astro remedies for ashoka leaves
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં આસોપાલવના પાંદડાને શુભ માનવામાં આવે છે. આ કારણથી કોઈપણ શુભ કાર્યમાં આસોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આસોપાલવના પાંદડા માત્ર ધર્મમાં જ નહીં પરંતુ જ્યોતિષ અને વાસ્તુમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યા છે.

જ્યોતિષ નિષ્ણાત મુજબ જ્યાં વાસ્તુશાસ્ત્રમાં ઘરના આંગણામાં આસોપાલવનાનું વૃક્ષ વાવવાને શુભ સંકેત માનવામાં આવે છે, તો બીજી તરફ જ્યોતિષશાસ્ત્રમાં આસોપાલવના વૃક્ષના પાંદડાઓના કેટલાક ચમત્કારિક ફાયદાઓ પણ જણાવવામાં આવેલા છે.

આસોપાલવના પાનનું તોરણ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મકતા ઉર્જાનો વધારો થાય છે.

લગ્નજીવન માટે પણ આસોપાલવના પાન ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો પતિ-પત્ની વચ્ચે બહુ ઝઘડો થતો હોય અથવા પ્રેમની ઉણપ હોય તો તમારા પલંગના ગાદલા નીચે 7 આસોપાલવના પાન મૂકો. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ ફરી સ્થાપિત થશે અને મતભેદનું વાતાવરણ ખતમ થશે.

જો વિવાહમાં વિઘ્ન આવે અથવા વિવાહમાં વિલંબ થતો હોય તો 7 આસોપાલવના પાનને પાણીમાં પલાળી રાખો. 1 મહિના પછી, તે પાણીને વહેતી નદીમાં પ્રવાહિત કરી દો. જો નદીમાં શક્ય ન હોય તો તે પાણી પીપળના ઝાડના મૂળમાં નાખો. આ સાથે જ જલ્દી લગ્ન થવાની શક્યતાઓ દેખાવા લાગશે.

આસોપાલવના ઝાડના પાંદડાને તોડીને સૂકવીને પીસીને દરરોજ નહાવાના પાણીમાં મિક્સ કરવામાં આવે તો તેનાથી રોગ પેદા કરતા ગ્રહદોષો પણ શાંત થાય છે અને વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

જો આસોપાલવના પાન તોડીને તેના પર કુમકુમ લગાવીને પૂજા સ્થાન પર રાખવામાં આવે તો તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે.

તો આ હતા આસોપાલવના પાનના કેટલાક ઉપાય. જો તમે પણ જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોય તો અને આવા વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા