઘટે છે, હવામાન ઠંડુ થઈ જાય છે, આવી સ્થિતિમાં સરસવનું તેલ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ તેલ એલર્જી સામે રક્ષણ કરવામાં પણ મદદ કરી શકે છે.
2. તલનું તેલ: ચોમાસામાં રસોઈ માટે તલનું તેલ પણ સારો વિકલ્પ ગણવામાં આવે છે. તેલના તાલમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા છે. જો તમારા શરીરનું શુગર વધારે રહે તો આ તેલ તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય, તલનું તેલ કેન્સર, એનિમિયા વગેરે જેવી ઘણી બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ આપી શકે છે.
3. ઓલિવ તેલ: ઓલિવ તેલને વરસાદી મૌસમમાં શરીર માટે સારું માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને તમે ઘણા બધા રોગોથી બચી શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.