આપણા દરેક ઘરે માં એટલે કે ૮૦% લોકો નાં ઘરમાં ભાત દરરોજ રંધાતો હોય છે. આપણે ચોખાને સારી રીતે ધોઈ તેનું પાણી ફેંકી દઈએ છીએ. તમને ખબર હસે કે ચોખા ની અંદર સૌથી વધુ કાર્બોહાઈડ્રેડ રહેલું હોય છે. આ કાર્બોહાઈડ્રેટ ૮૦ થી ૮૫ ટકા લોકો માટે ખૂબ જ જરૂરી તત્વ ગણાય છે.
અમુક પ્રકારની બીમારીઓ જેવી કે ડાયાબિટીસની બીમારી. જે ની અંદર ડોક્ટર વાઈટ ચોખા ખાવા ની ના પાડે છે. બાકી દરેક લોકોએ કાર્બોહાઈડ્રેટ ધરાવતા ચોખા ખાવા જ જોઈએ. ચોોખાને ધોયા બાદ તેનું પાણી ફેંકી દેવાથી ચોખામાં રહેલા ૫૦-૬૦% ટકા વિટામિન અને તત્વો નાશ પામે છે. કારણ કે તે પાણીની અંદર ફાઇબર, પ્રોટીન વિટામિન બી, વિટામિન એ વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ જેવા તત્વો મળી આવે છે અને આપણે તે પાણીને ફેંકી દઈએ છીએ. ચાલુ જોઈએ ચોખાના પાણીથી થતા ગજબના ફાયદા વિશે.
ચોખાના પાણીની અંદર રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ, ત્વચા ને લગતા કેન્સરથી બચાવે છે. ચામડીને લગતી કોઇપણ સમસ્યાથી છુટકારો આપે છે. ઘણા લોકોને ઉનાળાની સિઝનમાં ડીહાઇડ્રેશનની સમસ્યા થતી હોય છે. ડીહાઈડ્રેસન થી વાંચવા માટે કે ડીહાઈડ્રેસન થી ઘટી ગયેલા પાણીના લેવલને વધારવા માટે ચોખાનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચોખાનું પાણી પીવાથી ઉનાળામાં કયારેય પણ પાણીની કમી નહીં થાય.
જે વ્યક્તિને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમણે રોજ થોડું થોડું ચોખાનું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. આવું કરવાથી કુદરતી રીતે હાઇબ્લડપ્રેશર અને હાઇપર ટેન્શન ની સમસ્યા ઠીક થઈ જાય છે.
ચોખાનું પાણી સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત કરવાનું કામ કરે છે. જે વ્યક્તિને સાંધાનો દુખાવો થતો હોય અથવા તો રહેતો હોય તેમણે તો ચોખાનું પાણી પીવું જ જોઇએ.
ચહેરા પરના ખીલ કે કોઈ કાળા ડાઘ મટાડવા માટે ચોખાનું પાણી અતિ લાભદાયી સાબિત થાય છે. ચોખાના પાણીની અંદર એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પણ રહેલાં હોય છે. જે આપણા ચહેરા ને લગતી, ત્વચા ને લગતી કોઈ સમસ્યા પણ દૂર કરે છે.
અઠવાડિયામાં ત્રણ વખત ચોખાના પાણીથી માથું ધોવાથી આપણા વાળ એકદમ લાંબા, ચમકદાર અને મજબૂત બને છે. ચોખાના પાણીની અંદર રહેલું ઇનેજીતોલ અને કાર્બોહાઇડ્રેટ ના કારણે વાળ ગ્રો કરે છે આવું એક રિસર્ચમાં સાબિત થયું છે.
ચોખાનું પાણી પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેથી આ પાણી રોજ પીવાથી કે અઠવાડિયામાં બેથી ત્રણ વખત પીવાથી કબજીયાત ની જૂનામાં જૂની તકલીફ દૂર થઈ જાય છે. ચોખાના પાણીની અંદર રહેલા ફાઈબર તત્વો આ કબજિયાત મટાડે છે.
આપણને ક્યારેક વાઇરલ ઇન્ફેક્શન કે ઋતુ પરિવર્તનના કારણે તાવ આવી જાય છે. આવા પ્રકારના તાવ કે શરદી મટાડવા માટે ચોખાનું પાણી સૌથી બેસ્ટ ઉપાય છે. ચોખાનું પાણી પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી અને તાવ જલ્દીથી મટી જાય છે.
તમને અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.