ayurvedic health tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે. પહેલાના સમયમાં વૃદ્ધ થાય પછી બીમારી થતો હતો, જયારે આજના સમયમાં લોકો નાની ઉંમરમાં પણ કોઈને કોઈ બીમારીઓનો સામનો કરી રહ્યો છે. ત્યાં સુધી કે બાળકો પણ વિવિધ રોગોની ઝપેટમાં આવી ગયા છે.

જો કે આ રોગો માટે તમારી જીવનશૈલીને જ જવાબદાર ગણી શકાય છે. જો કે આ રોગોનું કારણ માત્ર તમારી ખરાબ જીવનશૈલી જ નથી. આ સિવાય આપણે દિવસભર આવા ઘણા કામો કરીએ છીએ જેના કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારના રોગોને સામેથી આમંત્રણ આપે છે.

આવી સ્થિતિમાં પોતાને રોગોથી દૂર રાખવાનો એક સરળ રસ્તો એ છે કે તમે કેટલીક ટિપ્સ અપનાવો. આ તમને ઘણી બીમારીથી બચાવી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને આવી જ 10 ટિપ્સ જણાવીશું, તો આવો જાણીયે આ ટિપ્સ વિશે.

તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ લીંબુ પાણીથી કરો, તે શરીરને ડિટોક્સ કરે છે. લીંબુમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ સિવાય તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. મોટા ભાગની બીમારીઓનું મૂળ સ્થાન ખરાબ પાચનતંત્ર જ છે.

હંમેશા તમારી બેગમાં સેનિટાઈઝર અને ટિશ્યુ પેપર જરૂર રાખો. જ્યારે પણ તમે ક્યાંક બહાર હોવ ત્યારે કંઈપણ ખાતા કે પીતા પહેલા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. આ સિવાય પબ્લિક ટોયલેટ વગેરેનો ઉપયોગ કરો ત્યારે સૌપ્રથમ પોટ અને નળને ટિશ્યુ પેપરથી ઢાંકી લો, જેથી તમે કોઈપણ પ્રકારના બેક્ટેરિયાના સંપર્કમાં ન આવો અને તમે બીમારીથી બચી શકો.

જે લોકો સૌથી વધુ વ્યસ્ત રહે છે તેઓ અઠવાડિયાની શાકભાજી હંમેશા રજાના દિવસે ખરીદો. કેટલાક લોકો ઘરમાં શાકભાજી ન હોવાને કારણે બહારથી ખાવાનું મંગાવે છે. બજારની વસ્તુઓ ખાવાથી સ્થૂળતા સહિત અનેક બીમારી આવે છે. તે જ સમયે, જો ફ્રિજમાં શાકભાજી હોય તો તમને ઘરનું હેલ્દી ખાવા માટે પ્રેરિત થાઓ છો.

દિવસમાં ઓછામાં ઓછી દસ મિનિટ મેડિટેશન અવશ્ય કરો. ધ્યાન કરવાથી તણાવ થતો નથી અને ઊંઘ પણ સારી આવે છે. જેના કારણે વ્યક્તિ દિવસભર પોતાને વધુ ઊર્જાવાન અનુભવે છે અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

અઠવાડિયામાં એકવાર ઘરની સફાઈ કરો. ઘણા લોકોને કસરત કરવાનો સમય નથી મળતો પરંતુ ઘરની સફાઈ કરવાથી તમારા શરીરની સારી કસરત થઇ જાય છે. જેના કારણે તમારું શરીર એક્ટિવ રહે છે. ખાસ કરીને, જો તમારે બેસી રહીને કામ કરવાનું છે તો ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

વધુ હેલ્દી રહેવા માટે કાચા શાકભાજી ખાવાનો પ્રયાસ કરો. જ્યારે તમે શાકભાજી કાચા ખાઓ છો ત્યારે શરીરને તેમાંથી સૌથી વધુ પોષક તત્વો મળે છે. તેમજ આ રીતે કાચા શાકભાજી ખાવાથી ડિપ્રેશન પણ ઓછું થઇ જાય છે.

આજના સમયમાં મોટાભાગના લોકો હાડકાંની સમસ્યા છે. આનું એક કારણ છે શરીરમાં વિટામિન ડીની ઉણપ. તેથી ડૉક્ટરની સલાહ પર વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી શકો છો. તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિને આધારે બીજા સમ્પ્લીમેન્ટ લો . તે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને જાળવી રાખશે અને તમે વિવિધ રોગોથી બચી શકશો.

તમારે દર ત્રણ મહિને ટૂથબ્રશ બદલવું જોઈએ. મોં નું સ્વાસ્થ્ય જાળવવાની આ એક સરળ રીત છે. એ જ રીતે ઓશીકું કવર પણ મહિનામાં એકવાર જરૂર ધોવો. સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખીને આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ.

તમારા દિવસનો થોડો સમય તાજી હવામાં પસાર કરો. આ તમને વધુ ઊર્જાવાન બનાવશે અને તમે તણાવ સહિત અનેક રોગોથી પણ બચી શકો છો. તાજી હવા થાક દૂર કરે છે અને તમારા મૂડને સકારાત્મક બનાવે છે. સવારે નજીકના પાર્કમાં થોડો સમય ચાલવા માટે જાઓ.

મોટાભાગના લોકો દરરોજ કલાકો સુધી તેમના ડેસ્ક પર બેસી રહે છે, જેના કારણે તેમને પીઠ અને ગરદનના દુખાવા અને સ્થૂળતા અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થાય છે. તેથી તમારા ડેસ્કને સ્ટેન્ડિંગ ડેસ્ક માં રૂપાંતરિત કરો. ઉપરાંત, અડધો સમય ઓફિસમાં ઉભા રહીને કામ કરવાનો પ્રયાસ કરો.

તો હવે તમે પણ આ હેક્સ અપનાવીને તમારા સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા