carrot benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફળો અને શાકભાજી વર્ષોથી આપણા બધા ઘરોનો મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને શિયાળાના દિવસોમાં કહેવાય છે કે આ ઋતુ સ્વાસ્થ્ય સારું બનાવવા માટે છે. ઉનાળામાં અને ચોમાસામાં બજારમાં શાકભાજી ઓછા જોવા જોવા મળે છે જયારે શિયાળાની શરૂઆત થતા જ બજારમાં જુદી જુદી લીલી શાકભાજી જોવા મળે છે.

આપણા પર કોરોના જેવી સમસ્યા આવી ગયા પછી બધા સમજી ગયા છીએ કે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ માટે દરેક વસ્તુની સાથે ખાવા-પીવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. શિયાળો પોતાની સાથે ઘણાં બધાં લીલાં શાકભાજી, ફળો અને ગોળ, તલ, ડ્રાયફ્રૂટ્સની ભેટ લઈને આવે છે. ગાજર પણ આ ભેટોમાંથી એક છે.

શિયાળામાં તમામ ગુણોથી ભરપૂર ગાજરને સલાડ તરીકે ખાવાથી, તેનું શાક બનાવીને કે હલવો બનાવીને ખાવાથી ખુબજ ફાયદા થાય છે. તેથી જો તમે આ સિઝનમાં પૂરતું પોષણ મેળવવા માંગતા હોવ અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માંગતા હોવ તો ગાજરનું સેવન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ગાજરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે: આજકાલ ગાજર દરેક સિઝનમાં મળે છે, પરંતુ ગુલાબી કે લાલ ગાજર શિયાળાની ઋતુમાં જ આવે છે. લાલ-ગુલાબી ગાજર જે શિયાળામાં આવે છે તે ખાવામાં મીઠું અને એન્ટીઑકિસડન્ટ પિગમેન્ટ્સ અથવા બીટા-કેરોટિન થી ભરપૂર હોય છે. આ માટે શિયાળામાં ગાજર વધુ પૌષ્ટિક છે.

ગાજર ખાવાના ફાયદા: તમણે જણાવી દઈએ કે ગાજર માત્ર રોગપ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ જ સારો ખોરાક નથી, પરંતુ તેના અન્ય ઘણા ફાયદા પણ છે. ગાજર ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. ગાજરમાં ફાઈબર અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. તેથી, તેને ખાવાથી પેટ ભરેલું લાગે છે જેથી તમે વધારાની કેલરીવારો ખોરાક ખાવાથી બચી શકો છો.

ગાજર બીટા કેરોટીન અને વિટામીન Aનો સારો સ્ત્રોત છે અને તે શરીરમાં સુગર લેવલને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. ગાજરમાં રહેલું કેલ્શિયમ અને વિટામીન K હાડકાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયરોગથી લઈને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ઘટાડવામાં પણ ભૂમિકા ભજવે છે. ગાજર આંખોથી લઈને હૃદયની બીમારીમાં ફાયદાકારક છે: ગાજરના નિયમિત અને સંતુલિત સેવનથી આંખોની રોશની સારી રહે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ગાજર વજન ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ફાઈબર પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે અને તે પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ ખુબજ રાહત આપે છે. તમને જણાવી દઈએ કે કોઈ પણ વસ્તુનું સેવન પ્રમાણસર કરવું, વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે.

આથી ગાજરને તમે સલાડમાં, જ્યુસ, હલવો કે શાકભાજીમાં અથવા તો નાસ્તામાં સામેલ કરી શકો છો. તમે બીટરૂટમાં મિક્સ કરીને સૂપ પણ બનાવી શકો છો.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા