beauty tips for face at home in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયની મહિલાઓ પણ કોઈપણ પ્રકારનો મેકઅપ કર્યા વગર જ સુંદર હતી. તે સમયે મહિલાઓ પોતાની સુંદરતામાં વધારો કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતી હતી. આજે પણ કેટલીક મહિલાઓ ત્વચાની સંભાળ માટે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે.

બીજી બાજુ, આધુનિક જીવનશૈલીમાં મહિલાઓ સ્કિન માટે કેમિકલ પ્રોડક્ટનો વધારે પડતો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો તો આવે છે પરંતુ આ ગ્લો લાંબો સમય સુધી ટકી શકતો નથી.

બીજી તરફ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ચહેરા પર લાંબા સમય સુધી ગ્લો જળવાઈ રહે છે. આ માટે તમે પણ ચમકતી ત્વચા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ લેખમાં અમે તમને જણાવીશું કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ તેમની ચમકતી અને જુવાન ત્વચા માટે કયા પ્રકારના સિક્રેટ બ્યુટી ટિપ્સનો ઉપયોગ કરતી હતી.

મલાઈ

આજે પણ ઘણી સ્ત્રીઓ સ્કિન કેર માટે મલાઈનો ઉપયોગ કરે છે. સોફ્ટ અને સ્વચ્છ ત્વચા માટે મલાઈ સારી માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં પણ સ્ત્રીઓ નરમ અને ચમકતી ત્વચા માટે મલાઈનો ઉપયોગ કરતી હતી. મલાઈ ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે અને સ્કિન ગ્લોઈંગ પણ બનાવે છે.

મલાઈ નો ઉપયોગ કેવી રીતે કરવો

સ્કિન કેર માટે મલાઈને સિમ્પલ રીતે લગાવો. આ માટે પહેલા તાજી મલાઈ લો અને પછી તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. તમે મલાઈની સાથે મધનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ ઓછા થઈ જશે.

લીમડાનું તેલ (નીમ ઓઇલ)

પ્રાચીન સમયમાં સ્ત્રીઓ ચહેરાની સાથે વાળની ​​પણ એટલી જ ખાસ કાળજી લેતી હતી. સ્ત્રીઓ વાળની ​​સંભાળ માટે લીમડાના તેલનો ઉપયોગ કરતી હતી. આ તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળમાં ચમક જોવા મળે છે. આ તેલનો ઉપયોગ કરવાથી માથાની ચામડીના ઈંફેક્શનનો કોઈ ખતરો રહેતો નથી.

તુલસીનો ફેસ માસ્ક

આપણા ઘરે તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો ઉપયોગ લાંબા સમયથી ઔષધિ તરીકે પણ થતો આવ્યો છે. પરંતુ પ્રાચીન સમયમાં બ્યુટી પ્રોડક્ટ નહોતી ત્યારે મહિલાઓ ત્વચાની સંભાળ માટે તુલસીના એસ માસ્કનો ઉપયોગ કરતી હતી.

ચહેરા પરના ખીલ દૂર કરવા માટે તુલસીના પાનને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવતી હતી. ત્વચાને સુંદર બનાવવા માટે તુલસીના પાનનો રસ દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવતી હતી. તેનાથી ચહેરા પર ચમક આવતી હતી. તમે પણ ગ્લોઈંગ સ્કિન માટે તમે તુલસી ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો.

તુલસી ફેસ માસ્ક માટે સામગ્રીમાં 10 તુલસીના પાન, 2 ચમચી દહીં અને 1 ટીસ્પૂન એલોવેરા જેલની જરૂર પડશે. આ માસ્ક બનાવવા માટે તુલસીના પાનને સાફ કરીને પાંદડાને પીસીને પેસ્ટ બનાવી લો. હવે તેમાં દહીં અને એલોવેરા જેલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે આ માસ્કને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

મધ

દાદીમાં નુસ્ખામાં સ્કિન કેર માટે મધનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મધનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે અને પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પણ ચહેરાના રંગને નિખારવા માટે મધનો ઉપયોગ કરતી હતી. આનાથી ચહેરા પર ચમક આવવાની સાથે ચહેરાની ફાઈન લાઈન્સ પણ નથી આવતી.

મધ ફેસ માસ્ક

તમે પણ પ્રાચીન સમયની મહિલાઓની જેમ સ્કિન કેર માટે મધ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ માસ્કની મદદથી તમે સ્કિન ટેન થવાની સમસ્યાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. સામગ્રી એક કેળું અને એક ચમચી મધ.

વિધિ

ફેસ માસ્ક બનાવવા માટે પહેલા કેળાને મેશ કરી લો અને પછી તેમાં મધ ઉમેરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15 મિનિટ માટે રાખો. પછી ચહેરો ધોઈ લો.

સ્કિન કેર માટે તમે પણ ઉપર જણાવેલી આ ટિપ્સ ફોલો કરી શકો છો. ચહેરા પર ફેસ માસ્ક લગાવતા પહેલા એક નાનો ટેસ્ટ જરૂર કરો. આશા છે કે તમે પણ આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ સ્કિન કેર રૂટિનમાં કરશો. જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા