chana na lot no face pack
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

નેચરલ ફેસપેક: મહિલાઓ માટે ઓઈલી ત્વચાની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે ચહેરો હંમેશા ઓઈલી દેખાય છે. આ સિવાય ઓઈલી સ્કિનમાં ઘણી વાર ચીકાસવાળી, ખીલ, બ્લેકહેડ્સ, ગંદકીને સરળતાથી ચોંટી જવાથી છિદ્રોને બંદ થવાની વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે.

આજકાલ આમ પણ ખરાબ જીવનશૈલી અને આ ઋતુઓના ફેરફારો અને પ્રદૂષણને કારણે તમારી ત્વચાને સ્વસ્થ રાખવી એક પડકાર બની ગયું છે. જો કે ઓઈલી ત્વચા હોવાના ઘણા કારણો જેમ કે હોર્મોનલમાં ફેરફાર હોઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી બચવા માટે કોઈ કુદરતી રીત શોધી રહ્યા છો તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી.

કારણ કે આજે અમે તમારા માટે ચણાના લોટ અને એલોવેરા જેલના મિશ્રણથી બનેલો નેચરલ ફેસ પેક લાવ્યા છીએ જેને તમે ટ્રાય કરી શકો છો. જો કે તમે તેનો ઉપયોગ કરીને ઓઈલી ત્વચાથી સંપૂર્ણપણે છુટકારો તો મેળવી શકતા નથી પરંતુ તમે તમે તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકો છો.

ફેસ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી : ચણાના લોટ 2 ચમચી, હળદર 1/4 ચમચી, એલોવેરા જેલ 1/2 ચમચી, ગાજરનો રસ 2 ચમચી

ફેસ પેક બનાવવાની રીત : ચણાનો લોટનું ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ચણાનો લોટ અને હળદર નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ગાજરનો રસ ઉમેરીને તેની એક સ્મૂધ પેસ્ટ બનાવો જે તમારા ચહેરા પર સરળતાથી લાગી શકે.

હવે તેમાં બાકીની સામગ્રી એટલે કે એલોવેરા જેલને ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો. તમારો ફેસ પેક બનીને તૈયાર છે. હવે આ ફેસ પેકને 5 મિનિટ માટે બાજુ પર રાખો.

ફેસ પેકને લગાવવાની રીત : ફેસ પેકને 5 મિનિટ સુધી રાખ્યા પછી હવે તેને લગાવવાનો સમય આવી ગયો છે તો તેને લગાવતા પહેલા તમારે તમારો ચહેરાને સારી રીતે સાફ કરવો જોઈએ. તે સારું રહેશે કે તમારા ચહેરાને ગરમ પાણીને બદલે ઠંડા પાણીથી ધોવો.

ચહેરો ધોયા પછી આ પેકને સાફ હાથથી ચહેરા પર લગાવો. આ પેક લગાવ્યા પછી તેને તમારા ચહેરા પર 20 થી 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. 30 મિનિટ થઇ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો અને તમારી ત્વચાને સૂકવીને મોઈશ્ચરાઈઝર લગાવો.

જો કે આ ફેસ પેકના ફાયદા તમને એક જ દિવસમાં નહીં મળે. તમે અઠવાડિયામાં લગભગ બે વાર તમારા ચહેરા પર તેનો ઉપયોગ કરો. હવે જાણો આ કુદરતી સામાગ્રીના ફેસ પેક લગાવવાના ફાયદા.

હળદર ના ફાયદા : હળદર ચહેરા માટે ખૂબ સારી માનવામાં આવે છે કારણ કે તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. આ સિવાય તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ પણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે.

ગાજરના રસના ફાયદા  : ગાજરના રસનો ઉપયોગ તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે સાથે સાથે તે ચહેરાની ચમક વધારવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. આ સિવાય ઓઈલી ત્વચા માટે ગાજરના રસનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાને ઠંડુ રાખવામાં મદદ કરશે અને કરચલીઓને ઘટાડવામાં પણ મદદ કરશે.

એલોવેરાના ફાયદા : એલોવેરા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે એલોવેરા એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મળી આવે છે. આ સિવાય એન્ટીઓકિસડન્ટ ત્વચાને નમી પુરી પાડે છે અને સ્કિન ઇન્ફેક્સન સામે રક્ષણ પણ કામ કરે છે. સાથે તે ત્વચાને મોઈશ્ચરાઈઝર કરીને સોફ્ટ અને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.

ચણાના લોટના ફાયદા : ચણાના લોટ તમારા ચહેરાના રંગને સાફ કરવાનું કામ કરે છે અને સાથે જ ત્વચાને મુલાયમ બનાવે છે. ચણાના લોટ ત્વચા પર સ્ક્રબનું કામ કરે છે અને તે ત્વચાના છિદ્રોને ખોલે છે અને ચહેરાને અંદરથી સાફ કરે છે. સાથે સાથે તે ત્વચામાંથી વધારાનું ઓઇલ પણ દૂર કરે છે.

એટલા માટે તમે આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ગાજરના રસને બદલે મધનો પણ ઉપયોગ કરી શકાય છે કારણ કે મધ ત્વચાની બધી ગંદકી દૂર કરીને ચહેરાને સાફ કરે છે.

નોંધ– ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવેલો આ ફેસ પેક સંપૂર્ણપણે કુદરતી છે અને તેની ત્વચા પર કોઈ આડ અસર થતી નથી પણ સંવેદનશીલ ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા એક નાનો ટેસ્ટ કરો. કારણ કે દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે. આ સિવાય તમને ત્વચા સંબંધિત કોઈપણ એલર્જી હોય તો પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા