ઘણી સ્ત્રીઓ માટે તણાવ અને ચિંતામાં રેહવું સામાન્ય છે. ઘણી સ્ત્રીઓ રોજિંદા ધોરણે તણાવનો સામનો કરે છે. ઘરનું અને ઓફિસનું કામ, કૌટુંબિક સમસ્યાઓ, સ્વાસ્થ્યની ચિંતાઓ અને નાણાકીય જવાબદારીઓ રોજિંદા જીવનના ભાગો છે જે સામાન્ય રીતે તણાવના સ્તરમાં વધારો કરે છે.
કેટલીકવાર ચિંતા આપણા રોજિંદા જીવન, કાર્ય, સંબંધો અને એકંદર સુખ પર નકારાત્મક અસર કરી શકે છે. મોટાભાગના લોકો તણાવપૂર્ણ પરિસ્થિતિઓ વિશે ચિંતા કરે છે. રોજિંદા જીવનના ક્રોનિક તણાવ અને ચિંતાને ઘટાડવી આરોગ્ય માટે ખુબ જ જરૂરી છે.
આ એટલા માટે છે કારણ કે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને હૃદયની વિકૃતિઓ, માનસિક વિકૃતિઓ અને ડિપ્રેશનનું જોખમ વધારે છે. જો કે, ઘણા કિસ્સાઓમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પરંતુ તમે નીચે આપેલી ટિપ્સની મદદથી ચિંતાને કારણે થતા લક્ષણોથી છુટકારો મેળવી શકો છો.
નિષ્ણાત અભિપ્રાય : આયુર્વેદિક નિષ્ણાત જીતુ ચંદન જી આ વિશે માહિતી આપી રહ્યા છે. તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ઉપાય શેર કરતો એક વીડિયો શેર કર્યો છે. તેઓ કેપ્શનમાં લખે છે, ‘1 મિનિટ કામ કરો અને અને ચિંતાના લક્ષણોથી છુટકારો મેળવો.
જ્યારે આપણે બેચેન હોઈએ છીએ, ત્યારે તે ઘણા શારીરિક લક્ષણો દર્શાવે છે. સામાન્ય લક્ષણોમાંનું એક છાતીમાં જકડન મહેસુસ થાય છે. જો મનમાં નકારાત્મક લાગણી છે, તો નકારાત્મક વિચારને તોડવાનો પ્રયાસ કરો. તમે જે પણ કામ કરી રહ્યા છો તેને બંધ કરો, મૌન બેસો.’ આ લેખમાં ચિંતાથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.
ચિંતા દૂર કરનાર નુસ્ખા : આ માટે તમારા બંને હાથ વડે છાતી પર ટેપ કરો. આવું ઓછામાં ઓછું 10 વખત કરો. આ પછી, તમારા જમણા હાથથી છાતીની ડાબી બાજુ પર ટેપ કરો. આવું ઓછામાં ઓછું 10 વખત કરો. પછી તમારા ડાબા હાથથી છાતીની જમણી બાજુ ઉપરની તરફ 10 વાર ટેપ કરો.
આ પછી તમારા બંને હાથને મુઠ્ઠીઓ બનાવીને ક્રોસ કરો. પછી તમારી છાતી પર બંને બાજુ ટેપ કરો જાણે કોઈ પછાડી રહ્યું હોય. આ પણ ઓછામાં ઓછા 10 વખત કરો. હવે હળવા હાથ વડે તમારી છાતીના મધ્ય ભાગને ઉપરથી નીચે સુધી ટેપ કરો. ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે આ કરો.
આ પછી, તમારા બંને હાથથી ખભા પર 10 વાર ટેપ કરો. પછી તમારા હાથને ક્રોસ કરો અને શક્ય હોય ત્યાં સુધી તમારી જાતને પકડી રાખો. આમ કરવાથી, ચિંતાને કારણે થતી છાતીમાં જકડન 1 મિનિટમાં જ દૂર થઈ જશે.
View this post on Instagram
તમે પણ આ 1 મિનિટનો નુશખો અજમાવીને ચિંતામાંથી મુક્તિ મેળવી શકો છો. પરંતુ જો તમે વધારે ચિંતા અનુભવો છો તો એકવાર ચોક્કસપણે નિષ્ણાતનો સંપર્ક કરો. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.