ત્વચાને સ્વચ્છ ન રાખવામાં આવે તો પિમ્પલ્સ, વ્હાઇટહેડ્સ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો આપણે લાંબા સમય સુધી ત્વચા પર કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ તો પછી ત્વચા ખરાબ થવા લાગે છે.
તેથી તમે પ્રયત્ન કરો કે માત્ર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો, જેથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય. શું તમે તમારા ચહેરાને સાફ કરવા માટે મોંઘી બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો? કેટલીકવાર આ વસ્તુઓથી કોઈ ફર્ક નથી પડતો. આવી સ્થિતિમાં તમે કુદરતી વસ્તુઓથી ત્વચાને સાફ કરી શકો છો.
ચણા નો લોટ : જ્યારે ચમકતી ત્વચાની વાત આવે ત્યારે મોટાભાગની મહિલાઓ કુદરતી વસ્તુનો ઉપયોગ કરે છે. આ માટે બેસન સારું છે. વર્ષોથી, ચણાના લોટનો ઉપયોગ ત્વચાને ગોરી કરવા માટે થતો આવ્યો છે. આવો જાણીએ કેવી રીતે.
આ માટે 2 ચમચી બેસન અને 1 ચમચી દહીંની જરૂર પડશે. સૌ પ્રથમ, એક બાઉલમાં બંને વસ્તુઓને મિક્સ કરો અને પેસ્ટ બનાવો. ધ્યાન રાખો કે આ પેસ્ટ વધારે જાડી ન હોય કારણ કે તે સુકાઈ ગયા પછી કડક થઈ જશે. લો તમારા ચણાના લોટનું ક્લીંઝર તૈયાર છે.
કેવી રીતે ઉપયોગ કરવો ? જ્યારે પણ તમે સવારે કે સાંજે તમારો ચહેરો સાફ કરો ત્યારે તેનો ઉપયોગ કરો. ચણાના લોટની આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે ચણાનો લોટ સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો.
બેસન લગાવવાનો ફાયદો : ચણાનો લોટ ત્વચા પર લગાવવાથી ત્વચા સાફ થશે અને ચહેરા પર ચમક આવશે. ચહેરાના અણગમતા વાળ હશે તો ચણાનો લોટ ત્વચા પર લગાવવાથી તે પણ વાળ દૂર થઈ જશે.
દહીં : દહીં પૌષ્ટિક હોય છે. તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. એ જ રીતે દહીંનો ઉપયોગ વાળ અને ત્વચા બંને પર ફાયદાકારક માનવામાં આવે છે. ચહેરાની સફાઈ માટે તમે ફેસ વોશને બદલે દહીંનો ઉપયોગ કરી શકાય છે.
આ માટે 1 ચમચી દહીં અને એક ચપટી હળદરની જરૂર પડશે. એક નાના બાઉલમાં આ બંને વસ્તુઓને ઉમેરીને સારી રીતે મિક્સ કરો. તો દહીંથી બનેલું ફેસ ક્લીંઝર તૈયાર છે.
કેવી રીતે ઉપયોગ કરવો : સૌપ્રથમ ચહેરાને પાણીથી ધોઈને સાફ કરો. હવે દહીંથી બનેલા આ ક્લીંઝરને ત્વચા પર લગાવો અને ઓછામાં ઓછી 15 મિનિટ સુકાયા પછી ચહેરો સાફ કરી લો. આ પછી ઠંડા પાણીથી મોં ધોઈ લો.
દહીંના ફાયદા : સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ટેનિંગ થાય છે ટેનિંગ દૂર કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. ફાઈન લાઈન્સ માટે દહીં ફાયદાકારક છે. ખીલના ડાઘ ઘટાડવા માટે ત્વચા પર દહીં લગાવી શકાય છે.
હાઈપરપીગ્મેન્ટેશન માટે પણ દહીંનો ઉપયોગ કરવાથી આ સમસ્યા ઓછી થશે. આશા છે કે દરેક મહિલાને અમારી આ જાણકરી ગમી હશે. જો તમે આવી જ બ્યુટી સબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.