અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામાન્ય રીતે આપણા માથા, હાથ પર અને પગ પર વાળ હોય છે. આવી સ્થિતિમાં આપણે સમય સમય પર વાળનું કટિંગ અને વેક્સિંગ કરાવતા રહીએ છીએ. પરંતુ શું તમારા મનમાં ક્યારેય વિચાર આવ્યો છે અથવા પ્રશ્ન થયો છે કે આપણી હથેળી અને પગના તળિયામાં પર વાળ કેમ નથી આવતા?

તમારી સાથે સાથે વૈજ્ઞાનિકોને પણ તેમના મનમાં પણ આ પ્રશ્નને લઈને ઉત્સુકતા હોય છે અને આ જ કારણ છે કે આ પ્રશ્ન પર અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ દ્વારા ઘણા સંશોધન કરવામાં આવ્યા છે. તો ચાલો આ લેખમાં હથેળી પર અને પગના તળિયામાં વાળ ના આવવા પાછળનું વિજ્ઞાન શું છે તે જાણીએ.

2018 માં કરવામાં આવી હતી રિસર્ચ : સમગ્ર વિશ્વમાં સમય સમય પર સંશોધન થતા રહે છે. આવી સ્થિતિમાં 2018 માં હાથની હથેળી અને તળિયા પર વાળ ના હોવાનું કારણ શું છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંશોધન યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માનવ શરીરમાં એક પ્રકારનું પ્રોટીન હોય છે જેને Wnt કહેવામાં આવે છે. આ પ્રોટીન માત્ર માણસોમાં જ નહીં પણ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. પરંતુ શરીરના કેટલાક ભાગોમાં અવરોધક પ્રોટીન હોય છે જેના કારણે આ પ્રોટીન ત્યાં સુધી પહોંચી શકતું નથી અને તે અવરોધક પ્રોટીનનું નામ છે ડિકકોપ્ફ 2 Dickkopf 2.

ઉંદરો અને સસલા પર આ સંશોધન કરવામાં આવ્યું : માણસોની હથેળી અને પગના તળિયામાં વાળ ન ઉગવાનું કારણ સમજવા માટે પેનસિલવેનિયા યુનિવર્સીટીના સંશોધકોએ ઉંદરો અને સસલાઓ પર સંશોધન કર્યું હતું. જ્યારે તેમને Dickkopf 2 પ્રોટીનને ઉંદરના શરીરમાંથી દૂર કર્યું ત્યારે તેમની હથેળીઓ પર વાળ ઉગવા લાગી ગયા હતા.

તે જ સમયે જ્યારે આ જ સંશોધન સસલાં પર કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે સસલાના શરીરમાં અવરોધક પ્રોટીનની ખૂબ ઓછી માત્રા હોય છે, તેથી સસલાના શરીર પર હથેળી અને તળિયા પર વાળ આવે છે.

હાથ અને તળિયા પર વાળ કેમ નથી ઉગતા : હવે વાળ ઉગાડવાવાળું પ્રોટીનનું નામ WNT છે અને આ કિસ્સામાં ડિકકોપ્ફ 2 Dickkopf 2 અવરોધક બની જાય અને WNT ને હાથની હથેળી અને પગના તળિયા સુધી પહોંચતા રોકે છે. આ જ કારણ છે કે આપણા હાથની હથેળી અને પગના તળિયા પર વાળ નથી ઉગતા.

આ સંશોધન સસલા અને ઉંદરો પર કરવામાં આવ્યું છે પરંતુ આ સંશોધન એ સ્પષ્ટ કર્યું છે કે વાળ હથેળી અને પગના તળિયા પર કેમ નથી આવતા. જો કે આ સંશોધનમાં હજુ સુધી એ બહાર નથી આવ્યું કે ડિકકોપ્ફ (Dickkopf 2) પ્રોટીન બને છે કેવી રીતે.

જો તમે પણ આના જેવી બીજી કોઈ રસપ્રદ જાણકરી મેળવવા માંગતા હોય તો અમારી રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો અહીંયા તમને આવી જ જીવનઉપયોગી અને રસપ્રદ લેખો વાંચવા માટે મળતા રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હથેળી અને પગના તળિયા પર વાળ કેમ નથી આવતા તે ખબર નથી તો જાણી લો”

Comments are closed.