આજે અમે લઈને આવ્યા છીએ એક ઉપાય જે તમે 10 રૂપિયા માં બનાવી શકો છો. અત્યારે ગરમી નો સમય છે એટલે ઘરના નાના – મોટા બધા લોકો ઘરે જ રહે છે એવામાં ટોયલેટ નો વધારે વપરાશ થાય છે.
આવા સમયે ટોયલેટ માંથી સ્મેલ આવતી હોય છે ટોયલેટ ને ક્લીન કરવું ખુબ જ આવશ્યક હોય છે. આ જે બૉમ્બ્સ હોય છે તે માર્કેટ મોંઘા મળતા હોય છે અને આ તમે પણ ઘરે બનાવી શકો છો. આ બોમ્બસ એટલા સરસ હોય છે કે 2 મિનિટ માં ટોયલેટ ને સ્મેલ ફ્રી કરી નાખે છે.
આપણા ઘરે બેકિંગ સોડા હોય છે જેને આપણે ઈટિંગ સોડા અને મીઠા સોડા પણ કહીયે છીએ જે નેચરલ ક્લીનીંગ પણ કરે છે. સાઇટ્રિક એસિડ ખાટું હોય છે જે ડાઘ દૂર કરવામાં પણ વપરાય છે.
- સામગ્રી:
- બેકિંગ સોડા 1 કપ,
- સાઇટ્રિક એસિડ 1/4 કપ,
- ડીશ વૉશિંગ જેલ 1 મોટી ચમચી
બનાવવાની રીત:
કોઈ પણ એક વાસણ માં બેકિંગ સોડા અને સાઇટ્રિક એસિડ ને મિક્સ કરી લો. તેમાં 1 મોટી ચમચી ડીશ વોશિંગ જેલ એડ કરો. તમારા ઘર માં કોઈ પણ વાપરતા હોય તે લઇ શકો છો. હવે બરાબર મિક્સ કરી લો.
મિશ્રણને હલાવતી વખતે આ મિશ્રણ ફુલતું તમને જોવા મળશ. હવે એક ચમચી ની મદદ થી બરફ મુકવાની સ્ટ્રે માં ગોઠવી દો. આ બૉમ્બ્સ ધીમે ધીમે ફુલતા રહેશે એટલે તે સ્ટ્રે માં એની જાતે જ સ્ટ્રેના આકાર માં ગોઠવાઈ જશે.
હવે 3 થી 4 કલાક સુધી એને ઢાંકીને મૂકી રાખો. 3 થી 4 કલાક પછી જોઈ શકશો કે બરફ આકારના ટોયલેટ બૉમ્બ્સ બનીને તૈયાર ગયા છે. હવે તેને કોઈ પણ જારમાં કાઢી લો.
હવે જયારે તમે વોશરૂમ માં જાઓ છો અને તમને લાગે છે કે સ્મેલ આવે છે તો આ એક ટેબ્લેટ ને યુસ કરો અને ફ્લશ દબાવો. આને તમે વધુ પ્રમાણ માં બનાવીને સ્ટોર પણ કરી શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.