સુંદર અને ચમકતી ત્વચા માટે, કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જરૂરી છે, કારણ કે તમે જે પણ ખાઓ છો તેની અસર તમારી ત્વચા પર દેખાય છે. જો તમે બજારુ ખોરાક અને સોફ્ટ ડ્રિંક્સના વ્યસની છો, તો તમારી ત્વચા શુષ્ક, ડિહાઈડ્રેડ અને નિસ્તેજ બની શકે છે
પરંતુ જો તમે હેલ્ધી ડાયટ ફોલો કરો છો તો તમારી ત્વચામાં ચમક આવે છે. કુદરતી રીતે ગ્લોઈંગ અને હેલ્ધી દેખાતી ત્વચા હોય તે બધા લોકોનું સપનું હોય છે. આવી સ્થિતિમાં, ફળો અથવા શાકભાજીમાંથી વધુ પોષક તત્વો મેળવવા માટે જ્યુસ પીવો એ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે.
આપણા શરીરમાં ફળોનું કાર્ય વિપુલ પ્રમાણમાં હોય છે. તે હાઇડ્રેશનથી શરૂ કરી અને એન્ટીઑકિસડન્ટો સાથે પૂરું થાય છે. મોટાભાગની શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને અસર કરે છે.
તેઓ તમારી ત્વચાને ઓક્સિડેટીવ તણાવ અને રેડિકલ ડેમેજ્થી સુરક્ષિત રાખે છે. અહીંયા તમને એક ત્વચા માટે એક એવા જ્યુસ વિષે જણાવીશું જે જ્યૂસની મદદથી તમે તમારી ત્વચાને અંદરથી ગ્લોઈંગ બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ જ્યુસ વિષે.
મોટાભાગની શાકભાજી અને ફળોમાં ફાઇબર અને અન્ય આવશ્યક પોષક તત્વો હોય છે જે તમારી ત્વચા અને વાળના સ્વાસ્થ્યને અસર કરતા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.
તમારી ત્વચા પર રસોડાના ઘટકોને લગાવવાથી તમને ટૂંકા સમય માટે મદદ મળે છે, પરંતુ પૌષ્ટિક શાકભાજી અને ફળોના રસનું સેવન તમારી ત્વચાને અંદરથી ચમકાવવામાં મદદ મળે છે. સામગ્રી: એક ગાજર, 1/4 બીટરૂટ, એક આમળા, થોડા તુલસીના પાંદડા, પાલક, એક ચમચી ચિયા સીડ્સના બીજ અને અડધો ગ્લાસ પાણી.
આ જ્યુસ બનાવવાની રીત: સૌ પ્રથમ ચિયાના બીજને થોડીવાર પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બધી વસ્તુઓને મિક્સરમાં પીસી લો. હવે આ બધાને ચિયા સીડ્સવાળા પાણીમાં મિક્સ કરો.
આ જ્યૂસના ફાયદા: આ જ્યુસ શરીરમાં મુક્ત રેડિકલ અને શરીરમાં થતી બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ જ્યુસ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે . આ જ્યુસ વિટામિન A અને આયર્નથી ભરપૂર હોય છે જે ખીલ, ડાઘ અને કરચલીઓને દૂર કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે.
પાલક એક લીલા પાંદડાવાળી શાકભાજી છે જે ત્વચા માટે ખુબજ ફાયદારૂપ સાબિત થાય છે. તેમાં વિટામિન A અને K હોય છે. આ જ્યુસ ચહેરા પર પડેલી કરચલીઓ અને વૃદ્ધત્વ સંકેતોને દૂર કરે છે. આ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને તમારી ત્વચાને તાજી બનાવે છે.
ચિયાના બીજ એવા ગુણોથી ભરપૂર છે જે તમારી ત્વચાને મુક્ત રેડિકલના કારણે થતા નુકસાનથી બચાવવા માટે જાણીતા છે. ચિયા બીજ એ કેલ્શિયમ, મેંગેનીઝ, પ્રોટીન અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોનો ભરપૂર સ્ત્રોત છે. આ બીજ વૃદ્ધત્વના શરૂઆતના સંકેતો સામે લડવામાં, ખીલના ડાઘ ઘટાડવામાં અને ત્વચાની અંદર ચમક લાવવા માટે મદદ કરી શકે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.