બહારમાંથી ફળ ખરીદવું એ કોઈ મોટી વાત નથી પરંતુ તેમ છતાં ઘણી વખત એવું બને છે કે જ્યારે તમે બજારમાંથી ફળ ખરીદીને ઘરે લાવો છો તો તે અંદરથી બગડી ગયેલું નીકળે છે અથવા સ્વાદ વગરનું નીકળે છે. ફળ સારી ગુણવત્તાનું છે કે નહીં, કેટલું જૂનું છે અને કેટલું તાજું છે આ બધું તમે ફળ જોઈને જ જાણી શકો છો.
તમારે બજારમાં ફળની ખરીદી કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કહીકત છે કે જો ફળ હેલ્ધી છે તો તેને ખાવાથી ફાયદો થશે અને ફળ ખરાબ હશે તો તેને ખાવાથી તમને બીમારીઓ પણ થઈ શકે છે અને પૈસા પણ બગડશે, જેનાથી તમને કોઈ ફાયદો નહીં થાય.
જો તમારે પણ આ પરેશાનીઓથી બચવું છે તો અમે તમને ફળ ખરીદવાની સાચી રીત જણાવી રહ્યા છીએ. જો તમે જાણતા નથી કે ફળ કેવી રીતે ખરીદવું જોઈએ અને ફળ ખરીદતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂર છે, તો આ લેખમાં જણાવેલી ટિપ્સ ચોક્કસપણે તમારા કામમાં આવશે.
1. દ્રાક્ષ : બજારમાં દ્રાક્ષ ઓક્ટોબરથી જૂન સુધી તાજી મળે છે. દ્રાક્ષ દેખાવમાં સોનેરી લીલી હશે તે વધારે મીઠી અને આરોગ્યપ્રદ હશે. તે બધા જાણે છે કે દ્રાક્ષમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તેને ખાવાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. પણ જો તમે કાળી દ્રાક્ષ ખરીદો છો તો તેનો રંગ જેટલો ઘાટો હશે તેટલી જ કાળી દ્રાક્ષ સારી અને મીઠી હશે.
2 સફરજન : સફરજન દરેક સિઝનમાં એટલે ત્રણેય ઋતુમાં સરળતાથી મળે છે, પરંતુ શું તમે જાણો છો તાજા સફરજન બજારમાં માત્ર ઓગસ્ટથી ઓક્ટોબરની સિઝનમાં જ જોવા મળે છે, આ સિવાય તમે આખા વર્ષ દરમિયાન જે સફરજન ખરીદીને ખાઓ છો તે કોલ્ડ સ્ટોરેજમાંથી બજારમાં આવે છે.
આવા સફરજન બજારમાં ખરીદતી વખતે તમને બહારથી ખૂબ જ સુંદર દેખાશે પરંતુ જ્યારે તમે તેને કાપો છો ત્યારે તે અંદરથી ખરાબ નીકળે છે. જો કે તમારે સફરજન સુકાઈ ગયેલું એટલે કે તેની છાલ કરમાઈ ગઈ હોય એવું દેખાતું હોય તે ના ખરીદો.
જે સફરજન વધુ ચમકદાર લાગે છે તેના પર કેમિકલ લેયર હશે, ત્યારે તમે તેની છાલ પર નખ ઘસશો ત્યારે તમને સમજાશે કે તેના પર કોટિંગ કરેલું છે. આ જૂનું.સફરજન છે અને તે અંદરથી ખરાબ જ નીકળશે. સારા સફરજનની ઓળખ છે કે તેની સુગંધ સારી હશે અને તેની છાલ પર કોઈ કેમિકલ લેયર નહીં હોય.
3. કેળા : આજકાલ માર્કેટમાં તમને બધે એવું સાંભળવા મળતું હશે કે માર્કેટમાં ઈન્જેક્શનવાળા કેળા વેચાઈ રહ્યા છે એટલે કે કેળા પહેલા કાચા હોય છે અને તેને રાતોરાત પકવવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરીને પકાવવામાં આવે છે. તો આવી સ્થિતિમાં છેતરપિંડીથી બચવા માટે તમારે જાણવું જરૂરી છે કે કેળા ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ.
કેળા એક એવું ફળ છે જે આખા વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી મળે અને બજારમાં તેની માંગ અને પુરવઠો બંને ખૂબ જ વધુ હોય છે તેથી કેળા ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ચીકણું ના હોવું જોઈએ, તેના પર ફોલ્લીઓ કે ડાઘ ના હોવા જોઈએ અને તેમાંથી સુગંધ આવવી જોઈએ એવું કેળું ખરીદવું જોઈએ.
4. કેરી : હવે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે, ભારતમાં કેરીની સિઝન હવે શરુ થઇ રહી છે. કેરીની છાલ જોઈને જ તમને ખબર પડી જાય છે કે કેરી તાજી છે કે નહીં. તમે કેરીની સુગંધથી જાણી શકો છો કે તે અંદરથી મીઠી છે કેસ સડેલી છે. પાકેલા ફળોની સુગંધથી સમજી શકાય છે. તેથી કોઈપણ ફળ ખરીદતી વખતે સુગંધ જરૂર ચેક કરવી જોઈએ. ડાઘ અથવા વધારે ચિકાસવળી કેરી ના ખરીદો.
5. તરબૂચ : ઘણી વખત લોકો તરબૂચ ખરીદતી વખતે લોકો તરબૂચના દેખાવ જોઈને તરબૂચ ખરીદીને ઘરે લાવે છે. આવી સ્થિતિમાં તરબૂચ અંદરથી કાચું અને સ્વાદ વગરનું નીકળે છે. જો તમારે સારું અને પાકેલું તરબૂચ ખરીદવું હોય તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખીને જ ખરીદવું જોઈએ.
દરેક વ્યક્તિ માને છે કે તરબૂચ જેટલું લાલ હશે તેટલું તે મીઠું હશે. એપ્રિલથી જૂનમાં મળતું તરબૂચ વધારે સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ ખરીદતી વખતે, તરબૂચ જેટલું ભારે હશે તે સારું હશે. તરબૂચને મારવાથી તમે તેના અવાજ પરથી પણ જાણી શકો છો, જો ખોખલો અવાજ છે તો આવા તરબૂચને ખરીદશો નહીં.
6. પપૈયું : પપૈયાને સ્પર્શ કરીને જાણી શકો કે તે કેટલું તાજું છે. જો પપૈયા હાથમાં પકડતાની સાથે ચીકણું અને સફેદ ડાઘ હોય તો આ પપૈયા ના ખરીદો. તમારા હાથમાં એક પપૈયું લો અને જુઓ કે તે પીળા રંગનું સરસ છે અને તેની સુગંધ સારી આવે છે તો આવું પપૈયું સારું છે. જો તેનું વજન પપૈયાના કદ કરતા વધારે હોય તો આવા પપૈયા જ ખરીદો તે વધુ સારા છે.
જો તમને આ ફળ ખરીદવાની ટિપ્સ ગમી હોય તો આવી જ બીજી અવનવી રસોઈ ટિપ્સ, વાનગીઓ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.