જો તમારું બાળક વધારે જૂઠું બોલે છે, તો તેની આદત બદલવા માટે કેટલીક સરળ ટિપ્સ અજમાવો

balak khotu bole to shu karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકો માટે ક્યારેક ક્યારેક જૂઠું બોલવું સામાન્ય બાબત છે, કારણ કે તેઓ સાચા કે ખોટાનું મહત્વ જાણતા નથી. ક્યારેક બાળકો મજાકમાં, ક્યારેક ડરથી, ક્યારેક કંઈક વાતને છુપાવવા માટે, ક્યારેક બાળકો પણ વડીલોને ખોટું બોલતા જોઈને આ આદત અપનાવે છે.

જ્યારે બાળકો ઘણીવાર કોઈ પણ બાબતમાં ખોટું બોલવાનું શરૂ કરી દે છે તો તે તેમની આદત બની જાય છે અને આગળ જતા માતા-પિતા માટે પણ આ આદત બદલવી એક મોટી સમસ્યા બની જાય છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે જો તમારું બાળક જૂઠું બોલે છે, પરંતુ જો તે એક દિવસ સાચું બોલે છે ત્યારે પણ તેના પર વિશ્વાસ કરી શકતા નથી. જો કે તમારા બાળકને સત્ય બોલવાનું મૂલ્ય શીખવવાથી વ્યક્તિગત જવાબદારી, વિશ્વાસ અને કાળજીનું પરિણામ જણાવે છે.

પરંતુ કેટલીકવાર માતા પિતા ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ બાળકની આ જૂઠું બોલવાની આદતને બદલી શકતા નથી. આ લેખમાં જણાવવામાં આવેલી કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે બાળકને આ આદતમાંથી બહાર કાઢીને તેનો માનસિક વિકાસ કરી શકો છો. તો ચાલો આપણે જાણીયે કે કેવી રીતે બાળકની જૂઠું બોલવાની આદત બદલી શકાય છે.

બાળકો માટે રોલ મોડલ બનો : જ્યારે બાળકો જૂઠું બોલે છે, ત્યારે તેઓ બીજાને ખોટું બોલતા જુએ છે. તેને ઓબ્ઝર્વેશનલ લર્નિંગ કહેવામાં આવે છે. માતા-પિતા અને આસપાસના દરેક મોટા વ્યક્તિઓએ બાળકોની સામે ખોટું બોલવાનું ટાળવું જોઈએ. બાળકો માટે તમે પણ આદર્શ બનો અને તેમની સામે ક્યારેય જૂઠું બોલશો નહીં.

સમસ્યાનું સમાધાન શોધો : જો બાળક ક્યારેય ભૂલ કરે તો માતા-પિતાએ બાળક સાથે બેસીને તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. સમસ્યા ભલે મોટી હોય તો પણ શાંતિથી ઉકેલ શોધો. માતા-પિતાની આ આદતથી બાળકને હંમેશા એવું લાગશે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ મળીને જ શોધી શકાય છે અને તે ખોટું બોલશે નહીં.

બાળકોને ધમકાવશો નહીં : કેટલીકવાર બાળકો એટલે જૂઠું બોલવાનું શરુ કરે છે કે તેઓને લાગે છે કે તેઓને ભૂલ કરવા બદલ ઠપકો આપવામાં આવશે. કોઈપણ પ્રકારની હેરાનગતિથી બચવા માટે બાળકો જૂઠું બોલવાનું શરૂઆત કરે છે અને પછી તે આદત બની જાય છે.

બાળકોને એટલી જગ્યા આપો કે જો તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો પણ બાળકોને તે શેર કરવાની સ્વતંત્રતા આપો. જ્યારે બાળકો માતા-પિતાને તેમની ભૂલ કહે છે ત્યારે તેમને ઠપકો આપવા અથવા સજા કરવાને બદલે, તેમને કહો કે તે અહીંયા ભૂલ કરી હતી, તે ભૂલને સુધારવામાં મદદ કરો. તેઓ ફરી ક્યારેય ખોટું નહીં બોલે.

દરેક વાતમાં સત્ય બોલવાનો નિયમ બનાવો : તમારા પરિવારમાં નિયમો અને મૂલ્યોના ભાગ રૂપે, એક સ્પષ્ટ ઘરગથ્થુ નિયમ બનાવો કે જેમાં કોઈપણ વાતમાં સાચું કહેવાનો પણ સમાવેશ કરવો જોઈએ. આ નિયમ ઘરમાં રહેલા નાના થી લઈને મોટા વ્યક્તિએ બધાને તેનું પાલન કરવું જોઈએ.

આ તમારા બાળકોને બતાવશે કે તમે સાચી વાતની કદર કરો છો. આ સાથે બાળકો સાથે અનેક પ્રકારના જુઠ્ઠાણા અને તેનાથી થતા નુકસાન વિશે પણ વાત કરો. લોકો શા માટે જૂઠું બોલે છે અને તેના વિવિધ કારણો સમજાવો. બાળકોને સત્યનું મહત્વ જણાવો.

બાળકોને પણ નાની જવાબદારી આપો : ઘણા બાળકો અમુક કામ ના કરવું પડે તે માટે ક્યારેક ખોટું બોલે છે. તમારા માટે એ મહત્વનું છે કે તેમના જૂઠાણાને ક્યારેય પ્રોત્સાહન ના આપો. તેના બદલે, તમારા બાળકોને તે સ્પષ્ટ કરો કે તમે કંઈપણ વાતને બે વાર તપાસશો.

ઘરની થોડી નાની જવાબદારી બાળકોને સોંપો, જેથી તેઓ રમતમાં રમતમાં પણ કોઈપણ કામમાં વ્યસ્ત રહે અને પોતાની જવાબદારી સમજીને આગળ વધે અને જૂઠું બોલવાની આદતથી બચી શકે.

બાળકોને ખોટું બોલવાથી બચાવવા માટે તમે પણ આ લેખમાં આપવામાં આવેલી આ ટિપ્સ અજમાવી શકો છો અને આ આદતને બદલી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા જોડાયેલા રહો.