navaratri facial
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારી ત્વચા શુષ્ક અને નિસ્તેજ થઇ ગઈ? ઘણા ઉપાયો અપનાવવા છતાં પણ જો તમને કોઈ ફરક નથી લાગતો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ માટે તમે કેળાના ફેશિયલથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

તમે કુદરતી વસ્તુઓની મદદથી માત્ર 10 મિનિટમાં ઘરે કેળાનું ફેશિયલ કરી શકો છો. કેળાનો ત્વચા પર ઉપયોગ શ્રેષ્ઠ છે. કેળામાં પોટેશિયમ અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને સ્વસ્થ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે.

કેળા ખરબચડી ત્વચા, વૃદ્ધત્વના સંકેતો અને શુષ્કતાની સારવારમાં મદદરૂપ થાય છે. કેળાના અદ્ભુત ગુણોનો લાભ લેવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કેળાનું ફેશિયલ છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરે જ સ્ટેપ બાય સ્ટેપ કેળાનું ફેશિયલ કેવી રીતે કરી શકાય.

તમે ઘરે કેળાના ફેશિયલ કરવાનું શરૂ કરો તે પહેલાં ખાતરી કરો કે તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર તમારા ચહેરાને ક્લીંઝરથી સાફ કરો છો અને પછી ચહેરો બરાબર લૂછ્યા પછી નીચે આપેલા સ્ટેપ પ્રમાણે કરો.

1. કેળા ફેસ સ્ક્રબ

આ ફેસ સ્ક્રબ તમને ત્વચા પર જમા થયેલી ગંદકી અને ધૂળને સાફ કરે છે. મૃત ત્વચાના પડના કારણે ત્વચા નિસ્તેજ દેખાય છે અને કુદરતી ચમક જાળવી રાખવા માટે તેને સાફ કરવાની જરૂર છે. કેળાની છાલમાં વિટામિન B6 અને B12, પોટેશિયમ હોવાથી તેનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરવાથી ખીલ, પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા ઘટાડી શકાય છે.

સામગ્રી 

  • મિલ્ક પાવડર – 1 ચમચી
  • સોજી – 1 ચમચી
  • લીંબુનો રસ – 1/2 ચમચી
  • કેળાની છાલ

એક બાઉલમાં બધી સામગ્રીને મિક્સ કરો. કેળાની છાલને ચોરસ કાપીને તેના પર આ સ્ક્રબનું મિશ્રણ લગાવો અને છાલથી ચહેરાને થોડી મિનિટો માટે ગોળાકાર ગતિમાં આ હળવાશથી સ્ક્રબ કરો. થોડીવાર પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

2. કેળાની મસાજ ક્રીમ

બીજું સ્ટેપ આવે છે તમારે ચહેરાને યોગ્ય રીતે મસાજ. ચહેરાની મસાજ ત્વચામાં રક્ત પરિભ્રમણને સુધારે છે અને તેનાથી ત્વચા પર ચમક આવે છે. આ માટે કેળા- 1/2, મધ – 1 ચમચી, લીંબુનો રસ – 2 ચમચી, હળદર – 1/4 ચમચી અને દહીં – 1/2 ચમચી.

મિક્સર જારમાં લઈને બધી સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેનો ઉપયોગ ચહેરાની મસાજ ક્રીમ તરીકે કરો. તેને ચહેરા પર ગોળ ગોળ ગતિમાં મસાજ કરો.

3. કેળાનો ફેસ પેક

આ છેલ્લું સ્ટેપ ફેસ પેક તમારી ત્વચાની સામાન્ય સમસ્યાઓ શુષ્કતા, નિસ્તેજતા અને ખીલની સારવારમાં મદદ કરે છે. આ માટે સંતરાની છાલનો પાવડર / બેસન / ચંદન પાવડર – ચમચી, કેળા- 1/2, મધ – 1 ચમચી, લીંબુનો રસ – 2 ચમચી, હળદર પાવડર – 1/4 ચમચી અને દહીં – 1 ચમચી.

એક બ્લેન્ડરમાં કેળા, મધ, લીંબુનો રસ, હળદર પાવડર અને દહીંને ઉમેરીને પેસ્ટ બનાવો. તેને એક બાઉલમાં કાઢી લો અને તેમાં ચંદન પાવડર અથવા ચણાનો લોટ અથવા નારંગીની છાલનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 20-25 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

કેળાના ચહેરાના ફાયદા : શુષ્ક ત્વચાવાળા લોકો માટે આ ફેશિયલ શ્રેષ્ઠ છે કારણ કે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને સોફ્ટ રાખે છે. કેળામાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, તેથી કેળાનું ફેશિયલ કરવાથી ખીલ દૂર, ઝીણી રેખાઓ અને કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે.

અમને આશા છે કે આ બનાના ફેશિયલ પાર્લર ફેશિયલ કરતા પણ તમારી ત્વચા માટે સારી રીતે કામ કરે છે. આ બનાના ફેશિયલ તમે પણ એકવાર જરૂર કરી જુઓ, પરિણામ ચોક્કસથી સારું મળશે. આવી જ બ્યુટી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો!

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા