ayurvedic health tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

(1) ફુદીનાના તાજાં પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે. (2) ચારોળી ના ઝાડની છાલ ને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર પણ મટે છે. (3) મોઢામાં લાલ છાલા પડ્યા હોય તો મધને થોડો સમય મોઢામાં રાખી કોગળા કરવાથી દુખાવામાં રાહત રહે છે.

(4) મેથીની ભાજીનું નિયમિત સેવન કરવાથી પેટના ગેસ અને ગઠિયા વા માં ખૂબ જ રાહત રહે છે. (5) ચેરીનુ સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ડાયાબીટીસ ને પણ કાબૂમાં રાખે છે.

(6) એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાઈ ગયા પછી પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે. (7) સુકામેવાના પ્રમાણસરના ઉપયોગથી શરીરના રક્તની અમ્લતા અને ક્ષારતાની સમતુલા જળવાય છે.

(8) ગરમીને કારણે માથું દુખતું હોય તો વરિયાળી ને ખડીસાકર સાથે પલાળીને તેને ચાવીને ખાવાથી તથા પલાળેલું પાણી પીવાથી રાહત રહેશે. (9) સુખડનાં લાકડાંને પથ્થર પર ગુલાબજળ સાથે પીસી તેમાં એક ચમચી ફટકડી પાવડર ઉમેરી અળાઇ પર લેપ કરવાથી અળાઇ મટે છે.

(10) અચાનક દમનો હુમલો આવે ત્યારે એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસ નળી ખુલી જશે અને દર્દીને રાહત રહેશે. (11) આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

(12) ચામડીના રોગમાં મલમ સાથે ચંદન ઘસીને લગાડવાથી ઉત્તમ પરિણામ આવે છે. (13) અળસી નો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. (14) દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

(15) બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્સ કરી પીવાથી અવાજ ખુલી જાય છે. (16) ત્રણથી ચાર હિમેજને એરંડામાં શેકીને રોજ રાત્રે લેવાથી કબજિયાત દૂર થાય છે. (17) નખ પર લીંબુ ની છાલ ઘસવાથી નખ ચમકીલા અને મજબૂત બને છે

(18) સૂકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે. (19) બે ટીપા સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. (20) પાલક અને ગાજરના ઉકાળેલા પાણીને ફેંકી ન દેતાં તે પાણીમાં મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાડવાથી ત્વચા ને વધુ પોષણ મળે છે.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા