Sunday, August 14, 2022
Homeચિલ્ડ્રન સ્પેશિયલકરોડોની કમાણી કરનાર આ મહિલાએ કહ્યું કે માતા-પિતાની આ ભૂલો તેમના બાળકનું...

કરોડોની કમાણી કરનાર આ મહિલાએ કહ્યું કે માતા-પિતાની આ ભૂલો તેમના બાળકનું ભવિષ્ય બગાડે છે

તમે એવું કહી શકતા નથી કે બાળકોને ઉછેરવા એ એક સરળ કાર્ય છે. આ એક વસ્તુ માટે માતા-પિતાએ આખું જીવન પસાર કરવું પડે છે અને પછી તેમનું બાળક એક સફળ વ્યક્તિ બને છે. જો તમે પણ માતાપિતા છો, તો સુધા મૂર્તિની પેરેન્ટિંગ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

બાળકોની લેખિકા સુધા મૂર્તિ બે બાળકોની માતા છે. આ સાથે તેઓ એક શિક્ષક અને સમાજ સેવિકા પણ છે. તેમની સલાહ અને વિશ્વાસથી ઘણા ભારતીય માતા-પિતાને તેમના બાળકોનો કેવી યોગ્ય ઉછેર કરવો, તે શીખવા મળ્યું છે. આધુનિક દુનિયાની રીત રિવાજો અને તેના જૂની વાતોને વચ્ચે સંતુલન બાનવીને ચાલે છે.

બાળકોના ડિજિટલ ઉપકરણોના ઉપયોગથી લઈને માતા-પિતા બાળકોના જીવનમાં વધુ દખલગીરી કરવા સુધીની ઘણી ટીપ્સ આપેલી છે. પાછળના ઘણા વર્ષોમાં સુધાજીએ કહેલી ઘણી ટિપ્સ, આજે તમારી સાથે શેર કરીશું, જે તમારા બાળકના સુવર્ણ ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી થશે.

બીજા બાળક સાથે સરખામણી કરશો નહીં : આ વર્ષ 2017ની વાત છે. જેમ મુંબઈની જમુનાબાઈ નરસી સ્કૂલમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં સુધાજીએ દરેક માતા-પિતાને એક ચેતવણી આપી હતી.

4

તેમને કહ્યું હતું કે, બાળકોની સરખામણી બીજા સાથે ન કરવી જોઈએ, ખાસ કરીને પરીક્ષાના પરિણામ પર. ઘણા માતા-પિતા તેમના બાળકોના માર્ક્સ અને રીઝલ્ટને બીજા બાળક સ્કોર્સ સાથે સરખાવે છે. તમારી આ આદત બાળકનું માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

બાળકો ફૂલો જેવા હોય છે : આ કાર્યક્રમમાં સુધાજીએ બાળકોને ફૂલો જેવા નરમ અને નાજુક ગણાવ્યા હતા. તેઓ કહે છે કે દરેક ફૂલ પોતાની રીતે સુંદર છે. તમે એમ ન કહી શકો કે ગુલાબ સારું છે અને ધંતૂરાનું ફૂલ ખરાબ છે. દરેક ફૂલની પોતાની સુગંધ અને વિશેષતા અલગ હોય છે. તમે સરખામણી ના કરો.

બાળકોને સફળ બનાવવા માટે, બીજા સાથે સરખામણી કરવી એ માતાપિતાની એક આદત બની ગઈ છે, પરંતુ માતા-પિતા સમજી શકતા નથી કે તેમની ક્રિયાઓ અને પ્રેશર બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર વધારાનો બોજ બની રહી છે.

માતા-પિતાએ સમજવું જોઈએ કે દરેક બાળકની અલગ-અલગ ક્ષમતા હોય છે અને તે પોતાની ઝડપે આગળ વધે છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક પોતાનું મહત્વ સમજે અને તેનો આત્મવિશ્વાસ ઓછો ના થાય તો તમે આ બધી ટિપ્સને અનુસરો.

જાણો કે બાળકને શું આવડે છે : માતાપિતા તરીકે તમને તમારા બાળકની શક્તિ ખબર હોવી જોઈએ. તેને શું ગમે છે અને તેને શેમાં શોખ છે અને શેમાં માહિર છે. બાળકને જેમાં શોખ છે તેનાથી દૂર લઈ જવાને બદલે તેને સાથ અને સહકાર આપો. જેથી તે ભવિષ્યમાં ખુબ આગળ વધે.

નફા નુકશાનની રમત : ઘણા માતા-પિતા નાનપણથી જ તેમના બાળકને વિશ્વના પડકારો માટે તૈય્યારી શરુ કરી દે છે. તેઓ ઇચ્છે છે કે તેમનું બાળક જીવનના દરેક પાસામાં સફળ થાય પરંતુ તે પૂરતું નથી. બાળકને તેની જગ્યા આપો અને તેને એવી વસ્તુઓથી દૂર ન રાખો જે તેના બાળપણ માટે જરૂરી છે.

વિશ્વાસ બનાવો : તમે વાલીછો તો તમારે સૌ પ્રથમ ધીરજ રાખવાની જરૂર છે અને બાળક સાથે વિશ્વાસ કેળવવાની જરૂર છે. બાળકની નજીક રહીને તમે સમજી શકશો કે તેનું લક્ષ્ય શું છે અને તેના સપના કેવા છે. તમારા બાળક સાથે વિશ્વાસ કેળવો અને આ પ્રક્રિયામાં થોડી ધીરજ પણ રાખો

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -