chana khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ક્યારેક તો ટાઈમપાસ કરવા માટે ચણા ખાધા જ હશે. જો તમે ટેસ્ટ કે ટાઈમપાસ માટે ક્યારેક-ક્યારેક શેકેલા ચણા ખાતા હોવ તો તેને હવે દરરોજ ખાવાનું શરૂ કરો કારણ કે રોજ બે મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઇ છે.

તમે શેકેલા ચણાને પાવર ફૂડ કહી શકો છો કારણ કે તેને ખાવાથી તમને શરીરમાં તરત જ પાવર મળે છે. તે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સથી ભરપૂર હોય છે. ચણા ફાઈબરનો ખૂબ સારો સ્ત્રોત છે અને તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે.

ચણા ખાવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે શેકેલા ચણા પેટની સમસ્યાઓ ઘટાડવા માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. જો તમે વજન ઘટાડવાનો વિચાર કરી રહ્યા છો તો તેનું નિયમિત સેવનથી લાભ મળે છે.

આયુર્વેદ નિષ્ણાતો મુજબ શેકેલા ચણા ગોળ સાથે ખાવાથી વધુ સ્વાસ્થ્યપ્રદ બની જાય છે. જે લોકોના શરીરમાં આયર્નની ઉણપ હોય છે તેવા લોકોને સારી ગુણવત્તાવાળા શેકેલા ચણા ખાવાથી ફાયદો થાય છે. તો ચાલો જાણીયે કે દરરોજ બે મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે અને તમે એક અઠવાડિયાની અંદર ફર્ક જોવા મળી જશે.

શરીરની શક્તિ વધારવા માટે : ચણામાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે તેથી તેનું સેવન માંસપેશીઓનો વિકાસ થઇ શકે છે. અભ્યાસ મુજબ શેકેલા ચણાનું સેવન તમને શારીરિક ક્ષમતાના વિકાસમાં અદ્ભુત લાભ આપે છે. ગોળ સાથે શેકેલા ચણા ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરી શકાય છે. તે પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાને કારણે તમારી ફિટનેસમાં ફાયદાકારક છે. શેકેલા ચણામાં પ્રોટીન અને આયર્ન ભરપૂર હોવાથી તેને ખાવાથી તારાજ એનર્જી મળે છે.

બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે : ડાયાબિટીસના દર્દીઓ માટે સંતુલિત આહાર પસંદ કરવો મુશ્કેલ હોય છે તો આવા લોકો માટે શેકેલા ચણા એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે લો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ આહાર હોવાથી તેના સેવનથી લોહીમાં સુગરની સ્તર વધતું નથી.

આ સિવાય ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ જોવા મળે છે તેથી તે પેટને સ્વસ્થ રાખવા અને ડાયાબિટીસ સંબંધિત બીજી મુશ્કેલીઓ ઘટાડવામાં તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે.

જો તમે પણ પાચનની સમસ્યાથી પરેશાન છો તો તમે શેકેલા ચણાને આહારમાં સામેલ કરી શકો છો. તેને ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે સાથે જ તેમાં હાજર ફાઈબરની માત્રા શૌચક્રિયાને સરળ બનાવે છે, જેનાથી કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

વજન ઓછું કરે છે : જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ મોટાપાથી પરેશાન થઇ રહ્યું છે તો બે મુઠ્ઠી શેકેલા ચણા ખાવા ફાયદાકારક છે. આમ ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી તમારું પેટ સાફ રહે છે અને મોટાપાની સમસ્યા દૂર થઇ શકે છે.

કમરનો દુખાવો : શરીરમાં કમજોરી આવવાને કારણે મહિલાઓને કમરનો દુખાવો થાય છે. આવી મહિલાઓ બે ચણા ખાવાથી રાહત મળે છે, કારણ કે તેમાં પ્રોટીન વધારે હોવાથી મસલ્સ રિલેક્સ થાય છે.

ડાયાબિટીસ માં લાભકારી : શેકેલા ચણા ગ્લુકોઝની માત્રા શોષી લે છે, જેના કારણે ડાયાબિટીસ કાબૂમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ રોજ શેકેલા ચણા ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે. આ એટલા માટે પણ છે કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે છે પરંતુ કેલરી ઘણી ઓછી હોય છે.

બીજા લાભો : ચણા પાચન શક્તિને સંતુલિત કરે છે અને મગજની શક્તિ પણ વધારે છે. ચણા લોહીને શુદ્ધ કરે છે અને ત્વચા ચમકદાર બનાવે છે. ચણામાં આયર્ન હોય છે જે હિમોગ્લોબીનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જાણકારી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા