how to fix a broken relationship between father and son
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજનું જીવન એટલું ઝડપથી ચાલી રહ્યું છે કે બદલાતી જીંદગીમાં પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો બગડવાની સંભાવના વધી રહી છે. આવા અનેક ઉદાહરણો આપણી આસપાસ જોવા અને સાંભળવા મળે છે. જો તમે જાતે જ આ અનુભવ કર્યો હોય તો તમને ખબર જ હશે કે પિતા પુત્ર વચ્ચેના સંબંધો કેમ બગડે છે?

તમારા પિતા સાથે તકરાર થવી સામાન્ય બાબત છે. આના લીધે સંબંધ બગડે છે. જેઓ તમને જન્મ આપે છે તેમની સાથે આપણે સારા સંબંધ રાખવા જોઈએ. જો તમે પણ ઈચ્છો છો કે પિતા સાથે બગડેલા સંબંધો સુધારવા છે તો એકવાર પ્રયત્ન કરીને જરૂર જુઓ.

આપણામાંથી મોટાભાગના લોકો આ સંબંધ સુધારવાનો પ્રયાસ કરતા નથી. જેના કારણે પિતા પુત્ર વચ્ચેનો સંબંધ તૂટી જાય છે. તેથી, અમે અહીં કેટલીક એવી બાબતો વિશે જણાવીશું જેની મદદથી પિતા અને પુત્ર વચ્ચેના બગડેલા સંબંધોને સુધારી શકે છે.

પિતા સાથે અણબનાવનું કારણ શું છે? 

બિનજરૂરી કશું થતું નથી. કોઈપણ કારણોસર પિતા સાથે ઊંચ નીચ થતી રહે છે. એટલે પહેલા કારણ શું છે તે સમજો. જો તમે કારણને સમજશો નહીં અથવા છુપાવો છો તો સંબંધ વધુ બગડશે. તેથી ભૂલ કોઈપણ ની હોય, તમે તમારા તરફથી સંબંધને પાટા પર લાવવાનો પ્રયત્ન અવશ્ય કરો.

કારણ 1. શું કૉલેજ કે કારકિર્દી પસંદ કરવા અંગે કોઈ મતભેદ ?

ઘણીવાર પિતા-પુત્ર વચ્ચે કોલેજ કે કારકિર્દી પસંદ કરવા બાબતે પણ મતભેદ જોવા મળતો હોય છે. એવા ઘણા પિતા છે જેઓ તેમના પુત્રને તેની મરજી મુજબ પસંદ કરવાનું કહે છે. પણ અહીં તમારા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરો. તેમને કહો કે તમને જે પસંદ છે તે કેવી રીતે સારું છે.

જો તમે તમારા નારાજ પિતાને તમારી વાત કહીને સમજાવી લો છો તો ઠીક છે. પરંતુ જો તમે પિતાની સંમતિ વિના કારકિર્દી પસંદ કરી હોય તો, પાછળથી અફસોસ ના કરો. તેના બદલે તમારા પસંદ કરેલા ક્ષેત્રમાં વધુ સારું કરીને બતાવો, જેથી તે ગર્વ અનુભવી શકે.

કારણ 2. આર્થિક કારણો પર મતભેદ

ડિગ્રી મેળવી લીધા પછી રોજગારીનો વારો આવે છે. દરેક પિતા ઈચ્છે છે કે તેમનો પુત્ર મોટો થઈને ઘરની જવાબદારી ઉપાડે. પરંતુ આજકાલ નોકરી મેળવવી સરળ પણ નથી. નોકરી મળી છે તો પગાર ઓછો. આથી ઘણીવાર આર્થિક તંગીને કારણે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઇ જાય છે.

પરંતુ સમસ્યાના ઉકેલ માટે, એકબીજા સાથે દલીલ કરવાને બદલે, તમારી સમસ્યા જણાવો. આ સિવાય તમારા પિતાને એ પણ સમજાવો કે તમે કેવી રીતે આગળ વધવા માંગો છો અને આવનારા દિવસોમાં આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નો કરી રહયા છો.

કારણ 3. જમીન મિલકત લઈને મનમુટાવ 

આજના સમય સૌથી વધુ કિસ્સા આ કારણે લઈને થાય છે. જો 2 ભાઈઓ છે તો આ ઝગડો થાય જ છે અને આપણે વારંવાર ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોઈએ છીએ. જો તમે પિતાનું એકમાત્ર બાળક છો તો ઠીક, પરંતુ મોટા થયા પછી જમીન અને મિલકતની વહેંચણીને લઈને પરિવારમાં ઝઘડો થાય છે.

આ બાબતને કારણે પિતા પુત્ર વચ્ચે મામલો બગડી જાય છે. પણ મિલકત અને જમીન કરતા સંબંધ જાળવવો વધુ મહત્ત્વનો છે. તેથી તેમને કહો કે ના વધારે જોઈએ અને ના ઓછું, દરેકને સરખા ભાગમાં વહેંચો. તમે આ વાતને જોર જબરજસ્તીથી કહેશો નહીં.

આ પણ વાંચો: ઘરમાં 2 બાળકો છે અને દરેક બાબતમાં ઝગડે છે તો, અપનાવો આ 6 ટિપ્સ, તમારા બાળકો ખુબ હોશિયાર બની જશે

કારણ 4. શું તમારી ખરાબ ટેવોને કારણે નારાજ છે 

ક્યારેક આપણે ખોટા રસ્તે જતા રહીએ છીએ અને આપણને આ વાતનો ખ્યાલ પણ નથી હોતો. જોકે માતાપિતા આ વિશે આપણને ઘણું સમજાવે છે પરંતુ આપણે તેમનો વિરોધ કરવા લાગી જઈએ છીએ. આ કારણે પણ પિતા સાથેના આપણા સંબંધો પણ બગડી જાય છે.

પરંતુ તમારે આ વાતને સમજવાની જરૂર છે. હા, જો તમે ખોટી કંપનીમાં અથવા ખરાબ સંગતમાં હોય તો તેને તરત જ છોડી દો અને જો તમે સાચા માર્ગ પર હોવ તો તમારા પિતાને તમારી વાત સમજાવો કે મારી સંગત સારી છે.

કારણ 5. પ્રેમ સંબંધોના કારણે નારાજગી 

પિતા-પુત્ર વચ્ચે આ બાબતે પણ અવારનવાર અણબનાવ થતો હોય છે. કારણ કે આપણે અહીંયા પ્રેમ સંબંધને એક અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારા પિતા તમારી ગર્લફ્રેન્ડ વિશે જાણી ગયા હોય તો તેના વિશે છુપાવશો નહીં.

આ સિવાય જો તમે લવ મેરેજની કરવાની વાત કરી દીધી છે અને તેના કારણે પિતા નારાજ છે તો તેમને તમારી ઈચ્છા વિશે જણાવો. આ પછી પણ જો તે સહમત ન હોય તો તમે જાતે જ, ફેમિલીને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇ શકો છો.

પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો બગડવાના આ સિવાય પણ ઘણા કારણો હોઈ શકે છે. અહીં અમે કેટલાક મહત્વપૂર્ણ કારણો જણાવ્યા છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા