બીટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય પર ઘણી રીતે સકારાત્મક અસર કરે છે. જો તમે બીટનું સેવન કરો છો, તો પ્રોટીન, ફાઇબર, વિટામિન સી, ફોલેટ, વિટામિન બી 6, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને આયર્ન વગેરે મળે છે.
બીટ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી અને ચરબી ઓછી હોય છે, એટલે દરેકને તેમના આહારમાં સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. પણ જેમ દરેક વ્યક્તિ અલગ છે, એવી જ રીતે તેમનું શરીર પણ અલગ હોય છે.
બીટ છે કે, જે વસ્તુ તમને ફાયદો કરી શકે છે તે બીજી વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે. આવું જ બીટ સાથે પણ થાય છે. આમ તો તેના સેવનથી શરીરમાં હકારાત્મક અસરો થાય છે.
પણ હજી પણ એવા ઘણા લોકો છે જેમને બીટને ના ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. તો આજના આ લેખમાં, કયા લોકોએ બીટનું સેવન કરવાનું ટાળવું જોઈએ તેના વિશે જોઈશું.
કિડની પથરીની સમસ્યા : સામાન્ય રીતે, કિડની પથરી બે પ્રકારની હોય છે. પહેલી કેલ્શિયમ આધારિત અને બીજું ઓકસીલેટ આધારિત. જો કોઈ વ્યક્તિને ઓકસીલેટ આધારિત કિડની સ્ટોનની સમસ્યા હોય તો તેણે બીટ ખાવાનું ટાળવું જોઈએ.
બીટમાં વધુ માત્રામાં ઓકસીલેટ જોવા મળે છે અને તેથી જો તમે તેનું સેવન કરો છો તો તમારા માટે સમસ્યાઓ વધારી શકે છે. તમે તેને અમુક વાર ખાઈ શકો છો. પણ નિયમિત રૂપે તેનું સેવન ના કરવું જોઈએ.
જો આયર્નની વધારે માત્રામાં હોય : જો તમારા શરીરમાં વધારે માત્રામાં કોપર અથવા આયર્ન એકઠું થાય છે, તેમને પણ બીટનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ. આ સ્થિતિમાં બીટનું સેવન તમારા માટે સમસ્યા પેદા કરી શકે છે. હકીકતમાં, બીટમાં આવા કેટલાક તત્વો જોવા મળે છે, જે શરીરમાં આયર્ન અને કોપરનું પ્રમાણ વધારે છે, જે તમારી સમસ્યાને વધારી શકે છે.
તેથી, આવી સ્થિતિમાં, થોડા દિવસો માટે તમારા આહારમાંથી બીટને બહાર રાખો. તમારા શરીરમાં આયર્ન અને કોપરના વધારા વિશે જાણવા માટે તમે ટેસ્ટ કરાવી શકો છો.
પેશાબના રંગમાં ફેરફાર : ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જે લોકો જરૂર કરતા વધારે બીટ ખાય છે , તેમના પેશાબનો રંગ લાલ થઈ જાય છે. આ એક નિશાની છે કે તમારા શરીરમાં કંઈક ગડબડ થઇ રહી છે અને તેથી તમારે બીટનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
જો કે, પેશાબના રંગમાં ફેરફારને કારણે શરીરને શું નુકસાન થઈ શકે છે તેના પર કોઈ પૂરું સંશોધન નથી, તેથી તેના નુકસાન વિશે કશું કહી શકાય નહીં. પણ જો કોઈ વસ્તુનો રંગ કુદરતી રીતે બદલાતો નથી, તો તે એક નિશાની છે.