Ardusi na faida in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Ardusi na pan: અરડૂસી ને ઓરખાન ની કોઇ જરુર જ નથી. બધા લોકો તેનુ નામ જાણે છે. આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસી માં રહેલું કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અરડૂસી ઔષધીય વનસ્પતિ છે. ઔષધીઓ અરડૂસીના પાંદડાના તેમ જ મૂળમાંથી તૈયાર કરવામાં આવે છે.

અરડૂસીના પાન જામફળ ના પાન ને જેવા ૩ થી ૪ ઈંચ લાંબા અને દૂરથી બે ઈંચ પહોળા થતા અણીદાર હોય છે. તેની પર સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી ગરમ અને કફનાશક છે. બાગ-બગીચા તથા ખાનગી ખેતર મા , વાડીમાં વવાય છે.સુકી અને કફવાળી બંને ઉધરસ માટે ખૂબ જ હિતાવહ છે.

કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો પીણું કફ ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય. તેમાં અરડૂસી સારું કામ કરે છે.  અરડૂસી ના ફૂલો તીખા, કડવા, તૂરા અને લોહીની ઉષ્ણ્તા ઓછી કરનાર છે. અરડૂસી બારે માસ લીલીછમ રહેતી અને વર્ષાઋતુમાં પુનઃ યૌવન પ્રાપ્ત કરી પાંગરી ઊઠે છે. 

તેના આસોપાલવ જેવાં લાંબાં પર્ણો અને આછાં જાંબુડીયા શ્વેત પુષ્પો, મન અને ચક્ષુમાં વસી જાય એવાં હોવાથી તથા તુલસીની જેમ જ તેમાં પણ અનેક ઔષધીય ગુણ હોવાથી તેના બે-ચાર છોડ ઘરઆંગણે વાવી ઉછેરવા જેવા છે.

અરડૂસી ના ગુણદોષ:-  અરડૂસી ઠંડી હળવી અને લુખી છે.  સ્વાદમાં મુખ્યત્વે કડવી છે .કફ અને પિત્તના રોગોને મટાડે છે. લોકોમાં અડુસી ગરમ હોવાની માન્યતા છે તે સદંતર ખોટી છે.  અરડૂસી કફના રોગોમાં જડમુળથી નાશ કરનાર છે. અડુસી દીપન રુચિકર અને આમ નાશક પણ છે.

અરડૂસીના ફાયદાઓ ( Ardusi na fayda ): ૧) રક્ત પિત્ત તથા કમળામા ઉપયોગી:  અરડૂસી લીવર ના સોજા અને કમળામાં પણ ઉત્તમ પરિણામ આપે છે. અરડૂસીના પાન અને ફૂલ ને ધોઈને કાઢેલા ત્રણથી ચાર ચમચી જેટલા રસમાં, બે ચમચી મધ અને એક ચમચી સાકર નાખી સવાર-સાંજ પીવાથી રક્ત પિત્ત તથા કમળાનો નાશ થાય છે.

૨) હરસ અને રક્ત પ્રવાહિકા માં રાહત: અરડૂસીનાં પાનનો રસ બે-બે ચમચી સવાર બપોર સાંજ લેવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે. લોહીવાળા હરસ અને રક્ત પ્રવાહીકા મા લાભ થાય છે. એટલે કે પાકી ગયેલા ફૂલને સૂકવી તેનું અડધી ચમચી ચૂર્ણ એટલા જ મધ અને સાકર સાથે મિશ્ર કરી ચટવાથી રક્તપિત્ત અને રક્તસ્ત્રાવ મટે છે.  પિત્ત પ્રકોપથી શરીરના કોઈપણ અંગમાં ચાંદો, દાહ, તાવ રક્તસ્રાવ થાય છે  તે બંધ કરવાનું અરડૂસીમા એક વિશિષ્ટ ગુણ છે. તુરા રસવાળાં ઔષધો રક્તસ્રાવ બંધ કરે છે.

