hair oil made at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પહેલાના જમાનામાં વાળની સમસ્યા ખુબજ ઓછા લોકોમાં જોવા મળતી હતી, પરંતુ આજના સમયમાં વાળની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. મોટા ભાગે વાળ ખરવા, વાળના બે ભાગ થવા, વાળ લાંબા ન થવા ,ખોડો વગેરે સમસ્યા જોવા મળે છે.

તો અહીંયા તમને વાળની બધી સમસ્યા દૂર કરતુ એક તેલ ઘરે બનાવતા શીખવીશું જે વાળની બધી સમસ્યા દૂર કરી શકે છે. ઘરના રસોડામાંથી જ મળી રહેતી વસ્તુનો ઉપયોગ કરીને એકદમ સરળતાથી આ તેલ બની જાય છે.

આ તેલ વાળને ખરતા અટકાવી શકે, વાળને એકદમ ઝડપથી લાંબા અને કાળા બનાવે છે સાથે સાથે વાળ માંથી ખોડો કે વાળની રૂક્ષતા દૂર કરી લાંબા સમય સુધી કાળા રાખે છે. આ તેલ બનાવવાની રીત જોતા પહેલા થોડી વાળ વિષે માહિતી મેળવી લઈએ.

આપણા વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા હોય છે. પ્રોટીન અને વિટામિન ઈ યુક્ત ખોરાક પૂરતા પ્રમાણમાં લેવાથી વાળ સ્વસ્થ અને સિલ્કી બને છે. ડાયેટિંગ કરવાથી કે વધુ પડતા ફાસ્ટ ફૂડના સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. જેની સીધી અસર વાળ અને ત્વચા ઉપર જોવા મળે છે.

ખોરાક માં પ્રોટીન અને વિટામિનની કમીના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે અને વધુ પડતા પાતળા બને છે, જેથી વાળ ખરવાનું પ્રમાણ વધે છે. જો દરરોજ વાળ ખરે તો તેને વાળ ખરવાની સમસ્યા કહી શકાય છે. જેનાથી વાળનો જથ્થો ઘટી જાય છે.

ખોરાક ઉપરાંત વાળમાં નિયમિત તેલ માલિશ કરવામાં ન આવે તો પણ વાળ ખરવાની, વાળ વધુ પડતા ડ્રાય થઈ જવાની, ખોડો થવાની સમસ્યા ઊભી થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે થી ત્રણ વખત વાળમાં તેલની માલીશ કરવી ખુબજ જરૂરી છે. તેલ નાખવાથી વાળને બહારથી પોષણ મળે છે.

તેનાથી વાળના મૂળ મજબૂત બને છે અને વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે. બરછટ વાળમાં તેલનું માલિશ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે. તેલ વાળના મુળમાં જઈને વાળને અંદરથી પોષણ આપી વાળને લાંબા, સ્વસ્થ્ય તેમજ વાળને કાળા બનાવે છે. હવે જાણીએ ઘરે તેલ બનાવવાની રીત વિષે.

સૌથી પહેલા 250 ગ્રામ તેલ લેવાનું છે. તમે તમારી પસંદ અને અનુકૂળતા મુજબ તલ નું તેલ, સરસવ નું તેલ, કે ટોપરાનું તેલ લઈ શકો. તમે કોઈ બે તેલને મિક્ષ પણ લઈ શકો છો. હવે એક પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ બનાવવા માટે

માટે ૨ સમારેલી મીડિયમ સાઇઝની ડુંગળી અને મીઠા લીમડાની 8થી 10 ડાળી લેવાની છે. આ ઉપરાંત બે ચમચી સૂકા મેથીના દાણાને ૬ થી ૮ પાણીમાં પલાળી દેવા. પલળેલા મેથીના દાણાનો ઉપયોગ કરતા પહેલા દાણાને કપડાથી કોરા કરી લૂછી લેવા.

હવે એક મિક્સર જારમાં સમારેલી ડુંગળી, મીઠા લીમડાના પાન અને મેથીના દાણા મિક્સ કરી પીસી લેવા. પીસતી વખતે જરૂર પડે તો પાણીના બદલે તેલ વાપરવું જેથી પેસ્ટમાં પાણીનો ભાગ એકદમ ઓછો હશે તો તેલ ઉકળ તી વખતે તેલ ઝડપથી બની જશે.

હવે એક મોટા તપેલામાં કે ઊંડી કડાઈમાં પેસ્ટ અને તેલને સારી રીતે મિક્ષ કરી લેવું. એકવાર બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે ઉકાળવું. જ્યારે ડુંગળીની પેસ્ટ થોડી લાલ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેલને ઠરવા દેવું.

પેસ્ટ કાળી થઇ જાય ત્યાં સુધી તેલ ન ઉકાળવું, નહીંતર તેના પોષક તત્વો બળી જશે. તેલ ઠંડુ પડી જાય એટલે એકદમ જ ઝીણી ગરણી કે મલમલના કપડાંથી ગાળી નિચોવીને તેલને કાચની બરણીમાં ભરી લેવું. અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ તેલને સહેજ હૂંફાળું ગરમ કરી વાળમાં માલિશ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી વધે છે સાથે વાળ કાળા અને સિલ્કી રહે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “વાળની બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે, આ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવો તેલ”