ફક્ત ૧૦ મિનીટ મા બનાવો વધેલા ભાતમાથી બનતો નવો નાસ્તો – Bhat Mathi Banto Nasto In Gujarati

Bhat Mathi Banto Nasto In Gujarati

આજે જોઈશું ખુબજ ઓછા સમય માં બની જતા, બહાર થી ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ મન થાય તેવા ભાત અને કોથમીર નાં વડા. આ વડા બનાવવા એકદમ સરળ અને ઝટપટ બની જાય છે. ઘરે વધેલા ભાત હોય તો તેનો ઉપયોગ કરીને તમે આ વડા બનાવી શકો છો. જો રેસિપી સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.

 • સામગ્રી:
 • ૨ કપ ભાત
 • ૧/૪ કપ ચણાનો લોટ
 • ૧/૪ કપ ઘઉં નો કરકરો લોટ
 • એક ચમચી આદુની પેસ્ટ
 • સમારેલા લીલાં મરચાં
 • અડધી ચમચી હળદળ
 • અડધો ચમચી લાળ મરચું પાઉડર
 • એક ચમચી ધાણાજીરૂ પાઉડર
 • સ્વાદ પ્રમાણે મીઠુંં
 • એક ચમચી સફેદ તલ
 • કોથમીર
 • અડધી ચમચી દળેલી ખાંડ
 • બેકીગ સોડા ( ખાવાના સોડા)
 • એક ચમચી લીંબુ નો રસ
 • તેલ

ભાત અને કોથમીર નાં વડા બનાવવાની રીત: 

સૌ પ્રથમ એક બાઉલમાં સોફ્ટ ભાત લેવા. જો તમે સવારે વધેલા ભાત ને ફ્રીઝ માં મૂકેલા હોય તો તેને એક વાર થોડાં ગેસ પર ગરમ કરી અને પછી ઉપયોગ મા લેવા. હવે તેમાં ચણા નો લોટ, ઘઉં નો કરકરો લોટ, આદુની પેસ્ટ, લીલા મરચા, હળદળ,લાલ મરચું, ધાણાજીરૂ અને સ્વાદ પ્રમાણે નાખો.

હવે તેમાં તલ અને કોથમીર એડ કરી સારી રીતે, ભાત સાથે બધું મિક્ષ કરી લો. જ્યારે સારી રીતે બધું મિક્સ થઈ જાય પછી તેમાં દળેલી ખાંડ, ખાવાના સોડા, અને લીંબુ નો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લો. અહિયાં તમે કણક બાંધતા હોય એમ લોટ બાંધવાનો છે. જો જરૂર પડે તો તમે થોડો વધારાનો ચણાનો લોટ કણક સારી રીતે બંધાય તેની માટે એડ કરી શકો છો.

હવે હાથ પર થોડુ તેલ લગાવી તમારે જે માપ ના વડા જોઈએ તે પ્રમાણે હાથમા લોટ લઈ વડા નો શેપ્ ( આકાર) આપો. આ રીતે બધા વડાને તૈયાર કરી લો. હવે બનેલા વડા પર તમે થોડા સફેદ તલ ચોટાળી શકો છે.  જેથી વડા બને એટલે દેખાવ માં સારા લાગે.

એક પેન મા તેલ લઈ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં વડા ને એડ કરો. એક બાજુથી વડા તૈયાર થઈ ગયા પછી તેને બીજી બાજુ પણ તળી લો.અહિયાં તમારે ધીમા ગેસ પર વડાને તળવાના છે. જો ગેસ ની ફ્લેમ વધુ હસે તો વડા અંદર થી કાચા રહી જસે. બન્ને બાજુથી સારી રીતે વડાં તળી લો.

તો અહિયાં તમારા વડા બનીને તૈયાર થઈ ગયા છે.તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.