૩) દમ અને શ્વાસ:  બે ચમચી અરડૂસીનો રસ, બે ચમચી મધ અને એક ચમચી માખણ મિશ્ર કરી તેમાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી દમ શ્વાસ મટી જાય છે. ૪) પરસેવાની દુર્ગંધ માંથી મુક્તિ: સવારે કે સાંજે અરડૂસી ના પાન નું ચૂર્ણ બનાવી બે ત્રણ ચમચી પાણીમાં નાખી, દરરોજ સ્નાન કરવાથી જે લોકોનો પરસેવો ગંધાતો હોય તેને સારી રાહત મળે છે.

૫) નસકોરીમાં રાહત:  બાળકની નસકોરી નો રોગ મટાડવા અળસીમાં પ્રબળ ક્ષમતા રહેલી છે. અરડૂસીનો તાજો રસ બેથી ચાર ચમચી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસકોરી ફૂટતી નથી. ૬) ચામડીના રોગોમાં: અરડૂસી પાંદડા અને દારૂ હળદરને ખૂબ લસોટીને તૈયાર કરેલી પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું કે ચામડીના રોગો મટી જાય છે.

૭) શરદીમાં રાહત : શરદી માટે અરડૂસી એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ, એક ચમચી મધ, મેળવીને સવાર-સાંજ પીવું તેનાથી શરદી માં તુરંત રાહત થાય છે. ૮) કૃમિ માં રાહત: અરડુસીના પાનનો રસ કે ઉકાળો ગૌમુત્ર મા ભેળવીને આપો ને તેની જ માલિશ કરવી. આમ કરવાથી કૃમિ ફાયદો થાય છે. 

૯) મુખપાકમાં લાભદાયી:  મિત્રો મો આવી ગયું હોય તો અરડૂસી ના પાન ચાવવા અથવા તેના રસના કોગળા કરવા અથવા તેના ચૂર્ણ ની મધમાં વાળેલી ગોળી ચુસવી અથવા અરડૂસીનાં રસનો માવો બનાવી તેમાં ચોથા ભાગે સોનાગેરુ નાખી મધમાં ગોળી વાળીને તે ચૂસ્યા કરવી. ૧૦) ઉલટીમાં ઉપયોગી:  અરડૂસીનાં પાનનો રસ, મધ સાથે અથવા લીંબુના રસ સાથે આપવો. તેનાથી ઉલટી બંધ થઈ જશે.

૧૧) શીતળામાં લાભદાયક:  તુલસીનાં પાનનો રસ એક ચમચી મધ મેળવીને આપવું.  શીતળાને અટકાવવા માટે તેનાં પાન કે છાલનો ઉકાળો ૨ ગ્રામ જેઠીમધ ળવીને આપવો. તેનાથી શીતળામાં લાભ થાય છે. ૧૨) આંખો આવે ત્યારે : જ્યારે આંખો આવે ત્યારે અરડુસીના ફૂલના પાટા આંખો પર બાંધવા. તેનાથી લાભ થાય છે.

૧૩) મૂત્રાઘાત ફાયદો:  પેશાબની અટકાયત માં શેરડીનો રસ કે કાળી દ્રાક્ષના ઉકાળા મા અરડુસીનો ૨ ચમચી રસ આપવો અથવા તેના પાનનો કે મૂળનો ઉકાળો આપવો તેનાથી મૂત્રાઘાત માં ફાયદો થશે. ૧૪) જેને સૂકી કે કફવાળી બંને ઉધરસ હોય તેને અરડૂસી ફાયદાકારક છે. અરડૂસી નું લાંબા સમય સુધી સેવન દર્દી માટે આશીર્વાદ સમાન છે.

૧૫) કફ અને ખાંસી:  અરડૂસી ને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કડવા રસવાળાં ઔષધોમાં લેખન અને વિશદ એ બે ગુણધર્મ રહેલા છે. લેખન અને વિશદ આવે આયુર્વેદિક પરિભાષાના શબ્દો છે. આમાં લેખ નો અર્થ થાય ખોતરવુ. શરીરમાં ચોંટી જામી ગયેલા કાચા કફને ખોતરીને બહાર કાઢવાનું કર્મ અરડૂસીનો કડવો રસ કરે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા